નેશનલમહારાષ્ટ્રવિધાનસભા સંગ્રામ ૨૦૨૪
વિધાનસભાની ચૂંટણી: મહારાષ્ટ્રમાં કુલ ૬૬૦ કરોડની મતા પકડાઇ
૮,૬૬૮ ફરિયાદનો નિકાલ કરાયો
મુંબઈ: મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી માટે આચારસંહિતા અમલમાં મૂકાયા બાદ રોકડ, દારૂ તથા અન્ય સામગ્રીઓ સહિત કુલ ૬૬૦ કરોડ રૂપિયાની મતા જપ્ત કરવામાં આવી હતી જ્યારે સી-વિજિલ ઍપ પર મળેલી ૮,૬૭૮ ફરિયાદમાંથી ૮,૬૬૮ ફરિયાદનો નિકાલ લાવવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: Election: મુંબઈમાંથી 245 કરોડથી વધુની મૂલ્યાવાન ધાતુઓ, 45 કરોડથી વધુની રોકડ જપ્ત…
રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર મહારાષ્ટ્રમાં ૧૫મી ઓક્ટોબરથી અત્યાર સુધી સી-વિજિલ ઍપ પર ૮,૬૭૮ ફરિયાદ મળી હતી જેમાંથી ૮,૬૬૮ ફરિયાદનો નિકાલ લાવવામાં આવ્યો હતો.
આ સિવાય રાજ્ય અને કેન્દ્ર સરકારની એન્ફોર્સમેન્ટ એજન્સીઓ દ્વારા આ સમયગાળા દરમિયાન રોકડ, દારૂ, ડ્રગ્સ અને કિંમતી ધાતુઓ સહિતની કુલ ૬૬૦.૧૬ કરોડની મતા જપ્ત કરવામાં આવી હતી, એમ તેમણે જણાવ્યું હતું.
Taboola Feed