મહારાષ્ટ્રવિધાનસભા સંગ્રામ ૨૦૨૪

Assembly Election: નવી મુંબઈમાં ભાજપને ફટકો, ભાજપના નેતા શરદ પવારના પક્ષમાં

મુંબઈઃ મહારાષ્ટ્રમાં 20મી નવેમ્બરે યોજાનારી વિધાનસભાની ચૂંટણી પહેલા નવી મુંબઈમાં ભારતીય જનતા પક્ષને ફટકો પડ્યો છે. ભાજપના નેતા અને માજી વિધાનસભ્ય સંદીપ નાઈક આજે શરદ પવારના નેતૃત્વ હેઠળના રાષ્ટ્રવાદી કોંગ્રેસ પક્ષ (એનસીપી – એસપી)માં જોડાઈ ગયા છે.

આ પણ વાંચો: મુંબઈ સહિત આ વિસ્તારો નક્કી કરશે મહારાષ્ટ્રનો કેપ્ટનઃ બન્ને ટીમનું ધ્યાન આ બેઠકો પર…
મિસ્ટર નાઈક બેલાપુર બેઠક પરથી વિધાનસભાની ચૂંટણી લડે તેવી શક્યતા છે. આ બેઠક પર ભાજપે તેના વર્તમાન વિધાનસભ્ય મંદા મ્હાત્રેને ફરી ઉમેદવારી આપી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે વર્ષોથી નવી મુંબઈ વિસ્તારમાં દબદબો ધરાવનારા સંદીપના પિતા અને ભૂતપૂર્વ પ્રધાન ગણેશ નાઈકને ઐરોલી વિધાનસભા બેઠક પર ભાજપએ ફરી ઉમેદવારી આપી છે.

એનસીપી – એસપીના રાજ્ય એકમના પ્રમુખ જયંત પાટીલે સંદીપ નાઈકનું સ્વાગત કર્યું હતું. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ભાજપ તરફથી ઉમેદવારી નહીં મળવાના કારણે સંદીપ નાઈક નારાજ હતા. ઘણા કાર્યકરો અને નેતાઓ (અન્ય પક્ષોના) એનસીપી (એસપી) માં જોડાવા ઉત્સુક હોવાનો દાવો પાટીલે કર્યો હતો.

આ પણ વાંચો: તો શું લોરેન્સ બિશ્નોઇ હવે મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી લડશે!

નાઈક પરિવાર અને ભાજપનાં વિધાનસભ્ય મંદા મ્હાત્રે વચ્ચે રહેલા જૂના વિખવાદને કારણે બેલાપુર મતવિસ્તાર વિભાજીત થાય છે. અહીં કૃષિ – કોળી સમુદાયની નોંધપાત્ર વસ્તી છે. 2014ની ચૂંટણીમાં મ્હાત્રેએ ગણેશ નાઈને હરાવ્યા હતા. એ સમયે નાઈક અવિભાજિત એનસીપી સાથે હતા. ત્યારબાદ તેઓ ભાજપમાં જોડાયા હતા.
(પીટીઆઈ)

Back to top button
આ ફૂલ કે જડીબુટ્ટી ટ્રેનના બંને પાટા વચ્ચે કેટલું અંતર હોય છે? 99 ટકા લોકોને નથી ખબર સાચો જવાબ… દશેરા પર તમારી રાશિ પ્રમાણે કરવા આ વસ્તુનું દાન પૂરા થશે બધા કામ આજથી શરૂ થશે આ પાંચ રાશિના જાતકોના અચ્છે દિન, જોઈ લો તમારી રાશિ પણ છે ને?

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker