આપણું ગુજરાતવિધાનસભા સંગ્રામ ૨૦૨૪

લોકસભા ચૂંટણી અગાઉ રાજપૂત સંકલન સમિતિએ જાહેર કર્યો પત્ર, ક્ષત્રિયોને ભારપૂર્વક કરી આ અપીલ

અમદાવાદ: રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાની અભદ્ર ટીપ્પણી બાદ સમગ્ર રાજ્યમાં રાજપૂત સમાજ દ્વારા ઠેર ઠેર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે અને ભારતીય જનતા પાર્ટી દ્વારા રાજપૂત સમાજની માંગણીનો અસ્વીકાર કરાતા માત્ર રૂપાલા નહીં પરંતુ ગુજરાતમાં ભાજપના તમામ ઉમેદવારોનો રાજપૂત સમાજ દ્વારા વિરોધ દર્શાવવામાં આવી રહ્યો હતો. ક્ષત્રિય સમાજે દ્વારા જ્યાં સૌથી વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવી રહ્યું છે તેમાં જામનગર મુખ્ય છે. હવે જામનગર સીટથી ભાજપના ઉમેદવાર પૂનમબેન માડમની ચિંતા રાજપૂત સમાજે ચિંતા વધારી છે.

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીના મતદાનને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે રાજપૂત સમાજ સંકલન સમિતિ જામનગર તથા રાજપૂત કરણી સેના જામનગરના પ્રદેશ ઉપાધ્યક્ષ દોલતસિંહ જાડેજા દ્વારા રાજપુત સમાજ માટે લોકસભા ચૂંટણી અનુસંધાને અતિ મહત્વનો સંદેશ જાહેર કરવામાં આવ્યો છે.

જામનગર શહેર તથા જીલ્લામાં વસતા ક્ષત્રિય પરિવારોના ભાઈઓ, બહેનો, યુવાનોને ક્ષત્રિય સમાજના આગેવાનોને નિવેદન કર્યું છે કે, ક્ષત્રિય નારી અસ્મિતા આંદોલન અત્યાર સુધી લોકશાહી ઢબે ચાલી રહેલ છે. અને તારીખ 03/05/2024ના ક્ષત્રિય નારી અસ્મિતા મહાસંમેલન શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયેલ હોય, જેથી હવે ચુંટણીની છેલ્લી ઘડી આપણા આંદોલનને અવળે પાટે ચડાવવા કે શાંતિ ડહોળવા પ્રયાસ થાય તેવી ભીતિ છે.

આજે તા.04/05/2024 ના રોજ તમામ પાર્ટીના ઉમેદવાર અને કાર્યકર દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાં પ્રચાર પ્રસાર અર્થે સરઘસ, રેલી અને સભા યોજવામાં આવનાર હોય જેમાં વિરોધ કે હિંસક કાર્ય કરવું નહિ. તેમજ કોઈએ કાયદો હાથમાં ન લેવો અને અચારસંહિતાનો ભંગ ન કરવો તે અંગે સર્વેને ભારપૂર્વક નમ્ર અપીલ કરીએ છીએ. આપને ફક્ત ને ફક્ત તા.07/05/2024 ના રોજ મતદાન 100% કરવું અને અન્ય સમાજનું મતદાન આપણી તરફેણમાં કરાવવા અંગે ધ્યાન દોરવું અને તે કાર્યમાં જોડાઈ જવું.

ઉલ્લેખનીય છે કે, જામનગર શહેરમાં શુક્રવારે ક્ષત્રિય અસ્મિતા મહાસંમેલન યોજવામાં આવ્યું હતું. જેમાં ક્ષત્રિય સમાજ હજારોની સંખ્યામાં ઉપસ્થિત રહ્યો હતો. જામનગરના ખીજડીયા બાયપાસ ખાતે યોજાયેલ આ સંમેલનમાં ગુજરાત ક્ષત્રિય સંકલન સમિતિના આગેવાનો કરણસિંહ ચાવડા, પીટી જાડેજા, રમજુભા જાડેજા, હરપાલસિંહ ચુડાસમા તેમજ તૃપ્તિબા રાઓલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button