આમચી મુંબઈમહારાષ્ટ્રવિધાનસભા સંગ્રામ ૨૦૨૪

Assembly Election: મતદાન કેન્દ્રો પર સ્વચ્છતા જાળવવા BMC ખર્ચશે આટલા કરોડ રૂપિયા

મુંબઈ: વિધાનસભાની ચૂંટણી (Assembly Election)ને ધ્યાનમાં રાખીને મતદાન કેન્દ્ર અને તેની આસપાસના પચાસ મીટરના પરીઘ વિસ્તારમાં સ્વચ્છતા રાખવા માટે મુંબઈ પાલિકાએ તૈયારી શરૂ કરી છે. મતદાન કેન્દ્ર અને તેની આસપાસના વસ્તારમાં સ્વચ્છતા, પીવાના પાણીની વ્યવસ્થા, મતદાન કેન્દ્ર પરના શૌચાલયોની સ્વચ્છતા વગેરે કામ માટે પાલિકાની તિજોરીમાંથી અંદાજે પાંચ કરોડ રૂપિયાનો ખર્ચ થશે.

પાલિકાની હદમાં આવતા તમામ મતદાન કેન્દ્ર સ્થળે સ્વચ્છતા રાખવા માટે પચીસ વિભાગીય કાર્યાલયોને વીસ લાખ રૂપિયાનું વિશેષ ભંડોળ પૂરું પાડવામાં આવ્યું છે. લોકસભાની ચૂંટણી વખતે તહેનાત કરાયેલા કર્મચારીઓને મૂળભૂત સુવિધાઓના અભાવે ઘણું સહન કરવું પડ્યું હતું.

અનેક મતદાન કેન્દ્ર પર સ્વચ્છ પ્રસાધનગૃહ, પીવાના પાણીની વ્યવસ્થા જ કરવામાં આવી નહોતી. તેથી મતદારો અને ચૂંટણી કર્મચારીઓને હેરાનગતિ થઇ હતી, તેથી આ વખતે તમામ સુવિધાઓ પૂરી પાડવા માટે પાલિકા પાંચ કરોડ રૂપિયા ખર્ચ કરવાની છે.

આપણ વાંચો: વિધાનસભાની ચૂંટણી ટાણે ‘પોસ્ટર ગર્લ’ની ચર્ચાએ ધૂમ મચાવી, જાણો કોણ છે?

પાલિકા દ્વારા પચીસ કાર્યાલયોને વીસ લાખ રૂપિયા પ્રમાણે પાંચ કરોડનું વિશેષ ભંડોલ પૂરું પાડ્યું છે. મતદાન કેન્દ્ર અને તેની આસપાસના વિસ્તારની સ્વચ્છતાની જવાબદારી સંબંધિત વિભાગના આસિસ્ટન્ટ એન્જિનિયરની રહેશે. આ સિવાય મતદાન કેન્દ્ર પર પ્રસાધનગૃહની વ્યવસ્થા ન હોત તો ત્યાં મોબાઇલ ટોઇલેટ ઉપલબ્ધ કરાવવાનો નિર્દેશ સંબંધિત વિભાગને આપવામાં આવ્યો છે.

અન્ય કારણસર ભંડોળ વાપરવાનો ઇનકાર

મતદાન કેન્દ્રોની સ્વચ્છતા માટે જરૂરી કર્મચારીઓને તહેનાત કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. તે માટે વિશેષ ભંડોળનો ઉપયોગ કરવાનું કહેવામાં આવ્યું છે. સ્વચ્છતા માટેના જરૂરી મશીન-સામગ્રીઓ ખરીદવા માટે ભંડોળ વાપરી શકાશે. સ્વચ્છતા કામ સિવાય અન્ય કોઇ કામ માટે આ ભંડોળનો ઉપયોગ કરી શકાશે નહીં એવી ચેતવણી પણ આપવામાં આવી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
આ વખતે 14 નવેમ્બરે, તમે તમારા બાળકોને આ ફિલ્મ બતાવો આવી રીતે જાણી શકો છો કે તમારો મોબાઈલ હેક થઈ ગયો છે ભારત જ નહીં પણ દુનિયાનું સૌથી અમીર ગામ છે આ… નામ જાણશો તો… હેર વૉશ કરતા પહેલા આ ટીપ્સ રાખો ધ્યાનમાં

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker