આપણું ગુજરાતવિધાનસભા સંગ્રામ ૨૦૨૪

રૂપાલાની માફી સામે ક્ષત્રિય સમાજની ‘ચંદન ઘો’- આ આંદોલનનું અલ્પવિરામ છે !

મંગળવારે મતદાન પૂર્ણ થઈ ગયા બાદ રાહતનો શ્વાસ લેવાના સમયે રાજકોટ લોકસભા વિસ્તાર નું વાતાવરણ હજુ પણ ગરમાયેલું રહ્યું છે. બુધવારે સવારે ભાજપના લોકસભા બેઠકના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજની દિલગીરી વ્યક્ત કરતી એક પ્રેસ કોન્ફરન્સ કર્યા બાદ ક્ષત્રિય આગેવાનો દેવેન્દ્રસિંહ જાડેજા અને ભાર્ગવી બા ગોહિલ સંકલન સમિતિ તરફથી એક બ્રિફિંગ યોજાઇ.

ઉમેદવાર પરસોત્તમ રૂપાલા ને મીડિયાના માધ્યમથી જવાબ આપતા કહ્યું કે, જ્યારે મતદાનની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે ત્યારે આ રીતે માફી માગવાનો અર્થ નથી બીજું પરસોત્તમભાઈ વારંવાર કહે છે કે મેં સમાજની માફી માગી છે તો સમાજના કોઈ પ્લેટફોર્મ પર આવી અને તેણે માફી માગી નથી જે કાંઈ માફીની વિધિ થઈ છે તે ભારતીય જનતા પક્ષના ક્ષત્રિય આગેવાનો ની હાજરીમાં થઈ છે જે સમાજને ક્યારેય સ્વીકાર્ય ન હતું અને રહેશે નહીં. જયરાજસિંહ પરમારે ક્ષત્રિય સમાજ માટે જે વિધાનો કર્યા છે તેને પણ ધ્યાનમાં લઇ અને દેવેન્દ્રસિંહ એ જણાવ્યું હતું કે જયરાજસિંહ પરમાર રાજકીય સ્ટેટમેન્ટ કરી રહ્યા છે અને ભવિષ્યમાં એ એમને પણ ક્યારેક નડી શકે છે એટલે મહેરબાની કરી અને સમાજની સાથે રહી અને કાર્ય કરે.

પત્રકાર પરિષદમાં ક્ષત્રિય સમાજના આગળના આંદોલનની રૂપરેખા પૂછાતા બંને આગેવાનોને કહ્યું કે, સંકલન સમિતિ જે નક્કી કરશે તે પ્રમાણે આગળની વ્યુહ રચના રહેશે હાલ આંદોલનને અલ્પવિરામ આપવામાં આવે છે અને માઈક્રો પ્લાનિંગ કરી અને આગામી રણનીતિ ઘડવામાં આવશે ‘મુંબઈ સમાચાર’ ના એક પ્રશ્ન મુજબ જેમ પટેલ સમાજના આસ્થા કેન્દ્રો ખોડલધામ અને ઉમિયા ધામ છે તેમ શક્તિધામની સ્થાપના થશે કે કેમ ? તેના જવાબમાં જણાવ્યું હતું કે હાલ આશાપુરા મંદિર કચ્છ અમારું આસ્થા કેન્દ્ર છે પરંતુ વિશ્વસનીય સૂત્રો અનુસાર સંકલન સમિતિ આગામી તેમની મિટિંગમાં શક્તિધામનો પણ વિચાર કરી શકે છે. બંને આગેવાનોના જણાવ્યા મુજબ આંદોલન ચાલુ રહેશે અને આ જ રીતે શાંતિપૂર્ણ રીતે આગામી રણનીતિ નક્કી થશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button