વલો કચ્છ : કળા ને પરંપરાનો સંગમ એટલે કચ્છ…

- ડૉ. પૂર્વી ગોસ્વામી
કચ્છ, ગુજરાતના પશ્ચિમ તટે વસેલું એક વિશાળભૂમિ ધરાવતો પ્રદેશ, જે પોતાના વૈવિધ્યસભર ભૂગોળ, સંસ્કૃતિ અને કળાત્મક વારસાથી સમૃદ્ધ છે. અહીંના રણમાં વસેલા સમાજોએ પોતાની રોજિંદી મથામણ, ખમીરી, ધાર્મિકતા અને દિલેરીના આધારે એવી કળાઓ સર્જી છે કે તેના જેવું કોઈ બીજુ ઉદાહરણ ગુજરાતમાં ભાગ્યે જોવા મળે.
આવા કચ્છ માટે, ખાસ કરીને જ્યારે તેનું વારસાગત ઐતિહાસિક અને લોકસાંસ્કૃતિક બાબતો વિસ્મૃત થવા પર હોય, ત્યારે કોઈ બહારની વ્યક્તિ કે સંસ્થા એ વારસાને સાચવી દસ્તાવેજીકૃત કરવા નાનકડું પગલું પણ ભરે તો એની કૃતજ્ઞતા દર્શાવવી એ કચ્છવાસીઓની નૈતિક ફરજ બની જાય છે.
આવી એક વિશિષ્ટ યાત્રા કરી છે શ્રી રમણીકભાઈ ઝાપડિયા અને તેમની સંસ્થા કલાતીર્થ ટ્રસ્ટની. જે સુરતથી ઊભી થયેલી સંસ્થા હોવા છતાં, કચ્છના લોકજીવન અને લોકકળાને ઉજાગર કરતાં અભ્યાસપૂર્ણ સુંદર પ્રકાશનો દ્વારા કળા જગત સમક્ષ કચ્છને રજૂ કરે છે.
હમણાં થોડા સમય પહેલા જ વિચાર આવેલો કે કલા તીર્થના ઘણા પ્રકાશન ગ્રંથો કચ્છ પર તૈયાર કરાયા છે. કચ્છનું વૈવિધ્ય તો આમેય અભ્યાસનો મુદ્દો બનવા સક્ષમ છે પણ સાથેસાથે રમણીકભાઈ જેવા અભ્યાસુઓ પણ પ્રમુખતા ધરાવે છે. કચ્છ માટેનો એમનો અભિગમ એક કુતુહલસભર ખજાનાની શોધ જેવો છે.
દરિયામાં જેમ મરજીવા છેક તળિયે પહોંચી મોતી શોધી લાવે છે તેમ રમણીકભાઈ પણ કચ્છની અવગણાયેલી વારસાગત કળાઓમાં છુપાયેલું સોનેરી તત્ત્વ શોધી કાઢે છે. તેમનો તાજેતરનો 28મો ગ્રંથ ‘કચ્છના આહીરોનું ભરતકામ’ એ વાતની સાક્ષી પૂરે છે. અહીં વાત માત્ર ‘સૌંદર્યના રસની’ નથી, પણ ‘સમાજના મૂલ્યની’ પણ છે. આહીર સમાજના ભરતકામની અંદર છુપાયેલી ધાર્મિકતા, ભક્તિભાવ, પ્રતીકાત્મકતા અને પૌરાણિકતા જેવી પરતોને શબ્દો અને તસવીરોથી વ્યક્ત કરી છે.
કલાતીર્થ સંસ્થા દ્વારા અત્યાર સુધી પ્રકાશિત થયેલા કલાગંગોત્રી શ્રેણીના 27+ ગ્રંથોમાંથી અનેક ગ્રંથો કચ્છના વિવિધ પાસાં લોકો, કસબો, સ્થાપત્યો અને જીવનશૈલી પર આધારિત છે. આ દસ્તાવેજીકરણ કચ્છના માટે એક ધાર્મિક ગ્રંથ જેવું મૂલ્ય ધરાવે છે.
વિશેષ એ છે કે આ સેવા કોઈ નાણાકીય લાભ કે પ્રતિષ્ઠાની શોધમાં થતી પ્રવૃત્તિ નથી પણ કલા અને સંસ્કૃતિના તીર્થમાં નિર્વિધ ભક્તિભાવથી કરાતી યાત્રા છે.
આપણે પ્રદેશવાસીઓ ઘણીવાર અંદરથી મોટુંમોટું વિચારી પોતાની વાત જ કરીએ છીએ પણ ક્યારેક બહારથી આવી વ્યક્તિ આપણા અંગે અભ્યાસપૂર્વક પ્રેમ દર્શાવ્યો હોય તો યથાર્થ મૂલ્યાંકન અવસર પણ ક્યારેક આંખો ઉઘાડવા કામ લાગી જાય છે.
કલા તીર્થનું દસ્તાવેજીકરણ કર્યું આપણી આવનારી પેઢી માટે શૈક્ષણિક, દૃષ્ટિગત અને સાંસ્કૃતિક સ્તરે પાચક ભાથું સાબિત થશે. અંતે, કચ્છના અનાદિ શૂન્યમાં શબ્દો ભરી પ્રત્યેક ઘરસભ્ય કસબને કથામાં ફેરવવું એ કલામર્મીનું કામ છે અને રમણીકભાઈએ એ કાર્ય નિ:શબ્દપણે સાકાર કર્યું છે.
ભાવાનુવાદ: કચ્છ, ગુજરાત જે આથમણી કોર તે વસલ વિશાડ઼ભૂમિ આય જુકો પિંઢજી આઉગી સંસ્કૃતિ ને કલાસે ભરલ ઉજરે વારસેથી સમૃદ્ધ આય. હિત જે રિણમેં વસંધી કોમ પિંઢજી રોજજી મથામણું, ખમીરી, ધાર્મિકતા ને ધિલેરીજે લીધેં ઍડ઼ી કલાએંજો સર્જન ક્યો અયો ક જેંજો બ્યો જોટો જડ઼ે તીં નાય. ઍડ઼ે કચ્છ જે માટે ખાસ કરેને જેર વારસો ક ઇતિહાસજી ક સાંસ્કૃતિજી ભુલાંધે વેંધે મુધે તે કોક બારજો વ્યક્તિ ક સંસ્થા સાચવેલા જેમથ કરે ત પાં કચ્છવાસીએંજી નૈતિક ફરજ થિએતી ક છાબાશી ડીયું.
ઍડ઼ી જ હિકડ઼ી વિશિષ્ટ જાત્રા કેં આય શ્રી રમણીકભાઈ ઝાપડિયા ને ઇનીજી સંસ્થા કલાતીર્થ ટ્રસ્ટ. જુકો સુરતજી હૂંધે છતાં કચ્છજે લોકજીયણ ને લોકકલાકે ઉજાગર કરીંધલ અભ્યાસપૂર્ણ પ્રકાશન ભરાં કલા જગતમેં સજે કચ્છજી છાપ ઊભી ક્યોં અયોં. હેવર થોડા ડીં પેલા જ વિચાર આયો તે ક કલા તીર્થજા ઘણે પ્રકાશન કચ્છ તે તૈયાર થ્યા ઐં. કચ્છજો વૈવિધ્ય ત હૂંઇ અભ્યાસજો મુધો ભનેલા સક્ષમ આય પણ ભેરંઇભેર રમણીકભા જેડ઼ા અભ્યાસુ પણ પિંઢજો માન ધરાઇયેંતા.
આ પણ વાંચો ઊડતી વાત : અમે ભીખ માગવાનો શા માટે કોર્સ જોઇન કર્યો?
કચ્છ લા ઇનીજો અભિગમ હિકડ઼ે ખજાનેજી શોધ જેડ઼ો આય. ધરિયેમેં જીં મરજીવા તરીયે વિઞીનેં મોતી લજી અચેંતા તીં રમણીકભા જેડ઼ા કલામર્મી કચ્છજી ભુલાંધી વેંધી વારસાગત કલાએંજો તતભ ખોજી અચેંતા. ઇનીજો હેવરજો 28મો ગ્રંથ ‘કચ્છના આહીરોનું ભરતકામ’ હિન ગ઼ાલજી સાક્ષી પૂરેતો.
ભલે હી અનુવાધ કાર્ય આય પ વાચક વર્ગ આઉગો ને કલા સાધક આય ઇતરે અભ્યાસજી કલા સાધના કિઇક સુધી પુજી સગંધી. હિત ગ઼ાલ ખાલી ‘સૌંદર્ય રસજી નાય પ સમાજજે મૂલ્યજી પણ આય. આહીર સમાજજો ભરતકમ જેંમેં ધાર્મિકતા, ભક્તિભાવ, પ્રતીકાત્મકતા ને પૌરાણિકતા જેડ઼ી પરતુંજો સબધ ને ફોટેસેં વતાયમેં આવૈ આય.
હેવર સુધી મેં કલાતીર્થ સંસ્થા કલાગંગોત્રી શ્રેણીમેં 27 ગ્રંથેજો પ્રકાશન કેં આય જેમેં કચ્છજા વિવિધ પાસાં લોક, કસબ ને જીવનશૈલી તે આધારિત ગ્રન્થ પાંકે જુડ઼્યા ઐં. અને રમણી ભા હી કમ નાણાકીય લાભ ક પ્રતિષ્ઠાલા ન પ કલા જે સંવર્ધન લા કરીંયેંતા. ઇનીકે જજી જજી વધાઇયું.