નેશનલવિધાનસભા સંગ્રામ ૨૦૨૪

શું બિહારમાં કોંગ્રેસ માટે આરજેડી મજબૂરી બની ગઈ છે?

લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કાની સીટો પર નોમિનેશનનો આજે છેલ્લો દિવસ છે અને બિહારના વિપક્ષી ગઠબંધનમાં સીટોની વહેંચણીનો મુદ્દો હજુ ઉકેલાયો નથી. આરજેડી કોંગ્રેસને સીટો આપવામાં ખચકાટ અનુભવી રહી છે, તો કોંગ્રેસ લાલુ-તેજસ્વી સામે થવાની હિંમત બતાવી શકતી નથી., તેથી સવાલ એવો ઊભો થાય છે કે શું બિહારમાં કોંગ્રેસ માટે આરજેડીનું સમર્થન મજબૂરી બની ગયું છે?

બિહારની વાત કરીએ તો અહીં લોકસભાની ચાર બેઠક માટે 19 એપ્રિલે મતદાન થવાનું છે. આ માટેનોમિનેશન દાખલ કરવાનો આજે છેલ્લો દિવસ છે અને I.N.D.I.A અલાયન્સમાં રાજ્યની 40 બેઠકોની વહેચણીનો મુદ્દો અટવાઇ ગયો છે અને હજી સુધી કોઇ જાહેરાત કરવામાં આવી નથી. સીટ શેરિંગને લઇને હજી સુધી સસ્પેન્સ છે. એક સમયે કૉંગ્રેસ સાથે મળીને ભાજપની આગેવાનીવાળા એનડીએને હરાવવાના સપના જોનાર આરજેડી આજે કૉંગ્રેસને એક એક સીટ માટે તરસાવી રહી છે.

બિહાર કૉંગ્રેસના નેતાઓએ ડઝનેક સીટ પર દાવો કર્યો હતો. એવામાં જેડીયુની એક્ઝિટ થતાં એવી ચર્ચા પણ થવા માંડી હતી કે હવે કૉંગ્રેસની સીટ માટેનો રસ્તો સાફ થઇ ગયો છે, પરંતુ બિહારના રાજકારણના ચાણક્ય ગણાતા લાલુ યાદવની સામે કોંગ્રેસ બેકફૂટ પર હોય તેમ લાગી રહ્યું છે.

આપણ વાંચો:બિહારમાં ઉથલપાથલનો દૌર યથાવતઃ કોંગ્રેસ સાથે વધુ એક પાર્ટીનું જોડાણ થતા પાર્ટીમાં નારાજગી

લાલુ-તેજસ્વીએ કોંગ્રેસને છ સીટો ઓફર કરી હતી. આરજેડી પણ સતત ઉમેદવારોની જાહેરાત કરી રહી છે. કોંગ્રેસના નેતાઓ આરજેડીના વલણથી નારાજ છે પરંતુ પાર્ટી લાલુ-તેજશ્વીના નિર્ણયની વિરુદ્ધ જવાની હિંમત બતાવી શકતી નથી. હોળી બાદ તેજસ્વી યાદવ સાથે થયેલી બેઠક બાદ આરજેડી હવે કૉંગ્રેસને આઠ સીટો આપવા તૈયાર છે, પણ આ અંગે હજી કોઇ જાહેરાત કરવામાં આવી નથી.

હાલના મહાગઠબંધનની સ્થિતિ એવી છે કે કોંગ્રેસને તેની માંગેલી લોકસભા સીટ નહીં મળે તો તેઓ કેટલીક બેઠકો પર ફ્રેન્ડલી ફાઇટ પણ કરી શકે છે. લોકસભાની પૂર્ણિયા સીટ પર કૉંગ્રેસ-આરજેડીનો વિવાદ વધી પડ્યો છે. પૂર્ણિયા લોકસભા સીટ વિવાદનું સૌથી મોટું કારણ છે. 2009ની ચૂંટણીમાં, બેઠકો અંગેના ઝઘડા વચ્ચે, બંને પક્ષોએ અલગ-અલગ ચૂંટણી લડી હતી.

બિહારમાં એક સમયે જુગાડના સહારે લઘુમતી સરકાર ચલાવનાર લાલુ પ્રસાદ યાદવ, બાદમાં કોંગ્રેસની મદદથી માત્ર પોતાની રાજકીય પકડ મજબૂત કરી. બાદમાં ધીમે ધીમે લાલુ યાદવે કોંગ્રેસની જ મુસ્લિમ વોટ બેંકમાં ખાતર પાડી દીધું. અનુસૂચિત જાતિ અને ઉચ્ચ જાતિના મતદારો પણ પહેલા કૉંગ્રેસને મત આપતા હતા, પણ ધીમે ધીમે આ મતબેંક પણ લાલુ યાદવે છિનવી લીધી. ઉચ્ચ જાતિના મતદારો કોંગ્રેસથી દૂર ગયા અને તેનો સીધો ફાયદો ભાજપને મળ્યો.

બિહારમાં કોંગ્રેસની સ્થિતિ અને ભૂતકાળને જોતા કહેવામાં આવી રહ્યું છે કે આરજેડી તેના માટે મજબૂરી બની ગઈ છે. 1998ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ અને આરજેડીએ પ્રથમ વખત ગઠબંધન કર્યું હતું. તેમાંથી 17 પર આરજેડીએ જીત મેળવી હતી. કોંગ્રેસ પાંચ બેઠકો જીતવામાં સફળ રહી હતી.

આપણ વાંચો: લોકસભાની ચૂંટણી 2024: બિહારમાં બેઠકોની વહેંચણી: ભાજપ મોટો ભાઈ

1999ની લોકસભા ચૂંટણીમાં RJDને 7 અને કોંગ્રેસે 13માંથી પાંચ સીટો જીતી હતી. 2004ની લોકસભા ચૂંટણીમાં આરજેડીએ 22 સીટો અને કોંગ્રેસને ત્રણ સીટો પર જીત મળી હતી. 2014ની લોકસભાની ચૂંટણીમાં, આરજેડીએ ચાર બેઠકો અને કોંગ્રેસે બે બેઠકો જીતી હતી. – 2019ની લોકસભા ચૂંટણીમાં આરજેડીનું ખાતું નહોતું ખુલ્યું જ્યારે કોંગ્રેસ એક સીટ જીતવામાં સફળ રહી હતી.

વિધાનસભાની ચૂંટણીની વાત કરીએ તો 2005માં વિધાનસભાની ચૂંટણીમાં આરજેડીએ 54 અને કોંગ્રેસે 9 બેઠકો જીતી હતી. 2015ની વિધાનસભા ચૂંટણીમાં આરજેડીએ 80 અને કોંગ્રેસે-નીતીશ કુમારની પાર્ટીએ સાથે મળીને 27 બેઠકો જીતી હતી. 2020ની વિધાનસભા ચૂંટણીમાં આરજેડીએ 75 સીટો અને કોંગ્રેસે 19 સીટો જીતી હતી.

કૉંગ્રેસ જ્યારે એકલા હાથે ચૂંટણી લડી ત્યારે તેનું પ્રદર્શન કંઇ ખાસ રહ્યું નહોતું, તેથી જ એમ માનવામાં આવી રહ્યું છે કે બિહારમાં કોંગ્રેસ માટે આરજેડી મજબૂરી બની ગઈ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
શ્રેષ્ઠ હવાની ગુણવત્તાવાળા ભારતીય શહેરો ઘરમાં મચ્છરોના ત્રાસથી તમને આ કુદરતી ઉપાય બચાવશે Fat Belly થશે Flat, આ પાંચ ફ્રુટ્સ ચપટી વગાડતામાં ઓગાળશે પેટની ચરબી… …તો દુનિયાને ના મળી હોત Mercedesની લકઝુરિયસ કાર!

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker