લોકસભા ચૂંટણી 2024: ચોથા તબક્કા માટે 96 સીટો પર 13 મેના રોજ થશે મતદાન, આ દિગ્ગજો છે મેદાને
નવી દિલ્હી: દેશમાં ચાલી રહેલી લોકસભા ચૂંટણીના સાત તબક્કામાંથી ત્રણ તબક્કામાં અનુક્રમે 19 એપ્રિલ, 26 એપ્રિલ અને 7 મેના રોજ મતદાન પૂર્ણ થયા બાદ, ચોથા તબક્કા માટે મતદાન યોજાવાનું છે. 18મી લોકસભાની ચૂંટણી, જે 13 મેના રોજ મતદાન સવારે 7 વાગ્યે શરૂ થશે. ચોથા તબક્કામાં 10 રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશને આવરી લેતી 96 લોકસભા મતવિસ્તારોમાં મતદાન થશે. આ સીટોની મતગણતરી 4 જૂનના રોજ થશે.
18મી લોકસભા ચૂંટણીના ચોથા તબક્કાનું મતદાન 13 મેના રોજ થવાનું છે. મતદાન સવારે 7 વાગ્યે શરૂ થશે અને સાંજે 5 વાગ્યે સમાપ્ત થશે.બિહાર, આંધ્રપ્રદેશ, તેલંગાણા, પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ અને ઝારખંડ જેવા કેટલાક મોટા રાજ્યોમાં ચોથા તબક્કામાં મતદાન થશે, 4 જૂને મતગણતરી થશે.
આ ચોથા તબક્કામાં 10 રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશની કુલ 96 લોકસભા બેઠકો પર મતદાન થશે. ચોથા તબક્કાના રાજ્યોમાં આંધ્રપ્રદેશ (25), બિહાર (5), જમ્મુ અને કાશ્મીર (1), ઝારખંડ (4), મધ્યપ્રદેશ (8), મહારાષ્ટ્ર (11), ઓડિશા (4), તેલંગાણા (17), ઉત્તર પ્રદેશ (13), અને પશ્ચિમ બંગાળ (8)માં મતદાન થશે.
આ તબક્કામાં 10 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના કુલ 1,717 ઉમેદવારો ચૂંટણી લડશે. આ વિસ્તારોમાં 96 સંસદીય મતવિસ્તારો માટે 4,264 નામાંકન દાખલ કરવામાં આવ્યા હતા. તમામ 10 રાજ્યો/ કેન્દ્રશાસિત પ્રદેશોમાં ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ 25 એપ્રિલ, 2024 હતી, ચકાસણી બાદ 1,970 ઉમેદવારી માન્ય ગણવામાં આવ્યા હતા.
આ ટોચના ઉમેદવારો છે મેદાને
અખિલેશ યાદવ, એસપી: કન્નૌજ, ઉત્તર પ્રદેશ
મહુઆ મોઇત્રા, TMC: કૃષ્ણનગર, પશ્ચિમ બંગાળ
ગિરિરાજ સિંહ, ભાજપ: બેગુસરાય, બિહાર
વાયએસ શર્મિલા, કોંગ્રેસ: કુડ્ડાપહ, આંધ્રપ્રદેશ
અર્જુન મુંડા, ભાજપઃ ખુંટી, ઝારખંડ
શત્રુઘ્ન સિંહા, TMC: આસનસોલ, પશ્ચિમ બંગાળ
માધવી લતા, ભાજપઃ હૈદરાબાદ, તેલંગાણા
અસદુદ્દીન ઓવૈસી, AIMIM: હૈદરાબાદ, તેલંગાણા
યુસુફ પઠાણ, TMC: બહરામપુર, પશ્ચિમ બંગાળ
અધીર રંજન ચૌધરી, કોંગ્રેસ: બહરામપુર, પશ્ચિમ બંગાળ