ઉત્સવ

વલો કચ્છ : દુલેરાય કારાણી: કચ્છના લોકસાહિત્યના અમર રત્ન

-ડૉ. પૂર્વી ગોસ્વામી

ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા કચ્છી ભાષા માટે મને યુવા ગૌરવ પુરસ્કાર જાહેર થયા સોંત અભિનંદનની હારમાળાઓમાં મુંબઈથી એક અલાયદો ફોન એવો આવ્યો, વડીલ શ્રી પ્રવીણભાઈ વીરાનો. એમણે સન્માન બદલ પોતાની ખુશી વ્યક્ત કરી ગદગદિત કરી દીધા. ખેર, એ વાતનો દોર તો લાંબો ચાલ્યો પણ પુસ્તકોની વાત કરતાં તેઓ બોલ્યા, દીકરી! તને ડો કાંતિ ગોર અને રવિ પેથાણી દ્વારા સંપાદિત કરેલ ‘દુલેરાય કારાણી સાહિત્ય વૈભવ ગ્રંથ’ કુરિયર કરું? આમેય દુલેરાયબાપાની તિથિ આવે છે. સાંભળતા વેંત જ કચ્છના મેઘાણી તરીકે ઓળખાતા બાપા વિષે લખવા મન પ્રેરાયું.

કચ્છની માવજત, સંસ્કૃતિ અને લોકસાહિત્યની અનોખી મોસમોમાં પોતાનો જેઠવાળો પ્રભાવ મૂકી, દુલેરાય કારાણી કચ્છના ગૌરવ બનીને રહ્યા. કચ્છી સાહિત્ય અને લોકસાહિત્યના રસનો અમૃત વરસાદ વરસાવી જનારા કારાણીબાપા 26 ફેબ્રુઆરી 1989ના રોજ વિદાય લઈને સાહિત્યની રસધારમાંથી ખુદ વહી ગયા. તે સમયના કચ્છના લોકસાહિત્યની એક સ્ફુરણાપૂર્ણ યાત્રાને જાણે પૂર્ણ કરી ગયા!

કચ્છ જિલ્લાના મુંદ્રા ગામમાં 26 ફેબ્રુઆરી 1896ના રોજ તેમનો જન્મ. દસમા ધોરણ સુધીના અભ્યાસને પૂર્ણ કર્યા પછી, તેઓએ પ્રાથમિક શિક્ષક તરીકે કારકિર્દી શરૂ કરી. પરંતુ તેમનો મન તો કાવ્ય અને સાહિત્યના દરિયામાં તરતો રહ્યો. જ્યારે પણ રાત્રે અનુકૂળ તક મળી, તેમણે ઉર્દૂ, અંગ્રેજી, સિંધિ, ફારસી અને વ્રજ જેવી ભાષાઓનો અભ્યાસ કરવાનું શરૂ કર્યું. મૌલિક અને ગહન વાંચનના આ અવસરોએ તેમની અંદર સાહિત્યનું તેજસ્વી તત્ત્વ ઊભું કરી દીધું.

લોકસાહિત્ય એ માનવજાતિની મૂળભૂત પરંપરાઓ, સંસ્કૃતિ અને વિચારધારાઓનું સંકલન છે. દુલેરાય કારાણી માટે, આ પ્રાચીન પરંપરાઓને તપાસવું અને તેમને લેખિત સ્વરૂપમાં લાવવું એ તેમનો હેતુ હશે જાણે! જ્યાં તેમણે લોકકથાઓ, ગીતો, નાટકો અને વાર્તાઓ સાંભળી અને તેમને સૌજન્યપૂર્વક લખી. તેમણે પોતાની સંશોધન યાત્રાઓથી કચ્છી સંસ્કૃતિના ખજાનાને ઉઘાડી દીધા, તેમની લખાણની શક્તિએ લોકસાહિત્યમાં વૈશ્વિક સ્વીકૃતિ મેળવી લીધી. ‘કારા ડુંગર કચ્છ જા’ નામે તેમણે પ્રોફેસર એલ.એફ. રશબ્રુકના અંગ્રેજી ગ્રંથ ‘બ્લેક હિલ્સ ઓફ કચ્છ’નો અનુવાદ આપ્યો. ગુજરાત સરકાર તરફથી 1981માં ‘ગૌરવ પુરસ્કાર’થી સન્માનિત આ વ્યક્તિને આજ પણ, જ્યાં કચ્છી સાહિત્યની વાત આવે છે, ત્યાં તેમનું નામ ગૌરવપૂર્વક લેવામાં આવે છે.

તેમણે કચ્છડો ચિતમેં મેં ચુણકે (કચ્છી કાફી) નામે કચ્છ પર લખી આપેલી સુંદર રચના રજૂ કરી સત સત વંદુ છું,

ભાવાનુવાદ: ગુજરાત સાહિત્ય અકાધમી ભરાં કચ્છી ભાષાલા મુંકે યુવા ગૌરવ પુરસ્કાર જાહેર થે ભેરી જ વધાઇયું ચાલુ થિઇ વિઇયું જેમેં મુંભઈસે હિકડ઼ો આઉગો ફોન આયો, મોભી શ્રી પ્રવીણભા વીરાજો. સન્માન ભધલ ઇનીજી ખુશી વ્યક્ત કેંધે ચોપડીએંજી ગ઼ાલમેં મુંકે પુછ્યોં, ધી, તોકે ડો કાંતિ ગોર ને રવિ પેથાણીજી સંપાદિત કરલ ‘દુલેરાય કારાણી સાહિત્ય વૈભવ ગ્રંથ’ કુરિયર કરીયાં? હુંઇ દુલેરાયબાપાજી તિથિ અચેતિ, હી સોંણધે જ કચ્છજા મેઘાણી તરીકે ઓરંખાઇંધલ બાપા વિસે લખેજો મન થ્યો આય.

કચ્છજી માવજત, સંસ્કૃતિ ને લોકસાહિત્યજી આઉગી મોસમેંમે પિંઢજો જેઠવારો પ્રિભાવ રખંધલ દુલેરાય કારાણી કચ્છના ગૌરવ ભનીને રયા. કચ્છી સાહિત્ય ને લોકસાહિત્યજે રસજો અમૃત પાન કરાઇંધલ કારાણીબાપા 26 ફેબ્રુઆરી 1989જો વિડાય ગ઼િની સાહિત્યજી ધુનિયાકે સુની કરી વ્યા. હુન સમોજે કચ્છજે લોકસાહિત્યજી હિકડ઼ી ચેતનવારી જાત્રાકે જાણે પુરી કરે વ્યા!

કચ્છજે મુનરેમેં 26 ફેબ્રુઆરી 1896જો ઇનીજો જનમ. ડસમેં પૂંઠીયા પ્રાથમિક શિક્ષક તરીકે કારકિર્દી સરૂ કેં. પ ઇનીજો મન ત કાવ્ય ને સાહિત્યજે ધરિયેમેં તરંધો રોંધો હો. જેર પ રાતજો થોરો ટેમ જુડ઼ે હિની ઉર્દૂ, અંગ્રેજી, સિંધિ, ફારસી ને વ્રજ જેડ઼ી ભાષાએંજો અભ્યાસ કરીંધા વા. મૌલિક ને ઉનો વાંચન હિનીમેં સાહિત્યજો તેજસ્વી તત્વ ઊભો કરેમેં ભાગીધાર ભન્યા.

આ પણ વાંચો…ટ્રાવેલ પ્લસ : આધ્યાત્મિક કેન્દ્ર ને હિમાલયનું દ્વાર રોમાંચક ઋષિકેશ

લોકસાહિત્ય ઇ માનવજાતિજી મૂર પરંપરા, સંસ્કૃતિ ને વિચારધારાએંજો સંકલન આય. દુલેરાય કારાણીલા, હી પ્રાચીન પરંપરાકે તપાસણું ને તેંકે લેખિત સરૂપમેં રજુ કેંણું ઇ ઇનીજો હેતુ હો! ઇની પિંઢજા કિઇક વરે ભ્રમણ ને સંશોધનમેં કઢ્યા નેં તે મિંજાનુ કચ્છી સંસ્કૃતિજે ખજાનેકે ઉજાગર ક્યો, હી લખાણજી શક્તિજે લિધે ઇનીકે લોકસાહિત્યમેં વૈશ્વિક સ્વીકૃતિ જુડઇ. ‘કારા ડુંગર કચ્છ જા’ નાંલે પ્રોફે. એલ.એફ. રશબ્રુકજે અંગ્રેજી ગ્રંથ ’બ્લેક હિલ્સ ઓફ કચ્છ’જો અનુવાધ પ ડીંનોં. ગુજરાત સરકાર ભરાં 1981મેં ’ગૌરવ પુરસ્કાર’સે સન્માનિત હિન ઉમદા વ્યક્તિકે અજ પણ, જિત કચ્છી સાહિત્યજી ગ઼ાલ થિએ ઉત ગૌરવસે જાધ કરેમેં અચેતા. ને અંતમેં ઇનીજી ‘કચ્છડો ચિતમેં મેં ચુણકે’ (કચ્છી કાફી) નાંલે કચ્છતે લિખલ લાટ રચના રજૂ કરે

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button