ઉત્સવ

સાપ્તાહિક ભવિષ્ય

પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા

તા. ૪-૨-૨૦૨૪ થી તા. ૧૦-૨-૨૦૨૪

ગ્રહગોચર: સૂર્યનારાયણ સમગ્ર સપ્તાહમાં મકર રાશિમાં ભ્રમણ કરે છે. મંગળ મકર રાશિમાં ભ્રમણ કરે છે. બુધ મકર રાશિમાં ભ્રમણ કરે છે. ગુરુ મેષ રાશિમાં ભ્રમણ કરે છે. શુક્ર ધનુમાંથી તા. ૧૨મીએ મકરમાં પ્રવેશે છે. શનિ કુંભ રાશિમાં ભ્રમણ કરે છે. રાહુ મીન રાશિમાં ભ્રમણ કરે છે. ચંદ્ર પ્રારંભે વૃશ્ર્ચિકમાં રહે છે. તા. ૬ઠ્ઠીએ ધનુ રાશિમાં, તા. ૮મીએ મકર રાશિમાં, તા. ૧૦મીએ કુંભ રાશિમાં પ્રવેશે છે.

મેષ (અ, લ, ઈ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારના તેજીના વેપારમાં લાભ થશે. નોકરીમાં તા. ૭, ૮, ૧૦મીએ કામકાજ પૂર્ણ કરવા માટે સફળતા રહેશે. નાણાં આવકની વૃદ્ધિ થશે. લાંબા અંતરનો પ્રવાસ જણાય છે. તા. ૬, ૯, ૧૦મીએ સરકારી અધિકારીનો સહયોગ પ્રાપ્ત થશે. કાર્યક્ષેત્રે મિત્રો, ભાગીદાર ઉપયોગી થશે. મહિલાઓને નવા કારોબારના પ્રારંભ માટે પરિવારજનોનો સહયોગ પ્રાપ્ત થશે. વિદ્યાર્થીઓના અધ્યયનના કામકાજ સફળતાથી પૂર્ણ થશે.

વૃષભ (બ, વ, ઉ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારમાં નવા રોકાણની તકનો ઉપયોગ કરી શકશો. નોકરી માટે તા. ૫, ૮, ૯ અનુકૂળ જણાય છે. નવા કારોબારનો પ્રારંભ થાય. કોર્ટ-કાયદાના પ્રશ્ર્નો હળવા થશે. આયાત-નિકાસના કામકાજમાં પ્રગતિ થશે. મહિલાઓને નોકરીની પ્રવૃત્તિઓમાં સફળતા જણાય. વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસના નિર્ણયો સ્વપ્રયત્ને લઈ શકશે.

મિથુન (ક, છ, ઘ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારમાં નવું રોકાણ તથા નાણાં રોકાણની તક મેળવશો. કુટુંબના સભ્યો નોકરીની પ્રવૃત્તિઓમાં ઉપયોગી થશે. કાર્યક્ષેત્રે તા. ૫, ૬, ૭ નિર્ણયો લેવા માટે શુભ દર્શાવે છે. પ્રવાસ દ્વારા કારોબારના કામકાજ પૂર્ણ થશે. મહિલાઓમાં પરિવારના પ્રસંગો સફળતાથી પૂર્ણ થશે. નોકરીમાં યશ મેળવશો. વિદ્યાર્થીઓને શૈક્ષણિક પ્રવાસ સફળતાથી પૂર્ણ થતો જણાશે.

કર્ક (ડ, હ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારના કામકાજ માટે જરૂરી માર્ગદર્શન મેળવશો. નોકરીમાં સહકાર્યકરો ઉપયોગી થશે. તા. ૬, ૭, ૮મીના કામકાજ એકંદરે સફળ જણાય છે. નાણાં વ્યવહાર સંપન્ન થતા જણાશે. કારોબારની જૂની નાણાં ઉઘરાણીમાં સફળતા જણાશે. મહિલાઓને પરિવારના પ્રસંગોમાં પતિનો સહયોગ, વડીલોનો સહયોગ પ્રાપ્ત થતો જણાશે. વિદ્યાર્થીઓ નબળા વિષયોમાં જરૂરી માર્ગદર્શન પ્રાપ્ત કરશે.

સિંહ (મ, ટ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજાર માટે નવા નાણાં રોકાણની તક મેળવશો. નોકરીના હસ્તગત કાર્યોમાં પરિવર્તનો જણાય છે. તા. ૮, ૯, ૧૦ની પ્રવૃત્તિઓ યશસ્વી પુરવાર થશે. રાજકીય જાહેર જીવનની પ્રવૃત્તિમાં યશ મેળવશો. કારોબારમાં જૂના આર્થિક વ્યવહારો પૂર્ણ કરી શકશો. મહિલાઓ આ સપ્તાહમાં મિત્રો સાથેના વ્યવહારમાં સુખદ અનુભવ કરશે. વિદ્યાર્થીઓનો અભ્યાસ અર્થે પ્રવાસ સફળ પુરવાર થશે.

ક્ધયા (પ, ઠ, ણ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારમાં દૈનિક તથા સાપ્તાહિક વેપાર સફળતાથી પૂર્ણ થાય. નવી નોકરીનો પ્રારંભ શક્ય જણાય છે. તા. ૪, ૫, ૧૦ના નિર્ણયો કાર્યક્ષેત્રે યશસ્વી પુરવાર થશે. કિંમતી ચીજો, સ્થાવર મિલકતના નિર્ણયો લઈ શકશો. સંતાન કારોબારમાં સામેલ થશે. પ્રવાસ દ્વારા મહિલાઓના પ્રાસંગિક જવાબદારીના કામકાજ સંપન્ન થાય. વિદ્યાર્થીઓ આ સપ્તાહમાં જરૂરી વાંચન, સાહિત્ય પ્રાપ્ત કરશે

તુલા (ર, ત): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારમાં નવા નાણાં રોકાણ માટે અનુકૂળ તક મેળવશો. નોકરીના હસ્તગત કામકાજમાં પરિવર્તનો જણાય છે. તા. ૬, ૭, ૮ ધાર્યા મુજબ સફળતા દર્શાવે છે. નાણાંની આવકની વૃદ્ધિ થશે. કિંમતી ચીજો, વાહન, ઈત્યાદિની ખરીદી માટે સપ્તાહના ગોચરયોગો શુભ જણાય છે. મહિલાઓને નોકરી માટે યશસ્વી તક પ્રાપ્ત થતી જણાશે. વિદ્યાર્થીઓને શિક્ષકનો સહયોગ પ્રાપ્ત થશે.

વૃશ્ર્ચિક (ન, ય): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારમાં ગેરદોરવણી શક્ય હોઈ સાવધાની દાખવવી જરૂરી છે. નોકરીના આ સપ્તાહના કામકાજ તા. ૫, ૭, ૯મીએ સફળતાથી પૂર્ણ થતાં જણાશે. પ્રવાસ દ્વારા આ સપ્તાહમાં કારોબારના નાણાં ઉઘરાણીના કામકાજ પૂર્ણ થશે. મહિલાઓના પ્રાસંગિક જવાબદારના કામકાજ પણ સંપન્ન થતાં જણાશે. વિદ્યાર્થીઓ માટે આ સપ્તાહની પ્રવૃત્તિઓ સફળતાસૂચક જણાય છે.

ધનુ (ભ, ધ, ફ, ઢ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારમાં નવું રોકાણ અને દૈનિક સાપ્તાહિક વેપાર સફળ બની રહેશે. નોકરીના જૂનાં અધૂરાં કામકાજ સરળતાથી પૂર્ણ થશે. તા. ૭, ૮, ૧૦ના નિર્ણયો એકંદરે યશસ્વી પુરવાર થશે. કાર્યક્ષેત્રે નાણાં આવકની વૃદ્ધિ થશે. મિત્રો સાથેના આર્થિક વ્યવહાર સંપન્ન થશે. મહિલાઓને કાર્યક્ષેત્રે સફળતા અનુભવાય. વિદ્યાર્થીઓને શાળા-કોલેજના અભ્યાસમાં પ્રગતિનો અનુભવ થશે.

મકર (ખ.જ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારમાં લેવેંચનો વેપાર લાભદાયી પુરવાર થશે. નોકરીના જરૂરી કામકાજ સંપન્ન થશે. તા. ૪, ૫, ૯, ૧૦ શુભ પુરવાર થશે. મિલકતના આર્થિક વ્યવહારો આ સપ્તાહમાં સફળતાથી પૂર્ણ થશે. રાજકારણ તથા જાહેરજીવનની પ્રવૃત્તિમાં યશ મેળવશો. મહિલાઓને પરિવારજનોમાં યશસ્વીપણું અનુભવાય. વિદ્યાર્થીઓને શિક્ષકનો સહયોગ પ્રાપ્ત થશે.

કુંભ (ગ, શ, સ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારમાં અપેક્ષિત આર્થિક વ્યવહાર સપ્તાહમાં પૂર્ણ થઈ શકશે. નોકરીના અધિકારીનો સહયોગ પ્રાપ્ત થાય. કુટુંબના સભ્યો સાથેના આર્થિક વ્યવહાર પૂર્ણ થશે. રાજકીય પ્રવૃત્તિઓમાં કાળજી લેવી જરૂરી છે. અર્થવ્યવસ્થા સક્ષમ, સમર્થ પુરવાર થશે. મિત્રોમાં આ સપ્તાહમાં મહિલાઓને યશસ્વી અનુભવ થાય. પ્રવાસ દ્વારા વિદ્યાર્થીઓના શૈક્ષણિક કામકાજ સફળ થશે.

મીન (દ, ચ, ઝ, થ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારમાં નવા રોકાણ અને દૈનિક સાપ્તાહિક વેપાર માટે અનુકૂળ તકો મેળવશો. નોકરીમાં સહકાર્યકરો ઉપયોગી થશે. કારોબારની નાણાં આવકની વૃદ્ધિ થશે. પરિવારજનોથી ધાર્યા મુજબનો નાણાં લાભ પ્રાપ્ત થશે. નવા કારોબારનો પ્રારંભ થાય. મહિલાઓને સ્વજનો તરફથી નિજી પ્રવૃત્તિઓમાં પ્રોત્સાહન, મદદ પ્રાપ્ત થશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો