શું હિંસા પરમ ધર્મ છે ફિલ્મોનો?

વિજય આનંદ – દેવા આનંદ
આજે આટલું જ – શોભિત દેસાઈ
મહાવીર અહિંસાના બહુ મોટા સમર્થક તો ખરા જ ખરા. પણ એમના ય પહેલા સંસ્કૃતમાં સૂત્ર તો આવી જ ગયું હતું अहिंसा परमो धर्म: એ સાવ અલગ જ વાત છે કે છેલ્લાં કેટલાંય વરસોથી મોહનદાસ કરમચંદ ગાંધીનો પણ આ મુસદ્દો ટલ્લે ચઢાવી દેવાયો છે એ ય તમે જાણો છો.
જિંદગી દરમ્યાન કેટલા ઉપવાસ કર્યા હશે નોઆખલી ઈ. ની હિંસાઓ બંધ કરાવવા પણ બંધ થાય તો હિંદુ-મુસલમાન શાના! પોતે થાક્યા ને કાપાકાપી બંધ કરીને એનું અષ્ટમ પષ્ટમ શ્રેય લાગતા વળગતાંઓએ આપ્યું એ અલગ વાત છે. એક TOP શેર તમને સંભળાવું ભાંગ્યું ભાંગ્યું તો ય ભરૂચ પર. એટલે કે મોકગાં પર…
ગાંધી! નિષ્ફળ તું ગયો છે એટલે-
ફક્ત તું અપવાદ છે, વ્યાપક નથી.
પણ એમ સાવ એના પર કશુંક negative વદીને આગળ વધાય એવું તો એ જીવન ન્હોતું જ ન્હોતું…
તું એકલો છે, બની જઈશ આખી સેના તું
અશક્ત, રાંક પ્રજાઓનું બળ બની તો જો!
એટલે ટૂંકમાં કહું તો વાત એમ છે કે movies, pictures, ચલચિત્રો, ફિલ્મો છેલ્લાં સો વરસની અને ખાસ કરીને છેલ્લાં ત્રીસ વરસની તપાસીએ તો હવે अहिंसा परमो धर्म: તરફ shift થવાનો time આવી ગયો છે. લગભગ બધી ફિલ્મોમાં શરૂ થઈ 5-7 મિનિટથી અને હવે તો લગભગ 40% ફિલ્મ મારામારી પચાવી પાડે છે. અને આજે આ લખતી વેળાએ અમને હજી 30-35 વરસ પહેલાંની ફિલ્મો યાદ આવે છે.
એક માત્ર સફેદ ધોતી-ઝભ્ભા અને ખેસમાં ભલભલા રંગોને બેરંગ કરી નાંખતો `અમર પ્રેમ’નો રાજેશ ખન્ના કે મુફલીસીને ખરા અર્થમાં મુકતો `પ્યાસા’નો ગુરુદત્ત કે ભગવા- સફેદ- રંગબેરંગી વસ્ત્રોને એકસરખી નાજુકાઈથી દિપાવતો `ગાઈડ’નો દેવ આનંદ. જવા દો… LIST બહુ લાંબું છે… અને એક હાથ ઉગામ્યા વગર આ બધાના rolesમાં જાન રેડતી વિજય આનંદ જેવા દિગ્દર્શકની કાબેલિયત. સાવ સીમિત છે મારી બુદ્ધિ ફિલ્મોની બાબતમાં. પણ મારા મત પ્રમાણે `ગોડફાધર’ના ફ્રાન્સિસ ફોર્ડ કપોલાથી માંડીને `મુન્નાભાઈ’ ઈ.ના makers સુધીની પૂરી તવારિખમાં all time greatest director વિજય આનંદ.
એક જ director આટલો બહુ આયામી, બહુરંગી કઈ રીતે હોઈ શકે! SUSPENSE: તિસરી મંઝીલ અને જ્વેલ થીફ PURE CLASSICAL: તેરે મેરે સપને GRAND COMMERCIALLY SUCCESSFUL: જ્હોની મેરા નામ AND ALL TIME GREATEST : ગાઈડ. તમને તમારા અલગ મંતવ્ય બદલ મુબારકબાદી તો ખરી જ ખરી. પણ romance એટલે તો Vijay Anandની ઈજારાશાહી. દાખલા તરીકે
રાજુ ગાઈડ: કલ તક તુમ લગતી થી ચાલીસ સાલકી ઔરત જો જવાની કી હર ખુશી, હર ઉમંગ, હર ઉમ્મીદ પ્રેમ કે રાસ્તે મેં ખો બૈઠી થી… ઔર આજ લગતી હો સોલહ સાલ કી બચ્ચી… ભોલી, નાદાન ઔર બચ્ચોં કી શરારત સે ભરપૂર
રોઝી: સચ? તો ફિર…
કાંટો સે ખીંચ કે યે આંચલ તોડ કે બંધન બાંધી પાયલ કોઈ ન રોકો મેરે દિલ કી ઉડાન કો, દિલ ઓ ચલા આહાહા…આહાહા આજ ફિર જીને કી તમન્ના હૈ, આજ ફિર મરને કા ઈરાદા હૈ.
આજે જ લખવું’તું પણ આવતા રવિવારે તમારી બધાની સાથે મહા Romantic દેવ આનંદની જન્મ શતાબ્દી ઉજવવી છે. નાત જાત ભાત તારી કોઈ પણ હજો… તૈયાર થઈ જજો… આજે તો એક ટે્રલર તો તમને ચખાડું!!!
હેમા: (હિરા ગણીને) યે તો પૂરે હૈં!
દેવ: પૂરે નહીં હોંગે તો ક્યા આપને હમે ચોર સમઝ કે રખ્ખા હૈ?!
હેમા: અંદાઝા લગા સકતે હો ઈસકી કિંમત ક્યાં હોગી?
દેવ: યહી કુછ સત્તર-અસ્સી લાખ સે ઉપર…
હેમા: ઈતને સબ રુપયોં કે હીરે દેખકર ભી તુમ્હારી નિયત નહીં ડોલી?
દેવ: આપ જ્હોની કો નહીં જાનતી… વો બૂરે કામ તો ઝરુર કરતા હૈ લેકિન ઈમાન કે સાથ…એ બાત ઔર હૈ અગર પહલે સે માલૂમ હોતા તો યહી કામ કે લીયે પચ્ચાસ હઝાર માંગતા ઔર લેતા… લેકીન કોઈ અફસોસ નહીં… પાંચ હઝાર મિલ ગયે, આપકે દર્શન હો ગયે… બાત પૂરે કરોડ રુપયે કી હૈ…
આજે આટલું જ…



