મહારાષ્ટ્રની ચૂંટણી: સૌથી શ્રીમંત ત્રણેય વિધાનસભ્યો ભાજપના
મુંબઈ: મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી પૂરી થઈ ગઈ છે. હવે ચૂંટાયેલા વિધાનસભ્યોમાં સૌથી શ્રીમંત ત્રણ વિધાનસભ્યો ભાજપના હોવાનું જાણવા મળ્યું છે. ઘાટકોપર-ઈસ્ટના વિધાનસભ્ય પરાગ શાહ, પનવેલના વિધાનસભ્ય પ્રશાંત ઠાકુર અને મલબાર હિલના મંગલ પ્રભાત લોઢા સૌથી શ્રીમંત વિધાનસભ્યો છે અને ત્રણેય ભાજપના છે.
શાહની સંપત્તિ 3,383 કરોડ રૂપિયા છે, જ્યારે ઠાકુરની સંપત્તિ 475 કરોડ રૂપિયા છે. લોઢાની સંપત્તિ 447 કરોડ રૂપિયા છે.
આ પણ વાંચો: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાનપદનો શપથગ્રહણ સમારોહ 29 તારીખે થવાની શક્યતા…
2024ની વિધાનસભા ચૂંટણી જીતનારા બધા જ વિધાનસભ્યોને ધ્યાનમાં લેવામાં આવે તો તેમની સરેરાશ સંપત્તિ 9.11 કરોડ રૂપિયા થવા જાય છે, જે 2019ની સરેરાશ (4.21 કરોડ રૂપિયા) કરતાં બમણી થઈ ગઈ છે.
ભાજપના 149 ઉમેદવારમાંથી 144 ઉમેદવારો (97 ટકા)એ એક કરોડથી વધુની સંપત્તિ જાહેર કરી હતી. કૉંગ્રેસના 101માંથી 94 (93 ટકા)એ અને શિવસેના (યુબીટી)ના 95માંથી 94 (99 ટકા), એનસીપી- એસપીના 84માંથી 80 (95 ટકા), શિવસેનાના 81માંથી 79 (98 ટકા) અને એનસીપીના 59માંથી 58 (98 ટકા) ઉમેદવાર કરોડપતિ હતા.
બીજી તરફ અપક્ષ ઉમેદવાર અજય ભોજરાજ મંડપે અને વિજય શ્રીવાસ (બડનેરા બેઠક) અને પરલીના અલતાફ સૈયદે 2,000 રૂપિયાથી ઓછી સંપત્તિ જાહેર કરી હતી.