આમચી મુંબઈમહારાષ્ટ્રવિધાનસભા સંગ્રામ ૨૦૨૪

કોલ્હાપુર-ઉત્તરમાં મધુરિમા રાજે હટી જતાં કોંગ્રેસ લાલચોળ

ઉમેદવારી પાછી ખેંચવાના છેલ્લા દિવસે 983 ફોર્મ પાછા ખેંચાયા: મોટા ભાગના બળવાખોરો શાંત

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ:
મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી માટે ઉમેદવારી પાછી ખેંચવા માટે સોમવારે છેલ્લો દિવસ હતો ત્યારે કોલ્હાપુર-ઉત્તર બેઠક પરથી કોંગ્રેસ માટે માઠા સમાચાર આવ્યા હતા. તેમના સત્તાવાર ઉમેદવાર મધુરિમા રાજે છત્રપતિએ પીછેહઠ કરી હતી, જ્યારે ભાજપ માટે સારા સમાચાર હતા કે તેઓ ગોપાલ શેટ્ટીને મુંબઈના બોરીવલીમાંથી મનાવવામાં સફળ રહ્યા હતા. બધું મળીને છેલ્લા દિવસે 983 ઉમેદવારી પત્રકો પાછા ખેંચવામાં આવ્યા હતા અને હવે રાજ્યમાં 288 બેઠકો માટે 8272 ઉમેદવારો મેદાનમાં છે.

જોકે, મહાયુતિ માટે માથાનો દુખાવો ચાલુ રહ્યો છે, કારણ કે મુંબઈના માહિમ વિધાનસભા મતવિસ્તારના શિવસેનાના ઉમેદવાર દાદા સરવણકરે પક્ષના નેતૃત્વના દબાણને વશ થઈને બહાર નીકળવાનો ઇનકાર કર્યો હતો.

આ પણ વાંચો: મહારાષ્ટ્રના ડીજીપીની બદલીઃ શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરેએ શું કહ્યું?

તેમનો મુકાબલો મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (ખગજ)ના વડા રાજ ઠાકરેના પુત્ર અમિત ઠાકરે સાથે થઈ રહ્યો છે, જેમને એકનાથ શિંદેની આગેવાની હેઠળની શિવસેના અને અજિત પવારની એનસીપી સાથે સત્તાધારી મહાયુતિના ઘટક ભાજપે સમર્થન જાહેર કર્યું છે.

કોંગ્રેસે આ સીટ પરના તેના અગાઉના ઉમેદવાર, ભૂતપૂર્વ કોર્પોરેટર રાજેશ લાટકરને બદલ્યા પછી અને પક્ષના કાર્યાલયમાં ભૂતપૂર્વ વિધાનસભ્યના વિરોધીઓ દ્વારા તોડફોડ કરવામાં આવ્યા પછી તેમને ઉમેદવારી આપ્યા પછી આંચકો સહન કરવાનો વારો આવ્યો હતો. મધુરિમા રાજે છત્રપતિ કોલ્હાપુરના લોકસભા સાંસદ અને રાજવી પરિવારના સભ્ય શાહુ છત્રપતિના પુત્રવધૂ છે.

આ પણ વાંચો: By Election: રાજસ્થાનમાં ભજનલાલની સરકાર માટે અગ્નિપરીક્ષા?

સૂત્રોએ જણાવ્યું હતું કે લાટકરને અપમાનિત કરવા બાબતે થઈ રહેલા નકારાત્મક પ્રચારને પગલેે તેમણે રેસમાંથી ખસી જવાનો નિર્ણય લીધો હોઈ શકે.

તેમણે એમ પણ કહ્યું હતું કે કોંગ્રેસ અપક્ષ તરીકે ચૂંટણી લડી રહેલા લાટકરને ટેકો આપે તેવી શક્યતા છે.
ભાજપે બળવાખોર નાના કાટેને પુણે જિલ્લાની ચિંચવડ બેઠક પરથી ખસી જવા માટે મનાવી લીધા હોવાથી આ બેઠક પર એનસીપી (એસપી)ના ઉમેદવાર રાહુલ કલાટે સામે સત્તાવાર ઉમેદવાર શંકર જગતાપની સીધી લડાઈ થશે.

આ પણ વાંચો: Assembly Election: વિધાનસભાની કેટલી બેઠકો પર છે મરાઠા સમુદાયનો પ્રભાવ?

મુખ્તાર શેખે કસ્બા પેઠ વિધાનસભા મતદારસંઘમાંથી પીછેહઠ કરી અને પક્ષના સત્તાવાર ઉમેદવાર રવિન્દ્ર ધંગેકરને ટેકો જાહેર કર્યા પછી પુણેમાં કોંગ્રેસ માટે પણ રાહતના સમાચાર આવ્યા હતા.

શિવસેનાના ઉમેદવારો દેવલાલીમાં રાજશ્રી અહેરરાવ અને ડિંડોરી (જિલ્લો નાસિક)માંથી ધનરાજ મહાલે, જેમના એબી ફોર્મ્સ (પાર્ટી તરફથી જરૂરી ચૂંટણી દસ્તાવેજો) ખાસ વિમાનમાં લઈ જવામાં આવ્યા પછી હેડલાઈન્સમાં આવ્યા હતા, તેમણે પણ ઉમેદવારી પાછી ખેંચી લીધી હતી.

મહાયુતિની બેઠક વહેંચણી કરારના ભાગરૂપે અજિત પવારની આગેવાની હેઠળની એનસીપીને સત્તાવાર રીતે બેઠકો ફાળવવામાં આવી હોવા છતાં શિંદેની આગેવાની હેઠળની સેના દ્વારા બંનેને મેદાનમાં ઉતારવામાં આવ્યા હોવાથી ખાસ્સો વિવાદ થયો હતો.

આ પણ વાંચો: …તો હું મુખ્ય પ્રધાન પદ માટે તૈયારઃ આઠવલેએ ‘મનસે’ માટે શું કહ્યું જાણો?

નાંદેડના ભોકર મતદારસંઘમાં એક બેઠક પર સૌથી વધુ 115 ઉમેદવારોએ ફોર્મ પાછું ખેંચી લેતાં હવે આ મતદારસંઘમાં 25 ઉમેદવારો મેદાનમાં છે. આ બેઠક પર ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અશોક ચવ્હાણની પુત્રી શ્રીજયા ચવ્હાણને ભાજપમાંથી ઉમેદવારી આપવામાં આવી હોવાથી ચર્ચામાં આવી હતી. તેમની સામે કૉંગ્રેસના તિરુપતિ કદમ મેદાનમાં છે.

બીડ બેઠક પરથી ભૂતપૂર્વ પ્રધાન જયદત્ત ક્ષીરસાગરે પોતાની ઉમેદવારી પાછી ખેંચી લીધી હોવાથી હવે આ બેઠક પરથી કાકા-ભત્રીજાની લડાઈ રદ થઈ ગઈ છે. તેમનો ભત્રીજો યોગેશ ક્ષીરસાગર આ બેઠક પર એનસીપીની ટિકિટ પર લડશે અને તેમની સામે એનસીપી (એસપી)ના વર્તમાન વિધાનસભ્ય સંદીપ ક્ષીરસાગર મેદાનમાં છે.

આ પણ વાંચો: Election: કોંગ્રેસને નવી મુંબઈમાંથી ફટકો, પૂર્વ ડેપ્યુટી મેયર ભાજપમાં જોડાયા

ધારાશિવની પરાંડા બેઠક પરથી શિવસેના (યુબીટી)ના ઉમેદવાર રણજીત પાટીલે પોતાની ઉમેદવારી પાછી ખેંચી લીધી હોવાથી હવે આ બેઠક પર એનસીપી (એસપી)ના રાહુલ મોટેની સીધી લડાઈ રાજ્યના પ્રધાન અને એકનાથ શિંદેની શિવસેનાના ઉમેદવાર તાનાજી સાવંત સાથે થશે.

મુંબઈની અણુશક્તિનગર બેઠક પરથી શિંદે-સેનાના ઉમેદવાર અવિનાશ રાણેએ પોતાનું નામ પાછું ખેંચી લીધું હોવાથી હવે આ બેઠક પરથી મહાયુતિના ઉમેદવાર તરીકે નવાબ મલિકની દીકરી સના મલિક એનસીપી (અજિત પવાર)ના ઉમેદવાર તરીકે લડશે.

આ પણ વાંચો: Maharashtra Election: વિધાનસભાની ચૂંટણીમાં કેટલા ઉમેદવારે પાછી ખેંચી ઉમેદવારી?

દક્ષિણ સોલાપુરની બેઠક એમવીએના વિવાદને કારણે ચર્ચામાં આવી હતી. બેઠકોની વહેંચણીની ચર્ચા ચાલુ હતી ત્યારે જ અહીંથી શિવસેના (યુબીટી)ના ઉમેદવાર અમર પાટીલનું નામ જાહેર કરી દેવામાં આવ્યું હતું, આનાથી નારાજ કૉંગ્રેસના નેતા દિલીપ માનેએ અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. હવે દિલીપ માનેએ ઉમેદવારી પાછી ખેંચી લીધી હોવાથી અહીં એમવીએ માટે સારા સમાચાર છે.

સાંગલીમાં કૉંગ્રેસના બળવાખોર ઉમેદવાર જયશ્રી પાટીલે પોતાનું નામ પાછું લીધું ન હોવાથી લોકસભાની જેમ જ વિધાનસભામાં પણ સાંગલી પેટર્ન જંગ થશે. અત્યારે આ બેઠક પરથી ભાજપના સુધીર ગાડગીળ સામે કૉંગ્રેસના પૃથ્વીરાજ પાટીલ અને બળવાખોર જયશ્રી પાટીલ મેદાનમાં છે.

આ પણ વાંચો: છેલ્લી ઘડીએ બળવાખોરોને ઉદ્ધવ ઠાકરેએ શું આપ્યું અલ્ટિમેટમ, જાણો?

આવી જ રીતે સોલાપુર-દક્ષિણના કૉંગ્રેસના બળવાખોર ઉમેદવાર ધર્મરાજ કાડાદીએ ઉમેદવારી પાછી ખેંચી ન હોવાથી અહીં પણ સાંગલી પેટર્નની ચર્ચા થઈ રહી છે.

મહારાષ્ટ્ર વિધાનસભાની 288 બેઠકો પર એક જ તબક્કામાં 20 નવેમ્બરે મતદાન થશે. મતોની ગણતરી 23 નવેમ્બરે થશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
Fat Belly થશે Flat, આ પાંચ ફ્રુટ્સ ચપટી વગાડતામાં ઓગાળશે પેટની ચરબી… …તો દુનિયાને ના મળી હોત Mercedesની લકઝુરિયસ કાર! આ રાશિના લોકો માટે લકી સાબિત થશે દિવાળી દિવાળી પર રંગોળીમાં બનાવો આવા શુભ પ્રતિકો

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker