ઉત્સવ

અભણ ને ભણેલ: કવિના અંતરનો અવાજ બનેલું કચ્છી કાવ્યસર્જન…

વલો કચ્છ – ગિરિરાજ

અભણ ને ભણેલ બ સામ-સામે ભેરા થેઆ;
ભણલ ચેં અભણકે યાર વિઞે કિડાં તો?
અભણ ચેં કિડાં મ-કર સવારજે પોરમેં તું;
જિડાં મિલે મુલ મુંકે વિઞા આઉં ઉડાંતો.
તૂં 5 તડે ચો-ત ખરો ડાકુંવામું ભરીધોને;
ઉગેં સઉં નિકરેં સેં વિઞે ભલા કિડાં તો?
ભણલ ચેં યાર તું-ત ગાલ છડ મુંજી ન્યાર;
તો વારેંજીં ધક્ક થોડ઼ા ખ્યાં જિડાં તિડાં તો.
અભણ : આઉં જલિયાં ધક્ક તડે તું ચો કેડ્રી ચિક કે;
સીંધુ હેડો ભનેંતો સે આય કીંક સારેં તો.
કંધ મિંજા કુછેંતો ને અધ્ધર તો ઉલરેં સે;
ચો-ત ખરો અજ ભલા કેડી મોથ મારે તો.
કોટ-બોટ પેરે હલેં રખે ગોટ ભનેં તું-તાં;
ચોત ખરો કયો ગોઠ વિઞી કરે ન્યારે તો.
અજજો રૂવાભ તોજો આય જૈટલમેન જેડો;
ખતેંજો હી વીંટો કેડ઼ો કુછણમેં વારે તો.

અનુવાદ: એક દિવસ ભણેલો અને અભણ બે સામસામે ભેગા થઇ ગયા. એટલે અભણ સાક્ષરને કુતૂહલવશ પૂછે છે કે તું સવાર સવારમાં ક્યાં જાય છે? સૂટ-બૂટ પહેરીને, ખતનો થપ્પો હાથે ધરીને ક્યાં જાય છે? આજનો તારો રૂઆબ તો જેન્ટલમેન જેવો વર્તાય છે.

ભણેલ : ખતબત નઈ ભોથા હી ત મુંજી ડિગ્રી આય;
ઈનમેં કિંમત આય મુંજે ભણતરજી.
ઑફિસમેં વેંધો તડે સાહેભ હી ન્યારિંધો;
તડે મુંજી નોકરીજી પાસ થીંધી અરજી.
નોકરી-5 ફુટરી અજ-ત મુકે મિલી વેંધી;
પોય ભસ પીડ઼ા લોંધી જિંધગી તા ભરજી.
ઍડે ખાતેમેં તાં યાર ઘુસી વેંણું ખપે પોય;
કમ ક્યો ન-ક્યો ઈ પાંજી જેડી મરજી.

અનુવાદ: સાક્ષર એને જવાબ વાળે છે કે આ કોઇ ખત (ટપાલ) નો થપ્પો નહીં પરંતુ મારી ભણતરની ડિગ્રી છે, જ્યારે ઓફીસ જઇશ ત્યારે સાહેબ આ જોઇને મારી નોકરી પાક્કી કરશે, એવી સરસ નોકરી જ્યાં કામ કરીએ કે નહીં કોઇ ચિંતા નહીં.

અભણ : પિક ધિક ધિક આંકે, નિયથજા ભધ ઐ તાં
હરામજો જ ખાધેલા ઐ ભલા ભણોંતા.
ધૂડ પિઈ આંજી ભણતરમેં આઉં આંકે ચાંતો;
અડ઼ે! જેંજો ખ્યો રિજક તેંજી ખુટી ખણોતા.
સાહેભ ભની વેઆ ત-એ અલાનું-5 ધ્રૂજો ન-તા;
અડ઼ાઈયે છેણે જેડો થોંટો ચાહે હલોતા.
ખુરસીતેં વિઠે વિઠે સિકારકે ન્યાર્યો વિઠા;
આયો કો’ આડમેં તાં છિક્કી સઉં છણોતા.

અનુવાદ: આ સાંભળી અભણ માર્મિક વાત કરે છે કે ધિક્કાર છે તમને લોકોને તમે લોકો ભણીગણીને હરામનું જોઈએ છે અને બીજાનું રજક (મહેનત)નું ખાઈ જાઓ છો. સાહેબ બન્યા પછી તો ઈશ્વરનો ખૌફ પણ નથી રહેતો. આ રીતે થોડા કડવા વેણ ઉચ્ચારે છે.

ભણેલ : છિક્કી સઉં ન છણો ત કરિયું5 કુરો તડે;
ડિગ્રિયું ગિનોતા સેં હૂંઈ નત્યું મિલેં કીં.
વરેંતા વિઞાઈયું જડે થોથા ઉથલાયમેં ને;
વાંચે-વાંચે કરિયુંતા- ઉજાગરા રાત-ડીં.
ભણે પુઠીઆ ભવ અસીં અધ તા ફિટાઇયું તડે;
મડ-મડ ઉકરોંતા પરીક્ષામેં પાસ થિઈ.
વાંજણી વિચાડ઼ી કુરો પીડા બુજે વીઆજેજી;
તોજો 5 આય તાલ ઍડો સમજયાં કી?

અનુવાદ: એટલે સાક્ષર તાત્ત્વિક વાસ્તવિકતા સાથે રજુઆત મૂકે છે, કરીએ પણ શું? આ ડીગ્રીઓ એમ જ મળતી નથી. વર્ષો વીતે, મહેનત કરીએ, રાતદિવસના ઉજાગરા કરી અડધી જીંદગી ગુજારે ત્યારે માંડમાંડ પાસ થવાય છે આ પરીક્ષાઓમાં. વાંઝણી શું જાણે પ્રસુતિની પીડા?

આમ, તો આ કૃતિ હજુ લાંબી છે પણ સાર્થક જોઈએ તો નીચેની પંક્તિઓથી સમજી શકાય કે, શ્રીમદ ગીતામાં શ્રી ગીરીધર આપે છે એ સંદેશ મુજબ કર્મનો ખેલ ખૂબ ન્યારો છે. અધર્મ, અકર્મ અને અનીતિનું પરિણામ દુષ્કર અને દુ:ખદાયી જ હોય છે. આવું કરવા કરતા અડધો કટકો રોટલો જો મીઠો લાગે તો રોટલાથી પિત્ઝા સુધીની ઘટમાળ શા કામની? જેમાં ઝાઝું હોય તો પરવારીએ નહી અને રાતની ઊંઘ પણ હરામ કરી જીવનસુખ છીનવાઈ જાય. નીતિ પ્રમાણિકતાનું દૃષ્ટાંત કૂતરા સાથે સરખાવી આપતા નીચેની પંક્તિઓમાં કવિ કહે છે કે એક ટુકડો રોટલી ખાનાર કોઈ પણ આવારુંને જોઈ માલિની ચોકીદારીનો ધર્મ નિભાવે છે. ભણતર તો કળયુગમાં કર્મનીતિ વધારવા કે સુધારવા વપરાય, આંતરિક વિકાસ, સમાજ કલ્યાણ માટે ઉપયોગી બનવાથી જુદું જો અનીતિમાં જીવન વીતે તો નકામું, એથી તો અમે અભણ સારા.

અભણ : અસીં અભણ ચોપા ને ઍ બ પગા ન્યાર્યો;
આ કનાં તાં કુત્તા ખાસા ધણીકે ત ખિજેતા.
ટુકર હિકડી માની મથે ડીં રાત ચોકી કરી;
બારાતુ કો’ ડિસેંતા ત તેરંઈ તેકે ભસેંતા.
તડે આં જેડ઼ા ત ન્યાર્યો વફા મળે જફા કરી;
સાંઞાય વિગરજા થઈ ઍડો કુલ્લા સિર્ખતા.
તોભાંડે! તોભાંડે! આનું કલજુગ એ જ વ્યાર્યાં;
જમાનેકે અજ આંજી ભણતર મુઠે તાં.

જૈન સંસ્કારોથી ઘડાયેલા અને કચ્છી ભાષા પ્રત્યે અઢળક પ્રેમ ધરાવતા કવિ તેજપાલ ધારશી કચ્છી સાહિત્યના સાચા શ્રેષ્ઠી રહ્યા છે. તેમની કવિતા ‘ભણેલ અને અભણ’ બંને વર્ગને સ્પર્શે એવો ભાવલોક વસે છે; ક્યાંક સરળ બોલી, તો ક્યાંક વિચારની ઊંડાણ. કચ્છી ભાષા અને સાહિત્યના આકાશમાં ‘તેજવાણી’ એક એવો સ્નેહઝરણાં સમો અવાજ છે, જે કોઈ પાંડિત્યનો દાવો કર્યા વગર સીધો હૈયામાં પ્રવેશે છે.

કવિ પોતાને ઉચ્ચ કોટિના કવિ તરીકે ઓળખાવ્યા વિના પોતાની રચનાઓથી સાબિતી આપે છે કે સાચું કાવ્ય તો અંતરના સ્ફુરણમાંથી જન્મે છે. તેજવાણી તેમનો પહેલો કચ્છી કાવ્યસંગ્રહ, 92 રચનાઓ; જે માત્ર શબ્દોનું સંકલન નહીં, પરંતુ જીવનના અનુભવો, લાગણીઓ, શ્રદ્ધા અને કચ્છી માટીની સુગંધથી ભરેલો આત્મિક દસ્તાવેજ છે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button