ઉત્સવ

ટૅક વ્યૂહ: મોજ-મસ્તીની સાથે જ્ઞાનનો પટારો ખોલતી વેબસાઈટ્સ

-વિરલ રાઠોડ

મોબાઈલની સામગ્રીથી લઈને AI સુધી મલ્ટિમીડિયા, ડોક્યુમેન્ટ અને સ્લાઈડ શોની અદ્ભુત દુનિયામાં ડોકિયું…

વરસાદી માહોલમાં પ્રકૃતિ ચારેય બાજુથી ખીલી ઊઠે છે. કુદરતનાં આવાં લીલાછમ રૂપને કેમેરામાં કેદ કરીને દરેકે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કર્યા જ હશે. ચોમાસામાં તબિયતની સાથે ગેઝેટ્સને પણ સાચવવા પડે. આવા ગેઝેટ્સ, મોબાઈલની એપ્લિકેશન અને એક જ પ્રકારના ડિજિટલ પ્લેટફોર્મથી કંટાળ્યા હોવ તો આ ભીનાશની ઋતુમાં આનંદની સાથે અજ્ઞાન દૂર કરતી કેટલીક મસ્ત વેબસાઈટ મૂડ બદલી શકે છે.

મોબાઈલમાં સેટ કરવા માટેની રિંગટોન્સથી મીમ્સ સુધી અને મોબાઈલ સ્ટફની તમામ વસ્તુ AI સહિત નોલેજની નગરી સુધી બધુ જ મોબાઈલ સ્ક્રિન પર જોવા-જાણવા મળશે. એપ્લિકેશનની અઢળક સામગ્રી ફોનમાં ઠલવાયા બાદ વેબસાઈટની દુનિયા થોડી હાંસિયામાં ખસી ગઈ એ પણ હકીકત છે. એપ્લિકેશન ઈન્સ્ટોલ કર્યા વગર માત્ર વેબપેજના સહારે મોજ કરાવતી વેબસાઈટની દુનિયામાં ડોકિયું કરતાં જ મન ડૂબી જશે.

આ પણ વાંચો: ટૅક વ્યૂહ : પ્રીમિયમ એકાઉન્ટ: ચાર્જિસ ભલે ચૂકવો, પણ ચીટિંગથી સાવધાન!

આની શરૂઆત કરીએ ગેમ્સથી. ગેમ રમવી કોને ન ગમે? એમાં પણ મગજને દોડાવ્યા વગર માત્ર આંગળીઓ ફેરવવાની એવી ગેમ રમવા મળે તો જલસો પડી જાય. ટેમ્પલ રનથી લઈને સબવે સર્ફર સુધીની તમામ પોપ્યુલર ગેમ્સ એક જ સ્ક્રિન પર. જે રમવી હોય એ ક્લિક કરો એટલે સ્ક્રિન પ્લેગ્રાઉન્ડમાં બદલી જાય. આ વેબસાઈટ એટલે પોકી ડોટકોમ. (poki.com)

તમારી પાસે કોઈ કલા, ટેલેન્ટ, પોએટ્રી, લેખન, વોઈસ, પઠન અને કંઈક એવી યુનિક કળા છે, જે દુનિયા સમક્ષ મૂકીને કામ લેવા માગો છો. જેમાં તમારી કલાના ઝોન પ્રમાણે ટાર્ગેટ ઓડિયન્સ મળી રહેશે.

માની લો કે, તમને ગિટાર સારું વગાડતા આવડે છે, પણ મ્યુઝિકલ કોઈ કોમ્યુનિટી મળતી નથી. ‘વાવ ટેલેન્ટ’

(wowtalent.live) પર પહોંચી જાવ. લોગઈન કે રજીસ્ટ્રેશનની માથાકુટ વગર માત્ર એક મોબાઈલ નંબરથી એન્ટ્રી મળી જશે. પછી રીલ્સ સાઈઝના વીડિયો બનાવો, અપલોડ કરો અને તમારી કોમ્યુનિટી તૈયાર. આ સિવાય બીજાની કોમ્યુનિટીમાં જોઈન થઈ તમારું કામ પણ બતાવી શકો છો. કોમ્યુનિટીના સભ્યો કોઈ લાઈવ કરશે તો એ તમારો સંપર્ક કરીને તમને એડ કરશે. હા, આ એપ્લિકેશન માત્ર વીડિયો જોવાના પણ પોઈન્ટ આપે છે. જે પોઈન્ટથી તમને સરપ્રાઈસ એક્સેસ મળે છે.

આ પણ વાંચો: ટૅક વ્યૂહ : ક્લાઉડ સ્ટોરેજની હરીફાઈ…ફાયદો અંતે આપણો જ છે!

ઓનલાઈન પ્લેટફોર્મથી ક્નેક્ટ થઈ ઘણાને ઓફલાઈન પ્રોગ્રામ પણ મળ્યા છે. રસપ્રદ અને રોચક ઈતિહાસ જાણવામાં રસ હોય પણ વાંચવાનો કંટાળો આવતો હોય એવું બને. હવે આ ઈતિહાસની સત્તાવાર, શ્રેષ્ઠ અને બેસ્ટ ફોટો ગેલેરી જોવા મળે તો? પ્રથમ વિશ્વયુદ્ધથી લઈને હડપ્પા સંસ્કૃતિ સુધી, સિંધુખીણથી લઈને અજંતા ઈલોરાની ગુફા સુધી, રોમના પ્રથમ ઓડિટોરિયમથી લઈને રણમાં થયેલા લોહિયાળ યુદ્ધ સુધીની તમામ ઐતિહાસિક કથા જોવા મળશે. હિસ્ટ્રી ફોર કિડ્સ (historyforkids.net)ં પર…

નામ ભલે કિડ્સ રહ્યું, પણ ભલભલા ઈતિહાસના જાણકારોને આંચકો અપાવે એવી મસ્ત સાઈટ. ફોટો, ટેક્સ, વીડિયો, ગેલેરી અને એમાં પણ વ્યક્તિ વિશેષ.. સદીઓ જૂના ફોટોગ્રાફ અને ભીંતચિત્રોથી લઈ જે તે રાષ્ટ્રની હાલની સ્થિતિ સુધીનો માસ્ટરપીસ ડેટાબેઝ અહીં મળશે. સાઈટ ભલે કિડ્સને ધ્યાને રાખીને બનાવી પણ અંદરની સંદર્ભ સામગ્રી અજ્ઞાનતાના ખાલી ખૂણાને જ્ઞાનની ગંગાથી ભરી શકે. ખાસ જોજો.

આ પણ વાંચો: ટૅક વ્યૂહ : ફ્લાઈટ રડાર ટેકનોલોજી કરાવે છે આકાશી નક્શામાં વિહંગાવલોકન…

હાઈરિઝોલ્યુશન વોલપેપર, રિંગટોન્સ, મસ્તમજાની હલકી-ફૂલકી એપીકે ફાઈલ, થીમ, ડેટા, મીમ્સ અને મોબાઈલમાંથી બીજાને શેર કરી શકાય એવી ઢગલાબંધ સામગ્રી મફતમાં આપતી સાઈટ એટલે મોબાઈલ24 ( mobiles24.co) .

આમ તો આ વેબસાઈટ ઘણી જૂની છે. સમયાંતરે એમાં અપડેટ થતું સ્ટફ એકવાર ડાઉનલોડ કરવા મજબૂર કરી દેશે. ગેમથી લઈને ગેઝેટ સુધીના રેટિંગ પણ જોઈ શકશો. એનિમેશનથી લઈને જરૂરી એપ્લિકેશન સુધી બધુ જ ફ્રી.તમારે શેર કરવું હોય તો કોમ્યુનિટી પણ આપશે. એમાં પણ સારા રેટિંગ મળશે તો હોમપેજ પર નામ સાથે સ્થાન આપી દેશે. ફ્રી સાઈટ છે એટલે રેટિંગ સિવાય બીજું કઈ માગશે નહીં અને આપશે પણ નહીં. ફોન ભલે ગમે એટલો જૂનો હોય પણ આ વેબસાઈટનું સ્ટફ એને મોર્ડન અને નવો બનાવી દેશે. આ સિવાય Zedge પણ જોવાજેવી ખરા.

હિન્દી શેર- શાયરી અને ગઝલમાં રસ-રુચી હોય અને મહેફિલ જેવો માહોલ સ્ક્રિન પર માણવો હોય તો પહોંચી જાવ હિન્દવી (hindwi.org) પર. કવિ કે લેખકના નામ ખબર હશે તો તો સોને પે સુહાગા જેવો ફાયદો. નહીં ખબર હોય તો પણ હિન્દીની શુદ્ધતા, શબ્દો અને સાહિત્યની ઊંડાઈ વાંચીને જલસો પડી જવાનો. એકથી એક ચડિયાતી વાર્તા, ગઝલ અને કવિતાનો શાબ્દિક અન્નકુટ સમજી લો. હિન્દી લખતા કે હિન્દીમાં ગઝલ કરતા ફાવતું હોય તો રચનાની સ્વીકૃતિ પણ કરશે. આ માટે ખાસ ઝોન છે. પસંદ પામેલી કૃતિને પહેલા પાને સ્થાન આપે છે. તો હિન્દીનું ગ્રામર જાણીને અહીં લખવાનું શરૂ કરી શકો.

આ પણ વાંચો: ટૅક વ્યૂહ : આ ફ્લાઈટ દુર્ઘટનાને કઈ રીતે ઉકેલશે ‘એર ક્રેશ ડિટેક્ટિવ’ ટીમ?

આજ રીતે, સંગીતના બેઝિક શીખવા હોય અને પાયો મજબૂત કરવો હોય તો સૂરનું નોલેજ હોવું જરૂરી છે. સૂરના મૂળાક્ષરથી વાકેફ કરાવશે musicca.com ઓનલાઈન પિયાનોથી લઈને એકથી એક મસ્ત વાંજિત્રો શીખવી દેશે. બસ, પ્રેક્ટિસ જરૂરી છે.

આઉટ ઓફ ધ બોક્સ

સૌથી વધારે જોવાતું વીડિયો પ્લેટફોર્મ ‘યુટ્યૂબ’ છે. એ પણ વેબસાઈટ પર. આ વેબસાઈટ કે એની એપ્લિકેશન ટ્રાવેલિંગ વખતે સૌથી વધારે જોવાય છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button