Voter ID Card નથી? આ 12 ડોક્યુમેન્ટ્સની મદદથી આપી શકશો તમારો કિંમતી વોટ
મુંબઈઃ અત્યારે દેશભરમાં લોકસભાની ચૂંટણીને કારણે ગરમાગરમીનો માહોલ જોવા મળી રહ્યો છે. આવતીકાલે દેશભરમાં ત્રીજા તબક્કાનું મતદાન યોજાશે. ઘણા લોકો પાસે વોટર આઈડી કાર્ડ ન હોવાને કારણે તેઓ મતદાનના અધિકારથી વંચિત રહી જશે એવું લોકોને લાગે છે. પણ હકીકતમાં એવું નથી.
જો તમારી પાસે વોટર આઈડી કાર્ડ ન હોય તો પણ મતદાન કરી શકો છો અને તમને કોઈ પણ મતદાન આપતા રોકી શકે નહીં. ચૂંટણી પંચ દ્વારા જ આ 12-12 ડોક્યુમેન્ટ્સને મંજૂરી આપી છે. આવો જોઈએ કયા છે આ આ 12 આઈડી કાર્ડ્સ કે જે તમને મતદાન કરવાનો અધિકાર આપે છે…
આ છે 12 આઈડી કાર્ડની યાદી
પાસપોર્ટ
ડ્રાઈવિંગ લાઈસન્સ
કેન્દ્ર કે રાજ્ય સરકાર કે સાર્વજનિક ક્ષેત્રના ઉપક્રમ, પબ્લિક લિમિટેડ કંપની દ્વારા કર્મચારીને આપવામાં આવેલું ફોટો આઈડી કાર્ડ
બેંક કે ટપાલ ખાતા દ્વારા આપવામાં આવેલું ફોટો આઈડી કાર્ડ
પેન કાર્ડ
રાષ્ટ્રીય લોકસંખ્યા વસ્તી પત્રક અંતર્ગત ભારતીય મહાનિબંધક અને જનગણના આયુક્ત દ્વારા આપવામાં આવેલું સ્માર્ટ કાર્ડ
મનરેગા દ્વારા આપવામાં આવેલું રોજગાર આઈડી કાર્ડ
પેન્શનના ડોક્યુમેન્ટ્સ
સંસદ, વિધાનસભા, વિધાન પરિષદના સભ્યોને આપવામાં આવેલું ઓફિશિયલ આઈડી કાર્ડ
આધાર કાર્ડ
કેન્દ્ર સરકારના સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલય દ્વારા દિવ્યાંગ વ્યક્તિને આપવામાં આવેલું સ્પેશિયલ આઈડી કાર્ડ
કામગાર મંત્રાલય દ્વારા આપવામાં આવેલું હેલ્થ ઈન્શ્યોરન્સ સ્માર્ટ કાર્ડ
એનઆરઆઈ લોકોએ આઈડેન્ટિફિકેશન માટે તેમનો મૂળ પાસપોર્ટ સાથે રાખવો ફરજિયાત છે. તમામ રજિસ્ટર્ડ વોટર્સને પોલિંગ બૂથ, વોર્ડ નંબર, મતદાનની તારીખ અને સમયની માહિતી આપતી ચિઠ્ઠીનું ચૂંટણી પંચ દ્વારા વિતરણ કરવામાં આવે છે. મતદાતાએ મતદાન કેન્દ્ર પર જતી વખતે વોટર આઈડી કાર્ડ અને ફોટોવાળું આઈડેન્ટિટી કાર્ડ સાથે રાખવું એવી અપીલ પણ પ્રશાસન દ્વારા કરવામાં આવી છે.