ઉત્સવ

બેવડો જજિયો ને મહાજનની ફતેહ…

ઝબાન સંભાલ કે – હેન્રી શાસ્ત્રી

આજે પહેલી ફેબ્રુઆરી. ગ્રેગોરિયન કેલેન્ડરના બીજા મહિનાનો પ્રારંભ. બેનો મહિમા અનંત છે. બે પગે ચાલીને ઈશ્વરના ધામમાં પહોંચ્યા બે કર જોડી નમન – વંદન કરવામાં આવે છે. પ્રભુ પણ બે હાથે આશીર્વાદ આપી તથાસ્તુ કહે છે. વર્તમાન સમયમાં મોટેભાગે બે હાથ જોડવા પાછળનો આશય બે પાંદડે થવાનો હોય છે. બે પાંદડે થવું એટલે ગુજરાન ચલાવી શકાય એવી આર્થિક સ્થિતિ પ્રાપ્ત કરવી. વાંઢા માણસો પણ એકના બે થવા એટલે કે પરણેતર મળે એ માટે બે હાથ જોડતા હોય છે.

માણસ બેપગું જાનવર કહેવાય છે. મુંબઈમાં એક સ્થળેથી બીજે સ્થળે બે પગે ચાલીને પહોંચતા લોકો મજાકમાં અગિયાર નંબરની બસમાં આવ્યા એમ કહેતા હોય છે. આંકડામાં અગિયાર એટલે બે એકડા. આમ એમાં પણ બેની હાજરી છે. શબ્દકોશમાં બસોની ઉપરની સંખ્યા માટે બે સાથેના કેટલાક જાણવા જેવા શબ્દો આપ્યા છે. બે તીલંતર એટલે 203, બે દાબોતેર એટલે 210, બે તેંતાળા એટલે 243, બે તોતરાં એટલે 273.

તમે જો ગુજરાતી માધ્યમની શાળામાં ભણ્યા હશો તો માસ્તર શરારતી બાળકને ‘જો વધુ તોફાન કર્યા તો બે કાન વચ્ચે માથું કરી દઈશ.’ એમ કહેતા સાંભળ્યા હશે. બે કાન વચ્ચે માથું કરવું એટલે સાન ઠેકાણે લાવવી. જોકે, બે કાન વચ્ચે માથું રાખીને ચાલવું એટલે પ્રામાણિક હોવું એવો અર્થ થાય છે. બેગણી વસ્તુ માટે બેવડો શબ્દ વપરાય છે. આ સંદર્ભની એક કહેવત અને એની પાછળ રહેલી નાનકડી કથા જાણવા જેવી છે. બેવડો જજિયો ને મહાજનની ફતેહ.

કથા એવી છે કે વહોરાઓને મહાજનને એક કર દૂર કરાવવા રજૂઆત કરી. કર નાબૂદીમાં તેમને સફળતા તો મળી, પણ બીજી તરફથી તેમને માથે બેવડો જજિયાવેરો લાગ્યો. ઇસ્લામીઓ સ્વધર્મી રાજ્ય માટે લડવા આવી રાજ્યની સેવા બજાવે છે અને પરધર્મીઓ તે સેવા ન બજાવતા હોવાથી રાજ્યનું રક્ષણ મેળવવા અન્ય ધર્મના લોકોએ જજિયાવેરો આપવો જોઈએ એવું ફરમાન અરબસ્તાનના ખલીફાઓએ જારી કર્યું હતું. આ જજિયાવેરો લાગ્યો હોવા છતાં કર નાબૂદી બદલ વહોરાઓ રાજી રાજી થઈ ગયા. આ પ્રસંગકથા પરથી કોઈ કામ ઉપરછલ્લું ફાયદાકારક લાગે, પણ સરવાળે નુકસાનકર્તા હોય ત્યરે બેવડો જજિયો ને મહાજનની ફતેહ કહેવત વપરાય છે.

બીજું ફરવરદેગનજશન એટલે જરથોસ્તી વર્ષના નવમા મહિનાના ઓગણીશમાં દિવસ ફરવરદીનના રોજ આવતો એ નામે એક પારસી તહેવાર. આ દિવસે પારસીઓ બંદગી કરે છે. મૃત્યુ પામેલા લોકોને સંભારવાનો દિવસ છે. કોઈ વ્યક્તિના અવસાનની જાણ જો સગાંવહાલાંને ન થઈ હોય તો ફરવરદીન રોજ એટલે કે મહિનાનો ઓગણીશમો દિવસ તેના મૃત્યુનો દિવસ માનવામાં આવે છે. કયા મહિનામાં મૃત્યુ થયું એની જાણ પણ ન હોય તો અવસાનના મહિના તરીકે આ નવમો મહિનો ગણવામાં આવે છે. ટૂંકમાં જે વ્યક્તિના મૃત્યુના દિવસ કે મહિનાની જાણ ન હોય એની સંવત્સરી તરીકે નવમા માસનો ઓગણીશમો દિવસ લેવામાં આવે છે.

दोनच्या म्हणी
મરાઠીમાં બે માટે ‘દોન’ શબ્દ છે. માનવ શરીરમાં પણ બે – જોડી મહત્ત્વ ધરાવે છે. माणसाला दोन हात, दोन पाय, दोन डोळे, दोन मेंदु, दोन आतडे असतात। માણસને બે હાથ, બે પગ, બે આંખ, બે મગજ અને બે આંતરડા હોય છે. આ શબ્દ પરથી રૂઢિપ્રયોગ પણ અસ્તિત્વ ધરાવે છે. दोन घटका એટલે બે ઘડી, ટૂંકમાં બહુ ઓછો કે નજીવો સમય. એના પરથી શબ્દપ્રયોગ છે કે दोन घटकांच़ा सोबती

જેનો અર્થ થાય છે બે ઘડીનો પરોણો કે બે ઘડીનો મહેમાન. મરવાની અણીપર હોય એના માટે આ પ્રયોગ વાપરવામાં આવે છે. दोन घडीच़ा डाव એટલે બે ઘડીનો ખેલ. दोन घडीचा डाव त्याला जीवन ऐसे नाव વાક્યમાં જીવનની ફિલસૂફીનું વર્ણન છે કે આયુષ્ય તો બે ઘડીનો ખેલ છે. જીવનમાં આપણને એવા કેટલાક લોકોનો ભેટો થાય છે જે બે તરફની ઢોલકી વગાડવા માટે જાણીતા હોય છે. આ પ્રકારના લોકો માટે दोन डगरींवर हात ठेवणे કહેવત વપરાય છે. મતલબ કે દૂધમાં ને દહીંમાં એમ બંનેમાં પગ રાખવો.

दोन डोळ्यांची भीड એટલે બે આંખની શરમ, રૂબરૂ હાજરીની અસર. કોઈ બાબત, અસર ક્ષણજીવી હોય અથવા એનું ઝાઝું આયુષ્ય ન હોય એને માટે दोन दिवसांच़ा પ્રયોગ વપરાય છે. ચાર દિવસ એટલે કે થોડો સમય ચાલે એટલું. काही लोकांच्या आयुष्यात आनंदाचा वेळ दोन दिवसांच़ा असतो। કેટલાક લોકોના જીવનમાં સુખનો કે આનંદનો સમય ઝાઝો ટકતો નથી. दोन बोट स्वर्ग उरणे એટલે બે આંગળ સ્વર્ગ બાકી રહેવું, ખૂબ આનંદ થવો કે ગર્વનો પાર ન હોવો, અભિમાની બની જવું. परिक्षेत मिळालेले अनपेक्षित गुण पाहून मंदारला जणू स्वर्ग दोन बोटेच उरला होता. પરીક્ષામાં અણધાર્યા માર્ક મળતા મંદાર રાજીનો રેડ થઈ ગયો. दोन हातांच़े चार हात होणे એટલે બે હાથ ચાર હાથ થવા, બીજા શબ્દોમાં કહીએ તો પરણવું, લગ્ન થઈ જવા.

सख्त बातें कहना या डांटना
Give a piece of one’s mind
રૂઢિપ્રયોગ અથવા કહેવતોની ભાષા અલગ અલગ હોઈ શકે છે. રજુઆતમાં વપરાયેલા રૂપક પણ ભિન્ન હોઈ શકે છે, પણ અંતે જે વાત કહેવાની છે, એના ભાવાર્થમાં સામ્ય હોય એ જરૂરી છે. હિન્દી અને અંગ્રેજી ભાષામાં એવા પ્રયોગ જોવા મળે છે જેમાં ભાષાભેદ હોવા છતાં ભાવભેદ નથી. એક ઉદાહરણ જોઈએ: ‘दोनों हाथों में लड्डू होना’ मुहावरे का अर्थ दोहरा लाभ होना, हर प्रकार से फायदा होना या दोनों तरफ से लाभ प्राप्त करना है। यह उस स्थिति को दर्शाता है जब किसी व्यक्ति को एक ही समय में दोतरफा लाभ मिले, यानी हर स्थिति में लाभ ही लाभ हो। બેય હાથમાં લાડવા જેવી વાત થઈ. આવો જ ભાવાર્થ ધરાવતી કહેવત છે ને કે આમ કે આમ ગુટલિયોં કે ભી દામ.

એનું ઉદાહરણ જોઈએ. नौकरी के साथ-साथ अच्छा व्यवसाय चल जाने पर तो सुरेश के दोनों हाथों में लड्डू हो गए हैं. નોકરીની સાથે સાથે બિઝનેસ પણ સારો ચાલવા લાગતા સુરેશને તો બેય હાથમાં લાડવા થઈ ગયા. આને સમકક્ષ અંગ્રેજી કહેવત છે To have the best of both worlds. This is an idiom meaning a situation where you enjoy the advantages of two different, often contrasting, things at the same time, without experiencing any of their drawbacks. It’s a win-win scenario, like having a great job in the city but living in the peaceful countryside, getting the benefits of both worlds simultaneously.

જે બાજુ નજર નાખો લાભ જ લાભ છે એ આ અંગ્રેજી કહેવતનો ભાવાર્થ છે. બીજું ઉદાહરણ તપાસીએ. सख्त बातें कहना या डांटना: डांट तो पिताजी से मिलती है, शिक्षक से मिलती है और ऑफिस में बॉस से भी मिलती है. लेकिन हर डांट में फर्क होता है. किसी को अनुशासित करने या सुधारने का एक तरीका माना जाता है, लेकिन इसके गहरे मनोवैज्ञानिक और भावनात्मक प्रभाव हो सकते हैं. વઢામણ તો પિતાશ્રી, શિક્ષક કે ઓફિસના બૉસ પાસેથી પણ ખાવી પડે છે. અલબત્ત એના ભાવમાં અને એના ટોનમાં ફરક હોય છે. જોકે, મુખ્ય હેતુ, આકરા વેણથી સામી વ્યક્તિને સુધારવાનો હોય છે. ભૂલનું પુનરાવર્તન અટકાવવાનો હોય છે. અંગ્રેજીમાં આ કહેવત Give a piece of one’s mind તરીકે જાણીતી છે.

If you give someone a piece of your mind, you tell them very clearly that you think they have behaved badly. કોઈ વ્યક્તિએ ખરાબ વર્તન કર્યું હોય ત્યારે એને ઠમઠોરવામાં આવે છે એ આ અંગ્રેજી કહેવતનો ભાવાર્થ છે. दोराहे पर खड़ा होना: दुविधा में होना (निर्णय न ले पाना). एक ऐसी चुनौतीपूर्ण स्थिति है जहाँ व्यक्ति जीवन के महत्वपूर्ण मोड़ों पर दो या अधिक सही विकल्पों के बीच भ्रमित होता है, जिससे निर्णय लेने में दुविधा उत्पन्न होती है। यह आत्म-सम्मान, करियर, या रिश्तों के बीच चुनाव करने की दुविधा हो सकती है, जहाँ स्पष्ट लक्ष्य का अभाव और भावनाओं का आकर्षण प्रमुख बाधाएं हैं। જીવનમાં ઘણી વાર દ્વિધા ઊભી થાય છે.

બે વિકલ્પ સામે હોય ત્યારે કયો રસ્તો પસંદ કરવો કે અપનાવવો એની મથામણ થાય છે. વિશેષ કરીને કારકિર્દી માટે વિટંબણા ઊભી થતી હોય છે. અંગ્રેજીમાં આ પ્રયોગ Standing at Crossroads સ્વરૂપે હાજર છે. Standing at crossroads means being at a critical point in life, career, or a project where a significant decision must be made. Similar to a literal intersection, it signifies a moment requiring a choice between multiple, often life-altering, directions, where the path taken will heavily influence future outcomes.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button