ઉત્સવ

ટૅક વ્યૂહ : જિઓ ટેગિંગ: ફોટોગ્રાફ સાચવો લોકેશન સાથે

-વિરલ રાઠોડ

ગૂગલની ઈમેલ સર્વિસ અને ડ્રાઈવ સર્વિસનો ઉપયોગ હવે સામાન્ય થઈ રહ્યો છે. ખાસ કરીને જ્યારે પીડીએફ ફાઈલ સાથે વધુ પડતું કામ કરવાનું હોય એવા સમયે આ ડ્રાઈવ નાનામાં નાનું ડોક્યુમેન્ટ સાચવવામાં ઉપયોગી પુરવાર થાય છે. ફોટોગ્રાફી કરતા અનેક ફોટોગ્રાફર્સ પાસે પોતાની એક પોર્ટેબલ ડ્રાઈવ હોય છે. જેમાં એ પોતાના ફોટોનું ક્લેક્શન સાચવતા હોય છે, પણ આપણી પાસે મોબાઈલમાં મર્યાદિત જગ્યા હોય એવા સમયે મેલમાં ફોટો સાચવી શકાય છે.

આની ખાસ વાત એ છે કે, એકવાર મેલમાં ફોટો સેન્ડ કર્યા બાદ મોબાઈલમાંથી કાઢી નાંખીએ તો પણ એની એક સરસ કોપી સચવાયેલી રહે છે. હવે દરેક ફોટાના લોકેશન આપણે યાદ ન રાખવા હોય અને કોઈ ફોટો જે તે સર્વિસમાં અપલોડ કરીને ચોક્કસ જગ્યા વિશે જાણકારી આપવી હોય એવા સમયે કામ આવે છે જિઓ ટેગિંગ ટેકનોલોજી, જેમાં ડ્રાઈવમાં એકવાર ફોટો અપલોડ કર્યા બાદ તે ઓટોમેટિકલી લોકેશન ટ્રેક કરીને સાચવી રાખે છે.

ગૂગલ મેપ્સનો ઉપયોગ કરનારા લોકો વધી રહ્યા છે. એમાં કોઈને મુશ્કેલી ન પડે એ માટે કેટલાય લોકો સારા રેસ્ટોરાં, ઢાબા કે હોટેલ્સ અંગેના પણ ટેગ મૂકે છે. જ્યારે મેપ્સ પર એના વિશે સર્ચ કરવામાં આવે કે એ રૂટ પર આપણે જતા હોઈએ ત્યારે એનું ઈન્ડિકેશન આવે છે એની પાછળ જિઓ ટેગિંગ સિસ્ટમ કામ કરે છે.

આ પણ વાંચો….ટૅક વ્યૂહ : સર્વિસ ક્રેશ ને યુઝર્સ હેંગ… સર્વર સ્લો કેમ થાય છે?

આ ટેકનોલોજી ફોટોગ્રાફમાં શું છે એ પહેલા સર્ચ કરીને પોતાની એક શીટ તૈયાર કરે છે. પછી એના રૂટ કે લોકેશનને ટ્રેક કરે છે. જ્યારે કોઈ ડિજિટલ કેમેરાથી ફોટો ક્લિક કરવામાં આવે કે સ્માર્ટફોનથી એને ક્લિક કરવામાં આવે ત્યારે મેટાડેટાની મદદથી કેટલીક ઝીણવટભરી માહિતી એની સાથે કોડવર્ડમાં ઉમેરાય જાય છે. જે લોકેશનને ટ્રેક કરવામાં મદદરૂપ થાય છે. કોઈ વ્યક્તિ પોતાની રીતે કોઈ માહિતી ફોટો સાથે એડ કરવા માગતી હોય તો એવી પણ સ્પેસ અહીં મળે છે. આ ફોટો ક્લિક થયા બાદ એમાં પાછળથી લોકેશન, જિઓ પોઈન્ટ કે કોર્ડિનેટ ઉમેરાય છે, જેને કહેવાય છે મેટા પેકેજ. જે જગ્યાએ ફોટો ક્લિક કર્યો હોય એના અક્ષાંશ-રેખાંશ અને મોબાઈલનું એક્ઝેટ લોકેશન આ ટેકનોલોજી એની જાતે શોધી લે છે. પછી ફોટો અપલોડ કરતી વખતે આ તમામ વસ્તુ એ મેમરીમાં સ્ટોર થાય છે. આ અક્ષાંશ- રેખાંશને લગતી બાબતને કહેવાય છે જીઓ ટેગ.

ડિજિટલ કેમેરા અને સ્માર્ટફોનમાં જીપીએસ ટેકનોલોજી હોય છે જેના પર ગૂગલ મેપ્સ કામ કરે છે. જ્યારે મોબાઈલમાં લોકેશન ઓન થાય છે કે મેપ્સ શરૂ થાય છે ત્યારે મોબાઈલ ડિવાઈસના લોકેશનના આધારે આ ટ્રેક સિસ્ટમ કામ કરે છે. પછી જ્યારે એમાં ફોટો ક્લિક કરવામાં આવે છે ત્યારે એ લોકેશનને ફોટો સાથે મેમરીઝમાં સેવ કરી લે છે. પછી જ્યારે સોશિયલ મીડિયા પર એને શેર કરવામાં આવે છે ત્યારે એને લગતા આસપાસના લોકેશન, વીડિયો, ફોટો અને બીજી કેટલીય એ જ જગ્યાની માહિતી આપણા સુધી આવતી રહે છે. એ પાછળ ટેગિંગ મેકેનિઝમ કામ કરે છે, જે ડેટા સાયન્સ ટેકનોલોજીના અલગોરિધમને ફોલો કરે છે.

માત્ર ફોટો જ નહીં, વીડિયો, ક્યુઆર કોડ, મેપમાં ચોક્કસ દિશા કે રૂટ, અમુક પ્રકારની ટ્રાવેલ પીડીએફ, ટ્રેન કે બસની ટિકિટ, વેબસાઈટ, લીંક વગેરેમાં જિઓ ટેગનો ઉપયોગ કરી શકાય છે. કોમ્પ્યુટર કે અપલોડિંગ વિઝન સિસ્ટમના આધારે ફોટોનું લોકેશન પકડાય છે. દાખલા તરીકે, દિલ્હીનું અક્ષરધામ મંદિર અને ગાંધીનગરનું અક્ષરધામ મંદિર. મંદિર એક જ છે પણ દેખાવે મંદિર પણ જુદા જુદા છે. જ્યારે એનો ફોટો કોઈ ક્લિક કરે છે ત્યારે પહેલા એનું લોકેશન ટ્રેક થયા બાદ એ નક્કી થાય છે કે મંદિર દિલ્હીનું છે કે ગાંધીનગરનું. આ ત્યારે ખ્યાલ આવે છે ત્યારે તેને કોઈ રીતે અપલોડ કરવામાં આવે છે. અથવા ડ્રાઈવમાં સેવ કરવામાં આવે છે.

ફોટોગ્રાફની સાથે મેટાડેટા સેવ થયેલા હોય છે એટલે ઈન્ટરનેટની પ્રાપ્યતા અનુસાર એમાં એક્યુરેસી ઉમેરાય છે. અક્ષાંશ- રેખાંશ સેવ થતા તે ફોટોગ્રાફને ચોક્કસ સ્થળ સાથે લિંક મળે છે. ગૂગલ ઈમેજિસની અંદર જ્યારે સ્માર્ટ સર્ચ કરવામાં આવે અને ટાઈમઝોન આપવામાં આવે ત્યારે ઈમેજિસ એના ચોક્કસ લોકેશન સાથે દેખાય છે.

આ પણ વાંચો….ટૅક વ્યૂહ : ટાઇમગેપ-અવતાર ને હવે ગિબલીએ સૌને લગાડયું ઘેલું

હવે ગૂગલમાં પણ લોકલ સર્ચ જેવી સિસ્ટમ ઊભી થતા એક જ શહેરના જુદા જુદા મોસમના ફોટોગ્રાફ્સ આપણને જોવા મળે છે. એ પણ ચોક્કસ લોકેશન સાથે. આનાથી ફાયદો એ થાય છે કે, પહેલીવાર મુસાફરી કરનારને વધારે પડતી રૂટ કે રસ્તા અંગેની મુશ્કેલીઓ પડતી નથી. ફેસબુક કે ઈન્સ્ટાગ્રામમાં આને જ્યારે ટેગ કરવામાં આવે છે એવા સમયે પણ આ સિસ્ટમ કામ આવે છે. પછી બધી એ લોકેશનની માહિતી આપણા સુધી ઠલવાય છે. આવા ટેગિંગને કારણે મેપ્સ સર્વિસ વધારે ચોક્કસ અને સ્પષ્ટ બની રહી છે. ખાસ કરીને ઓનલાઈન ઓર્ડર વખતે અને રાઈડિંગ વખતે આવા ટેગ આધારિત ફોટો કે માહિતી જે તે વ્યક્તિને ખૂબ ઉપયોગી સાબિત થાય છે.

આઉટ ઓફ બોક્સ
9 ઑક્ટોબર 2006ના રોજ ગૂગલ કંપનીએ યૂટ્યુબ ખરીદી લીધું હતું. જેને આજે બે દાયકા પૂરા થયા છે. જ્યારે આ પ્લેટફોર્મ આવ્યું ત્યારે માત્ર એમાં વીડિયો જોઈ શકાતા. કોઈકાળે ડાઉનલોડ થતા ન હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button