ફોકસ: જો અર્થવ્યવસ્થા વધી રહી છે તો રોજગાર કેમ નથી વધી રહ્યા?

-નરેન્દ્ર કુમાર
હાલમાં જ ભારતીય અર્થવ્યવસ્થા દુનિયાની ટોપમોસ્ટ પાંચમા સ્થાનેથી એક પગથિયું ઉપર ચડી ચોથા સ્થાન પર આવી ગઈ છે. આ એક ખૂબ જ મોટી સફળતા છે. આ જ સમયે આપણે જોઈએ તો ભારતનો વાર્ષિક વિકાસ દર પણ દુનિયામાં સૌથી ઝડપી છે. સાલ 2024-25માં ભારતની વાર્ષિક જીડીપી વિકાસ દર 6.5 રહેલ છે. જ્યારે વિશ્વ બેંક અને સંયુક્ત રાષ્ટ્રનું અનુમાન છે કે, ગયા વર્ષે 2025-26માં ભારતનો વિકાસ દર 6.3 રહેશે અને ભારતીય રિઝર્વ બેંકનું અનુમાન 6.5 ટકા વિકાસ દરનો છે. કુલ મળીને ભારતીય અર્થવ્યવસ્થા અત્યારે વૈશ્વિક અર્થવ્યવસ્થાઓના પરિદ્શ્ય સૌથી ઝડપી વિકાસવાળી અર્થવ્યવસ્થા બની છે, તો પણ એવું કયું કારણ છે કે, બેરોજગારીનું સંકટ ઓછું જ નથી થતું? સરકારી આંકડાને આધારિત તો ભારતમાં બેરોજગારી એપ્રિલ 2025માં 5.1 ટકા હતી, પરંતુ સીએમઆઈઈ જેવી પ્રાઈવેટ એજન્સીઓને આધારિત આ દર 8 ટકાથી પણ વધારે છે, જેમાં શહેરોમાં રહેતા પુરુષોનો બેરોજગારીનો દર 17.2 ટકા અને ગ્રામીણ પુરુષોની બેરોજગારી 12.3 ટકા છે. જ્યારે ઓવરઓલ ભારતમાં 15 થી 29 વર્ષના યુવા પુરુષો વચ્ચે બેરોજગારીનો દર 13.08 ટકા અને આ જ ઉંમરની મહિલાઓની પણ 14.4 ટકા છે કે જે બહુ મોટી સમસ્યા છે. સવાલ એ છે કે, જ્યારે ભારતનો વાર્ષિક વિકાસ દર દુનિયામાં સૌથી ઝડપી છે, આર્થિક વિકાસ દર પણ પાંચમા સ્થાનેથી ચોથા સ્થાન પર પહોંચવાની સફર પૂરી કરી છે તો શા માટે બેરોજગારી ઘટી નથી રહી , શા માટે આ બેરોજગારીનું સંકટ આટલું મોટું છે ?
જો ભારતમાં રોજગારનું સંકટ ઘણાં આકરાં કારણોને આધારિત સતત કઠિન થઈ રહ્યું છે, જેમાં સૌથી મોટું કારણ તો દેશમાં વસ્તીનો વધારો થઈ રહ્યો છે. દુનિયાના 8 વિકસિત દેશોમાં જેટલા રોજગાર ઈચ્છનારા યુવકો એક વર્ષમાં તૈયાર થતા હોય તેનાથી બમણા યુવકોને રોજગાર જોઈતું હોય છે. ભારતમાં દર વર્ષે દોઢ થી પોણા બે કરોડ યુવાનો રોજગાર માટે તૈયાર હોય છે,જ્યારે આપણે ત્યાં આખા વર્ષમાં 50 લાખ રોજગાર પણ વિકસિત થતા નથી. વાસ્તવમાં આપણે ત્યાં નોકરી ઈચ્છુકોની સંખ્યા વધારે છે અને નોકરીઓ ઓછી છે. બીજું સૌથી મોટું કારણ કુશળ અને અકુશળ બેરોજગારીની સમસ્યા. ભારતમાં દર વર્ષે નોકરી ઈચ્છુકોની ફોજ તૈયાર થાય છે, એમાંથી 60 થી 70 ટકા એવા યુવાન હોય છે કે જે કોઈપણ ક્ષેત્રમાં પારંગત નથી હોતા. આમ જોઈએ તો તેમને માત્ર રોજગારની જ પડી હોય છે, બીજા શબ્દમાં કહીએ તો તેઓની માત્ર મજૂરની જ લાયકાત હોય છે. જ્યારે દેશમાં દર વર્ષે 40 થી 50 લાખ સુધી અલગ અલગ ટેકનિકલ ક્ષેત્રોમાં રોજગાર ઊભા થાય છે, જેથી આ ક્ષેત્રોમાં કુશળ કામદારોની જરૂર પડતી હોય છે, પરંતુ આપણે ત્યાં તે નથી મળતા.
આ પણ વાંચો: ફોકસ: આધ્યાત્મિક વિરાસત એટલે પુરીની જગન્નાથ રથયાત્રા…
પરંતુ આના સિવાય એવાં કારણો પણ છે જેની પર નીતિગત રીતે નિયંત્રણ થઈ શકે છે. જેમકે દેશમાં ઝડપથી ઓટોમેશન વધી રહ્યું છે, આર્ટિફિશિયલ ઈંટેલીજંસનો ઉપયોગ ખૂબ ઝડપથી લોકોની નોકરી છીનવી રહી છે. વિવિધ કારખાના, બેંકો વગેરેમાં જો પ્રાથમિક સ્તરના કર્મચારી આજ થી દસ વર્ષ પહેલા હતા, જેમકે ટેલિફોન ઓપરેટર, ટાઈપિસ્ટ, ચેક કલેક્ટ કરવાવાળા અને અલગ અલગ દસ્તાવેજોને ચેક કરવાવાળા, રોબોટે આ બધાની જગ્યા લઈ લીધી છે. હવે બેંકમાં કે કોઈ સુપર માર્કેટમાં ટાઈપિસ્ટની જરૂર નથી પડતી, બધું જ ઓટોમેટીક થઈ જાય છે. કોઈ પણ બેંકમાં ચેક લેવા માટે, દસ્તાવેજો પર સહી કરવા માટે હવે કર્મચારીઓ બચ્યા નથી, બધા જ કામ મશીન કરી રહી છે, આ કારણે પણ બેરોજગારી વધી રહી છે. બેરોજગારીનું સૌથી મોટું કારણ એ પણ છે કે, આપણા દેશની જરૂરતથી વધુ જનસંખ્યા ખેતી પર નિર્ભર છે. ભારતની લગભગ 40 થી 50 ટકા જનસંખ્યા આજે પણ ખેતી પર નિર્ભર છે, જ્યારે ઘરેલુ ઉત્પાદનમાં ખેતીનું યોગદાન માત્ર 16 થી 18 ટકાની વચ્ચે જ છે. ખરેખર તો કૃષિમાં જેટલા લોકો કામ કરી રહ્યા છે તેટલા લોકોની જરૂરત પણ નથી. કોઈ કામ ન મળવાને કારણે કે કોઈ મજબૂરીને લીધે આટલી બહોળી સંખ્યોમાં લોકો ખેતીમાં જોડાણા છે.
અહીં બેરોજગારીનું એક મોટું કારણ સ્ત્રીઓ માટે રોજગારના મર્યાદિત અવસરો પણ છે. આજે પણ ભારતની મહિલાઓની માત્ર 20 ટકા રોજગારમાં ભાગીદારી છે, જે વૈશ્વિક સરેરાશને મુકાબલે બહુ ઓછી છે. મહિલાઓ માટે સુરક્ષિત કાર્યસ્થળ, સમાન પગાર અને તકના અભાવને કારણે જેટલા અવસર મળવા જોઈએ તેટલા અવસર મળતા નથી. તદ ઉપરાંત ભારતીય યુવકોમાં સરકારી નોકરી માટે એક ખાસ પ્રકારનું ગાંડપણ છે. મોટા ભાગના યુવક લાંબા સમય સુઘી સરકારી નોકરી માટે પ્રયત્ન કરે છે, જયારે નોકરી મળતી નથી તો કોઈ બીજી નોકરી પણ નથી કરતા. આવી રીતે જ શિક્ષિત યુવાનો બેરોજગારીની ફોજમાં શામેલ થાય છે.
આ પણ વાંચો: ફોકસ : લઘુગ્રહ કેટલા મહત્ત્વના!
ભારતમાં બેરોજગારીનું એક મોટું કારણ આપણા ઔદ્યોગિક વિકાસની ગતિ ધીમી પડવી. ભારતમાં મેન્યુફેકચરિંગ સેક્ટરમાં અપેક્ષિત વૃઘ્ઘિ નથી થઈ. મોટા પાયે કારખાના અને ઉત્પાદન એકમો શરૂ કરવા માટે હંમેશાં રોકાણની અછત રહેતી હોય છે. જરૂરી સરકારી ક્લિયરંસ અને ભ્રષ્ટાચારને કારણે કામમાં મોડું થાય છે. જેને કારણે ખાનગી ઉદ્યોગપતિ ઉદ્યોગ શરૂ કરવામાં સંકોચ અનુભવતા હોય છે. જો ઉત્પાદન ક્ષેત્રને ઝડપથી વધારવામાં આવે અને અનૌપચારિક્તા ક્ષેત્રમાં જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરી આપવામાં આવે તો નિશ્ચિત રૂપમાં દેશમાંથી રોજગારનું સંકટ ઓછું થઈ શકે છે. ફેરીવાળા, દૈનિક મજૂરી કરવાવાળા, ઘરેલુ નોકર વગેરે સૌથી વધારે છે અને તેમને જ વધારે હેરાન કરવામાં આવે છે. નાની
નાની પ્રાઈવેટ નોકરીઓમાં ન તો તેમના માલિક સુરક્ષિત છે ન ત્યાં કામ કરવાવાળા. મોટાભાગના આવા કામગારોને હંમેશાં આ ડર હોય છે કે, આખો મહિનો કામ કર્યા બાદ પગાર મળશે કે નહીં. આ જ કારણે ભારતમાં આર્થિક વિકાસના તમામ અનુકૂળ સંકેત હોવા છતાં પણ બેરોજગારી મોટું સંકટ છે.