ઉત્સવ

મહત્ત્વનું શું… લિગસી બ્રાન્ડ કે બ્રાન્ડ લવ ?

બ્રાન્ડ બનશે બિઝનેસ વધશે -સમીર જોશી

માણસને જયારે વર્ષોનાં વર્ષો સુધી સતત સફળતા મળતી હોય છે ત્યારે સહજ ભાવે એનામાં એક સમજ સ્થાઈ થાય છે કે ‘હું જે કરું છું તે બરોબર છે…’ વેપારમાં આ વાત વધુ જોવા મળે છે અને તે પણ વારસાગત અર્થાત લિગસી ધરાવતા વેપાર અથવા બ્રાન્ડમાં. બ્રાન્ડ જ્યારે લિગસી બ્રાન્ડનો ખિતાબ મેળવે છે અથવા એમ સમજવા લાગે છે કે આપણે લિગસી પ્રાપ્ત કરી લીધી છે ત્યારે તેની સાથે તેના ફાયદા અને ગેરફાયદા પણ આવે છે. લોકોનો વિશ્ર્વાસ, સતત સેલ વધવુ, જેવા ફાયદા છે તો સામે છેડે પોતાની બ્રાન્ડને ટેકન ફોર ગ્રાંટેડ લેવાની ભૂલ પણ ઘણીવાર કરી બેસે છે. જુવો, અમે કેટલાં વર્ષોથી આગળ વધી રહ્યા છીએ તો અમને બધી ખબર છે…. અમને ધંધો કરતાં આવડે છે અને અમે જે માલ બનાવી રહ્યા છીએ -માલ વેચી રહ્યા છીએ , જે કોઈ પણ કેટેગરીમાં અમે છીએ તે બસ છે અમારા માટે અને તેથી બીજું કશું કરવાની જરૂર નથી. ગ્રાહક અમારી પાસે સામેથી આવશે. ટૂંકમાં જે સિસ્ટમથી એ લોકો પોતાની બ્રાન્ડ કે વેપાર ચલાવતા હોય છે તેમાં ફેરફાર કરવા તૈયાર નથી હોતા.

આ વાત આજે કરવાનું કારણ એ કે હાલમાં એક પ્રોજેક્ટ (વારસાગત ટુ વ્હીલર બ્રાન્ડ) પર કામ ચાલુ છે, જેનું વેચાણ આજે પણ અમુક રાજ્યોમાં અને સેગમેન્ટમાં જબરદસ્ત છે. હજુ પણ એ લોકો પ્રથમ સ્થાને છે પણ શું ક્ધઝ્યુમર તે બ્રાન્ડને પ્રેમ કરે છે ખરા? આ પ્રશ્ર્ન એમને સતાવી રહ્યો છે.

બ્રાન્ડની ભાષામાં એક શબ્દ છે ‘બ્રાન્ડ લવ’ અર્થાત્ બ્રાન્ડ પર લોકોનો પ્રેમ હોવો જોઈએ. જયારે બ્રાન્ડ પર પ્રેમ ઊભો થાય છે ત્યારે બ્રાન્ડ જે કહે તે ક્ધઝ્યુમર માન્ય કરશે અને વેચાણ આપોઆપ વધશે. અહીં મુદ્દો તે છે કે આ બ્રાન્ડની લિગસી છે, પણ બ્રાન્ડ લવ નથી. આ સમસ્યા લાંબાગાળાની છે. આજે કદાચ સેલ થાય છે પણ હજુ વધુ કેટલાં વધુ લિગસીના જોરે કઢાશે કહેવું મુશ્કેલ છે.

અમુક વર્ષ પહેલાં લિગસીના જોરે માલ વેચવો ચાલી જાય તેમ હતું, પરંતુ આજના ક્ધઝ્યુમરની
વિચારધારા અલગ છે. એમને માટે લિગસી છેલ્લું પરિબળ હશે પોતાની બ્રાન્ડ પસંદગી માટે, કારણ કે આજે એ વધુ માહિતગાર છે અને નવી ઊભરતી બ્રાન્ડ જે રીતે તેઓને ટાર્ગેટ કરે છે તેનાથી એ પ્રભાવિત છે.

આથી સૌપ્રથમ લિગસી બ્રાન્ડે લવ બ્રાન્ડ બનવા પોતે વર્ષો જૂની બ્રાન્ડ છે તે ભૂલી આજની ઉભરતી બ્રાન્ડ પાસેથી શીખવું પડશે. આનો અર્થ એ કે પોતાને સમય સાથે બદલવા માટે તૈયાર રહેવું પડશે.

પહેલો બદલાવ, પોતાનું નિયંત્રણ છોડી કર્મચારીઓ પર ભરોસો રાખી એમને જોઈતી છૂટ આપવી, જેથી ઝડપી નિર્ણયો અને ઝડપથી આગળ વધી શકાય. યુવા કર્મચારીઓ પાસેથી સૂચનો લઇ તેનો અમલ કરવો.
બીજું, નવી બ્રાન્ડ જોખમો લેતા નથી ડરતી. એ પોતાના ઢાંચામાં રહી કામ નથી કરતી. તે નવી વ્યૂહરચનાઓ, નવા માધ્યમોને અપનાવી પોતાનો રસ્તો કાઢે છે. એ નિષ્ફળતાથી નથી ડરતા, કારણ કે અમણે ગુમાવવાનું કઈ નથી. જો આ માનસિકતા લિગસી બ્રાન્ડ પાસે આવી જાય તો એ પણ પોતાના અનુભવના સહારે આજે પણ લવ્ડ બ્રાન્ડ બની શકે છે.

ત્રીજું, એમનો હેતુ સ્પષ્ટ છે. ક્ધઝ્યુમરને મધ્યમાં રાખી વેપાર કરવો છે અને નહીં કે મારે જે આપવું છે તે ક્ધઝ્યુમર ખરીદેની માનસિકતા. બ્રાન્ડ પાસે શું છે એમાં ક્ધઝ્યુમરને રસ છે અને તેના સહારે બ્રાન્ડની ખરીદી કરશે ‘મારે જે આપવુ છે’ થી ગ્રાહકને જે જોઈએ છે તે આપવાની તૈયારી રાખવી પડશે. નવા ટ્રેંડનો અર્થાત્ ચલણમાં શું છે નો અભ્યાસ અને તે મુજબ પ્રોડક્ટ ડેવેલપમેંટ જરૂરી છે.

લિગસીની વ્યાખ્યા વર્ષોમાં નહીં, પણ તમે નિયમિતપણે નવુ નવુ શું આપી શકો છો તેના પર છે, કારણ કે આજના ટેકનોલોજીના જમાનામાં આજનું ઇનોવેશન કાલે જૂનું થઈ જાય છે,જ્યારે ક્ધઝ્યુમર રોજ નવું નવું માંગે છે. આથી આગળ, નવી બ્રાન્ડ્સ પારદર્શિતા અને અધિકૃતતાને તેમની બ્રાન્ડ ઓળખનો મોટો ભાગ બનાવે છે, ગ્રાહક સાથે મિત્ર બની વાત કરશે અને નહિ કે સલાહકાર , જે મોટાભાગની લિગસી બ્રાન્ડ્સ કરે છે. પોતે ગ્રાહકની સાથે છે અને સમાન છે ની ભૂમિકા અપનાવવી પડશે.

નવી બ્રાન્ડ ફક્ત પ્રાઈઝ નહીં , પણ વધારે શું કરી શકે અર્થાત્ એડેડ વેલ્યૂ કઇ રીતે આપી શકે તે વિચારશે તેથી ક્ધઝ્યુમર જોઈતી કિંમત તેને આપે છે. લિગસી બ્રાન્ડ પોતે વર્ષો જૂની છે અને વિશ્ર્વાસુ છે તેથી તેને વધારે કિંમત આજે ક્ધઝ્યુમર નહિ આપે. વેલ્યુ એડેડની વિચારધારા અપનાવવી પડશે.

આ ઉપરાંત લિગસી બ્રાન્ડ માટે લવ બ્રાન્ડ બનવા ફક્ત સેલ્સ પર ધ્યાન ન આપતા બ્રાન્ડ બિલ્ડ કરવા પર અને કંપનીનું કલ્ચર ડેવલપ કરવા પર જોર આપવુ પડશે. જો બ્રાન્ડ બિલ્ડ થશે તો સેલ્સ આપોઆપ વધશે. તમારા કોમ્યુનિકેશનમાં કેવી રીતે પ્રોડક્ટના ફિચર્સ આજના ક્ધઝ્યુમરના જીવનને રિલેટેડ છે અને મદદરૂપ થશેની સાથે જ્યારે લિગસીની વાત કરશો તો ક્ધઝ્યુમર તમને અપનાવશે. ક્ધઝ્યુમર હંમેશા તેમ વિચારશે કે કોના પર ભરોસો કરવો! મને જે જોઈએ છે ફક્ત તેજ નહી પણ પાછળથી કઈ બ્રાન્ડ અસરકારક સર્વિસ પણ આપશે, મારી લાગણીને સમજશે તે બ્રાન્ડ પર પોતાનો ભરોસો કાયમ કરશે. આથી, લિગસી બ્રાન્ડ બનવા અથવા જો લિગસી બ્રાન્ડ હોય તો એમણે પોતાના ભૂતકાળમાંથી પ્રેરણા લેવી પણ તેને વળગી ના રહેવું, ભવિષ્યમાં આવનારા ટ્રેંડનો અભ્યાસ કરતા રહી ભવિષ્યની રૂપરેખા નિર્માણ કરવી પણ આ બધામાં વર્તમાનને ક્યારેય ન છોડવો. વર્તમાનમાં જે જરૂરી છે તે પ્રમાણે બદલાવ લાવવાની તૈયારી રાખશે તો આજનો ક્ધઝ્યુમર લિગસી બ્રાન્ડને ન ફક્ત અપનાવશે, પણ એને લવ બ્રાન્ડ તરીકે પણ સ્થાપિત કરશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button