કેક સ્પેશિયાલિસ્ટ શ્વેતા મુત્રેજા અગરવાલની એગલેસ કેક તમે બાપ્પાને ચોક્કસ ચખાડજો! | મુંબઈ સમાચાર
ઉત્સવ

કેક સ્પેશિયાલિસ્ટ શ્વેતા મુત્રેજા અગરવાલની એગલેસ કેક તમે બાપ્પાને ચોક્કસ ચખાડજો!

એક સમયે 60 વર્ષના લોકો ખાણીપીણીમાં ધ્યાન રાખતા, જેથી બીમારીનો ભોગ ન બનીએ. અમુક વસ્તુઓ ખાવાનું ટાળતા. ઘણીવાર એમ પણ બનતું કે બજારમાંથી મળતી વસ્તુઓમાં શું નાખ્યું હશે ને શું નહીં તેનો વિશ્વાસ ન બેસતો. આથી ન ખાવાનું સારું તેમ કહી ઈચ્છા હોવા છતાં સ્વાદ માણવાનું ટાળતા.

ખાસ કરીને બેકરી પ્રોડેકટ્સની શુદ્ધતા પર લોકોને ભરોસો થતો નથી. પણ હવે માત્ર પુખ્ત વયના કે સિનિયર સિટિઝન્સ નહીં, યુવાનો સહિત સૌ કોઈ હેલ્થ કોન્શિયસ થયા છે. તેમની ફૂડ ચોઈસ વધારે પર્સનલ થઈ ગઈ છે. એક જ ઘરમાં ચાર જણાની ચોઈસ અલગ અલગ હોય છે. ત્યારે હેલ્થ અને ટેસ્ટ બન્નેનું ધ્યાન રાખવાની જવબાદારી ફૂડ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા પ્લેયર્સની છે.

આજે આપણા આવા જ એક પ્લેયરની વાત કરવાની છે, જેમની યુએસપી જ કસ્ટમાઈઝેશન છે. તે તમને ભાવે તેવું બનાવીને તમને આપે છે અને તમારી હેલ્થની તકેદારી તમારા કરતાં વધારે રાખે છે.

આપણે વાત કરી રહ્યા છે કેક ક્વીન શ્વેતા મુત્રેજા અગરવાલની. મુંબઈનું આ જાણીતું નામ દરેક હેલ્ધી કેક ખાવાના આગ્રહીઓનું ફેવરિટ બની ગયું છે. શ્વેતા રોજ કંઈક નવું આપવા તલપાપડ રહે છે. એકાદ બે વરાયટી બનાવી તે બેસી જવામાં માનતી નથી, પરંતુ કસ્ટમરનો દરેક અનુભવો નવો અને તાજો થાય તે માટે તે સતત રિસર્ચ કરે છે, નવા ટેસ્ટ ડેવલપ કરતી રહે છે.

27મી ઑગસ્ટથી ગણેશોત્સવ શરૂ થવાનો છે ત્યારે શ્વેતા ખાસ સ્પેશિયલ કેક લઈને આવી છે તમારા માટે. મોદક અને અન્ય પારંપારિક મિઠાઈઓ સાથે તમે બાપ્પાને કેક પણ ધરી શકો છો. આ કેક ટોટલી એગલેસ છે અને તમારી પસંદગીની સામગ્રીથી બનાવેલી કેક તમને મળી શકે છે.

શ્વેતા પાસે દરેકની ઈચ્છાને સંતોષવા માટે વેરાયટી છે. પ્યોર વેજીટેરિયન કેક સાથે, ડાયાબિટિક કે કેન્સર પેશન્ટ્સ માટે પણ શ્વેતા ખાસ કેક બનાવે છે. હેલ્ધી પ્રોડક્ટ બનાવવા માટે ખાસ હેલ્ધી સામગ્રીનો જ ઉપયોગ થાય છે. મેંદાની બદલે મિલેટ્સ, એટીથ્રીએલ કે મોન્ક ફ્રૂટ જેવા નેચરલ સ્વીટનર્સનો ઉપયોગ થાય છે. એક બહુ મોટો વર્ગ છે જે વિગન ફૂડ તરફ વળ્યો છે, શ્વેતા તેમને પણ નિરાશ નથી કરતી.

શ્વેતાને હવે તેમના કસ્ટમર્સ અલગ અલગ વસ્તુઓની ડિમાન્ડ પણ કરે છે. કોઈ કહે છે કે આ સામગ્રી ઉમેરો તો કોઈ કહે છે કે અમને આ ટેસ્ટની કેક જોઈએ છે. તેમની જેવી ડિમાન્ડ હોય શ્વેતા બધાને સંતોષ મળે તેટલી વેરાયટી બનાવે છે. આ સાથે શ્વેતા તમારા બજેટને અનુરૂપ તમને ઑપ્શન્સ આપે છે. શ્વેતા તમારા બજેટમાં કામ કરે છે, પરંતુ ક્વોલિટી સાથે કોઈપણ જાતનું સમાધાન કરવામાં માનતી નથી. તેની કેક તમે સ્ટોર પણ કરી શકો છો. આથી તમને મોંઘી પડતી નથી.

ઘણીવાર નાનપણથી જ આપણામાં અમુક પ્રતીભા કે રસ-રૂચિ હોય છે, પરંતુ આપણે તેને પ્રોફેશન બનાવવાનો વિચાર કરતા નથી. ખાસ કરીને કોઈ યુવતી રસોઈ બનાવવાની શોખિન હોય તો તે માત્ર તેનો શોખ કે જવાબદારીનો ભાગ બની જાય છે.

શ્વેતાના કિસ્સામાં પણ આમ જ બન્યું. રસોઈનો શોખ અને તે પણ સ્વાદિષ્ટ અને સ્વાસ્થયવર્ધી ભોજન બનાવવાની કલા પરિવારમાંથી વારસામાં જ મળી હતી, પરંતુ શ્વેતાએ ઘણા લાંબા સમય બાદ તેને પ્રોફેશન તરીકે વિકસાવ્યું. પીઆર તરીકેની કરિયર છોડી કોરોનાકાળ દરમિયાન શ્વેતાએ આ નવી દિશામાં પગ મૂક્યો અને આજે તે પ્રોફેશનલ કેક મેકર બની ગઈ છે.

જોકે કેક જ નહીં શ્વેતા અલગ અલગ દેશોના કુઝીન જે તે દેશમાં જઈને શિખે છે અને પછી ઑથેન્ટિક ટેસ્ટ સાથે તમને પિરસે છે. શ્વેતાને આ કામ કરવાની એટલી મજા આવે છે કે તે ફૂડ ઓર્ડર પણ લે છે. બધુ જ શ્વેતા પોતાના ઘરેથી સ્પેશિયલ કિચનથી મેનેજ કરે છે. શ્વેતાએ ખાસ સ્ટાફ પણ ટ્રેઈન કર્યો છે અને તેમની માટે પણ કસ્ટમરનું સેટિસ્ફેકશન સૌથી મોટો રિવોડ્ર છે.

તમને બેક્ડ્ બિસ્કોફ ચીઝકેક, કસ્ટમાઈઝ્ડ ચોકલેટ કેક, ગ્રનોલા, ખાઉસોય કોટેજ ચીઝ, સલાડ્સ ખાવાની ઈચ્છા હોય તો પણ શ્વેતાનું કુકી કેક ક્રમ્બલ તમારી માટે બેસ્ટ છે, પણ શ્વેતાની હીરો પ્રોડેક્ટ છે ચોકલેટ ચીપ ટી-કેક. આ કેક નાના-મોટા સૌની ફેવરીટ છે. ભારતમાં જ નહીં વિદેશમાં પણ જાય છે.

આપણ વાંચો:  ગુજરાતી પ્રકાશકો-વાંચકો: ગઇકાલના ને આજના…

જોકે શ્વેતા અહીંથી રોકાતી નથી તે કંઈક નવું અને મનભાવન બનાવતી રહે છે અને લોકોને ખવરાવતી રહે છે. આ બધુ શ્વેતા કરે છે ઘર-પરિવાર અને સંતાનોની જવાબદારી સાથે. એક ઉંમર બાદ નવું કામ શરૂ કરવું અને તેમાં પોતાની અલગ છાપ ઊભી કરવી આપણે માનીએ તેટલી સહેલી વાત નથી. આથી શ્વેતા એ તમામ લોકો અને ખાસ કરીને મહિલાઓ માટે પ્રેરણાદાયી છે જે નવી દિશા તરફ ડગ માંડવાનું જોખમ લે છે અને સફળતાપૂર્વક તેના પર ચાલે છે.

તમે પણ શ્વેતા મુત્રેજા અગરવાલની રેસિપીઓનો સ્વાદ માણી શકો છો, આ રહી ડિટેલ્સ-

@kookiecakecrumble 98198 44013

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button