વડોદરા સીટથી ભાજપના ઉમેદવાર ફિઝિયોથેરાપીસ્ટ હેમાંગ જોશીએ ડોક્ટર શબ્દનો ઉપયોગ કરતા વિવાદ
વડોદરા: વડોદરા લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર હેમાંગ જોશીની મુશ્કેલી વધી છે, વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિક જોશી દ્વારા કલેકટરને રજૂઆત કરવામાં આવી હતી. તેમણે આરોપ લગાવતા કહ્યું કે હેમાંગ જોશી ડોક્ટર છે જ નથી તે ફિઝિયોથેરાપીસ્ટ છે. ઋત્વિક જોશીએ આચારસંહિતા ભંગની કાર્યવાહી કરવા અંગે કલેકટરને રજૂઆત કરી હતી.
વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિક જોશીએ વડોદરા બેઠક પરના ભાજપના ઉમેદવાર ડોક્ટરના પ્રચાર પ્રસાર દરમિયાન મતદારોને પોતે ડોક્ટર છે એવી જાહેરાત કરી છે અને મતદારોને ગેરમાર્ગે દોરી ને સહાનુભૂતિ કરવાનો ભાજપ દ્વારા પ્રયાસ થઈ રહ્યો હોવાના આક્ષેપ સાથેનું આવેદનપત્ર કલેકટરને સોંપ્યું હતું. શહેર કોંગ્રેસ પ્રમુખ દ્વારા વડોદરા લોકસભાના ભાજપાના ઉમેદવાર હેમાંગ જોશી ફિઝિયોથેરાપીસ્ટ છે અને તેઓએ સુપ્રીમ કોર્ટના આદેશનું ઉલ્લંઘન કરી ડોક્ટર શબ્દનો ઉપયોગ કર્યો છે
આપણ વાંચો: ગુજરાતમાં લોકસભાનાં 328 ઉમેદવારી પત્રો માન્ય ઠર્યા, અમિત શાહ સામે 29 ઉમેદવારો લડશે ચૂંટણી
જો કે વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિક જોશી દ્વારા ચૂંટણી પંચમાં કરેલી ફરિયાદના વિરોધમાં આજે વડોદરા ફિઝિયોથેરાપીના વિદ્યાર્થીઓ મેદાને ઉતર્યા છે. ફિઝિયોથેરાપીના વિદ્યાર્થીઓએ જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી શહેર કોંગ્રેસ પ્રમુખ દ્વારા માફી માંગવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે. હાલ ડોક્ટર શબ્દને લઈને વડોદરામાં વિવાદ શરૂ થયો છે.
શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિક જોશી દ્વારા 3મેના રોજ જિલ્લા ચૂંટણી પંચમાં વડોદરા ભાજપના ઉમેદવાર હેમાંગ જોશી વિરુદ્ધ આચારસંહિતા ભંગની ફરિયાદ કરવામાં આવી હતી. જેમાં તેમને જણાવ્યું હતું કે, હેમાંગ જોષી ફિઝિયોથેરાપીસ્ટ છે, પરંતુ તેઓ ડોક્ટર શબ્દનો ઉપયોગ કરી રહ્યા છે, જે ગેરકાયદેસર છે. તેઓએ ઉમેદવારી પત્ર સાથે રજૂ કરેલ સોગંદનામામાં ડોક્ટર શબ્દનો ઉપયોગ કર્યો નથી. પરંતુ વડોદરા શહેરમાં પ્રચાર અર્થે લગાવવામાં આવેલા હોર્ડિંગ્સોમાં ડોક્ટર શબ્દનો ઉપયોગ કરીને મતદારોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો છે. તેથી તેઓ સામે આચારસહિતા ભંગની કાર્યવાહી કરવા કરવામાં આવે છે.