વાદ પ્રતિવાદ

અલ્લાહ સિવાય કોઈ ઈબાદતને લાયક નથી અને હુઝૂર (સલ.) રબના બંધા અને રસૂલ છે

મુખ્બિરે ઈસ્લામ – અનવર વલિયાણી

અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જતી એ ઈલાહી બશારત (ખુશખબરી) એક વયોવૃદ્ધ ઈસાઈ પાદરીના મુખેથી સાંભળી હઝરત અબૂબક સિદ્ીક રદ્યિલ્લાહો અન્હો સિરીયાથી મક્કા આવી સીધા અલ્લાહના રસૂલ હઝરત મુહંમદ સલ્લલ્લાહો અલયહે વસલ્લમને મળવા પહોંચ્યા.
આપ રદ્યિલ્લાહો અન્હોની નજર સામે એક નવજીવન, એક નવું ભવિષ્ય ચમકવા લાગ્યું. પાદરીની ભવિષ્યવાણી સાંચામાં ઢળતી દેખાઈ. પોતાની લાગણીઓ પર કાબૂ મેળવતા આપ સીધા પોતાના ઘેર તશરીફ લાવ્યા. ત્યાંથી નીકળીને આપ બની હાશિમના કબીલા તરફ ચાલ્યા. જનાબ અબૂ તાલબિના ઘેર પહોંચીને હુઝૂરે અનવર સલ્લલ્લાહો અલયહે વસલ્લમ વિશે પૂછયું તો ખબર મળી કે આપ (સલ.) અબૂ કુબેસ પહાડ તરફ તશરીફ લઈ ગયા છે. હઝરત અબૂબક સિદીક (રદ્.િ અન્હો) અબૂ કુબેસ પહાડ તરફ તશરીફ લઈ ગયા. પર્વતની તળેટીમાં હુઝૂરે કરીમ (સલ.) એક ચટ્ટાન પર તશરીફ ફરમાવી રહ્યા હતા. પગલાંનો અવાજ સાંભળીને હુઝૂરે સ્મિત કર્યું અને ફરમાવ્યું, આપ (રદ્.િ અન્હો)નું આવવું મુબારક હો.
એલાને નબુવ્વત (નબીના આગમનની ઈલાહી જાહેરાત) પછી હઝરત અબૂબક, સિદ્ીક રદ્યિલ્લાહ અન્હોની પયગંબર હઝરત મુહંમદ સલ્લલ્લાહો અલયહે વસલ્લમ (સલ.) સાથે આ પ્રથમ મુલાકાત હતી. હુઝૂરે અનવર (સલ.) ફરમાવ્યું, હે અબૂબક (રદ્.િ અન્હો)! કલ્મએ હક (તૌહિદ, એકેશ્ર્વરવાદના ઈમાન લાવવા) તરફ આગળ વધવામાં પાછળથી આવનારાઓનો ઈન્તેઝાર ન કરો (વાટ ન જુઓ). અલ્લાહનો અંતિમ નબી (સલ.) આપને ઈસ્લામની દા’વત (આમંત્રણ) આપી રહ્યો છે. એને સ્વીકારી લો.
હઝરત અબૂબક સિદ્ીક (રદ્.િ અન્હો)એ અરજ કરી, અલ્લાહનો રસૂલો વિશે મેં સાંભળ્યું છે, કે જ્યારે પણ દુનિયામાં તેઓ જાહેર થયા છે ત્યારે રિસાલત ( )ની સાબિતી માટે પોતાની સાથે કંઈક નિશાનીઓ પણ લઈ આવે છે. હું પણ દિલના સંતોષ માટે નિશાનીઓનો ઉમેદવાર છું.
હુઝૂરે કરીમ (સલ.) ફરમાવ્યું, નિશાનીઓ જોવા છતાં પણ હજુ આપ વધુ નિશાનીઓ જોવા ચાહો છો? દેવળમાં આપે વીતાવેલી એ રાતને યાદ કરો. આપના જમણા હાથમાં કાંડા પરના તલને જોઈને ઈસાઈ પાદરીએ આપને શું કહ્યું હતું? અને આપ આખી રાત એ વાત પર વિચાર કરતા રહ્યા હતા. શું આપની ઈચ્છા બીજી નિશાનીઓ પણ જોવાની છે?
હઝરત અબૂબક સિદ્ીક રદ્યિલ્લાહો અન્હોએ કહ્યું, બસ! હવે મને કોઈ નિશાનીની જરૂરત નથી. મારું દિલ તો પહેલાથી જ મોમિન (ઈમાનવાળુ- ઈમાનદાર) થઈ ચૂક્યું હતું. આજ હું ઝબાનથી પણ કલમો પઢું છું અને ઈકરાર (કબૂલ) કરું છું કે, અલ્લાહ તઆલા સિવાય કોઈ ઈબાદતને લાયક નથી અને હુઝૂર સલ્લલ્લાહો અલયહે વસલ્લમ અલ્લાહના બંદા અને રસૂલ છે. અરબીમાં કલ્મો આ શબ્દોથી દરેક મુસલામાન ઉચ્ચારે છે: લાઈલાહ ઈલ્લલ્લાહ, મુહમ્મદુર્ર રસૂલ્લલ્લાહ આમીન (તથાસ્તુ)- સંર્પૂણ.

  • કબીર સી. લાલાણી

અલ્લાહનો આભાર પ્રદર્શિત
કરતા રહેવાની આ કેવી મજાની સોચ
મહાન સૂફી શેખ સાં’દી રહમતુલ્લાહ અલયહ ફરમાવે છે, કે એક વખત હું લાંબી મુસાફરીએ નીકળ્યો હતો. એ અરસામાં એક સમુદ્રના કિનારે એક દીનદાર બુઝુર્ગ જેવા દેખાતા શખસને મેં જોયો. હું તેની નજીક ગયો. મને આશ્ર્ચર્ય થયું. તેના પર કોઈ જંગલી પ્રાણીએ હુમલો કર્યો હતો. એ જોતાં મને કમકમાટી આવી ગઈ. એ ઘાના દુ:ખની વાત જ શી કરવી?
શરીર પરના ઘાની આટલી સખત વેદના પછી પણ અલ્લાહનો તે બંદો ખરેખર સાબિર (નેક, સારો) હતો અને વારંવાર અલ્લાહનો શુક્ર (આભાર) અદા કરતો હતો અને સતત તેના અહેસાન (ઉપકાર) રજૂ કરતા શબ્દો ઉચ્ચારતો રહેતો હતો.
આ જોઈને રસ્તા પરથી પસાર થતા એક શખસે તેને પૂછ્યું, કે અય અલ્લાહના બંદા! ખુદાએ તને આટલી સખત તકલીફ (પીડા)માં નાખ્યો હોવા છતાં તું તેના જ ગુણગાન ગાઈ રહ્યો છે અને તેનો જ શુક્ર (આભાર) અદા કરતો રહે છે?
જવાબમાં પીડાથી કણસતા એ શખસે કહ્યું, ભાઈ! સતત અલ્લાહનો શુક્ર અદા કરવાનું કારણ એ કે, હું મારા દુ:ખમાં ડૂબેલો છું, નહીં કે પાપમાં! મારો એ પાલનહાર રબ, બેહદ દયાળુ, રહમદિલ છે. જો તે મને મોતના મોંમાં ધકેલી દેતો પણ મારું ઈમાન તો એમ જ કહે છે કે, તેમાં પણ મારો પરવરદિગાર મારું સારું (ભલું) જ કરશે. અલ્લાહ કદી પણ કોઈનું બુરું કરતો જ નથી. પણ જો તે મને દુનિયાની દેણગીથી સન્માનીત બનાવે અને એ સ્થિતિમાં જો રખેને પાપ કર્મ થઈ જાય, પાપનો વિચાર સુધ્ધાં આવી જાય તો મારા હાથે જ મારું નુકસાન થઈ જાય એથી જ હું મહાન અલ્લાહને વિનવું છું, કે અય મારા માલિક! મને દુન્યવી માલમત્તા, સુખ સાહ્યબી ભલે ન આપતો પણ ગુનાહ, પાપકર્મથી સદા વેગળો રાખજે, દૂર જ રાખજે. દુનિયાના કષ્ટોને હું સહન કરી લઈશ. પણ તારી નાફરમાની કરવાથી મને બચાવજે.
હવે વિચારો? અલ્લાહનો જેટલો શુક્ર માનીએ, આભાર માનીએ તેટલો ઓછો છે કે નહીં?


આજનો સંદેશ
ઈબાદત કરનારાઓના ત્રણ પ્રકાર છે:
૧- એક સમૂહે દોઝખ (નર્ક) ડરથી અલ્લાહની ઈબાદત કરી તો આ ગુલામોની ઈબાદત છે.
૨- એક સમૂહે સવાબ (પુણ્ય, ભલાઈ) અને જન્નતની લાલચથી ઈબાદત કરી તો આ મજૂરોની ઈબાદત છે.
૩- એક સમૂહે અલ્લાહની મહોબ્બતના કારણે ઈબાદત કરી તો આ આઝાદ લોકોની ઈબાદત છે. આ સમૂહના લોકો દોઝખ (નર્કાગારની આગ)ના ભડકાઓથી ડરીને અંધારી રાતમાં ઈબાદત નથી કરતા અને જન્નતની ને’મતા (ઈશ્ર્વરની દેણગી)-ની લાલચમાં પણ ઈબાદત નથી કરતા, હા, જો તે ઈબાદત
કરે છે તો અલ્લાહને ઈબાદતને લાયક સમજીને ઈબાદત
કરે છે. ઉ

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વહુ સાથે આવી છે Nita Ambaniની Bonding, આ રીતે Isha Ambaniએ લૂંટી મહેફિલ… આવું છે અંબાણી પરિવારના ખાનદાની હારનું કલેક્શન, જોઈને આંખો પહોળી થઈ જશે… સપનામાં જોવા મળતી આ છ સફેદ વસ્તુઓ દેખાવી છે શુભ, સાંભળવા મળશે Good News Orryને ટક્કર આપવા અનંત-રાધિકાના લગ્નમાં પહોંચી આ ખાસ મહેમાન, Isha Ambaniએ કર્યું સ્વાગત…