ટૅક વ્યૂહ : ટાઇમગેપ-અવતાર ને હવે ગિબલીએ સૌને લગાડયું ઘેલું

-વિરલ રાઠોડ
`મુંબઈ સમાચાર’ની ફરમાઈશથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું Ghibli સ્ટાઈલમાં AIએ કરી આપ્યું આ રેખાચિત્ર…!
આજથી પાકાં છ વર્ષ પહેલાં ટેકનોલોજીની દુનિયામાં એક અનોખો પ્રયોગ થયો હતો. એમાં દુનિયાભરના લોકોએ પોતાની આવનારી પણ સમય સાથે બદલનારી તસવીર વર્ચ્યુઅલ સ્ક્રીન ઉપર જોઈ. આ હતુ `ફેસબુક’એ શરૂ કરેલું ટાઇમગેપ. એ ટેકનોલોજી એવું દર્શાવતી હતી કે, આવનારા એક દાયકા પછી કે પાંચ વર્ષ પછી તમારો ચહેરો કેવો અને કેટલો બદલશે? વૃદ્ધાવસ્થાના એંધાણ આપતી આ ટેકનોલોજી દરેકને એટલી ગમી હતી કે મોટાભાગના ઇન્ટરનેટ યુઝર્સે પોતાના પ્રોફાઈલ પિક્ચર ભલે વૃદ્ધ દેખાય પણ આઇકોન તરીકે મૂકેલા હતા.
આ ટેકનોલોજી પાછળની ખાસ વાત એ હતી કે, જે વ્યક્તિએ પોતાના પ્રોફાઈલ પિક્ચર અપલોડ કરેલા હતા એના જ ટાઇમગેપ બનતા હતા. ટેકનોલોજી આવ્યા બાદ કલર્સ અને આર્ટની દુનિયા અસાધારણ રીતે બદલાઈ ગઈ છે.
એક સમયે સોફ્ટવેરની માર્કેટમાં ફોટોશોપ અને ઇન ડિઝાઇન જેવા સોફ્ટવેરની બોલબાલા હતી. કોરલ જેવા સોફ્ટવેરનો તો માર્કેટમાં કાયદેસર દબદબો હતો. આ તમામ સોફ્ટવેરની હયાતી આજે પણ અતૂટ છે અને તેનો વિકલ્પ શોધીએ તો જડે એમ નથી. પ્રોફેશનલ અને એક્યુરેસીના મામલે હજુ પણ આ સોફ્ટવેર વાપરનાર કંપનીઓની સંખ્યા લાખો- કરોડોમાં છે. આર્ટને લગતાં ટુલ્સ ભલે ગમે એટલાં આવે, પરંતુ, ગ્રાફિક ડિઝાઇનર જેવી કલરસેન્સ અને પીછીથી મારેલા સ્ટ્રોક જેવા પરફેક્ટ આકાર એ તો માનવ દિમાગની જ ઉપજ હોઈ શકે છે. અઈં પણ એમાં કશું જ ન કરી શકે. ટાઈમગેપ' પછી એક ચોક્કસ સમય બાદ પ્રોફાઇલ પિક્ચરમાં કંઈક નવું કરવા માટે સોશિયલ મીડિયા કંપનીઓએ
અવતાર’ શરૂ કર્યા, જેમાં વ્યક્તિ પોતાની જાતને જુદા જુદા તૈયાર આકાર થકી અને શરીરના વિવિધ અંગોને જોડીને એક થ્રીડી પિક્ચર તૈયાર કરી શકે.
આ પણ વાંચો: ટૅક વ્યૂહ : દુનિયાનું પ્રથમ ફ્યુચર સિટી: અસાધારણ ને અતુલ્ય…
આ માટે વ્યક્તિના જુદા જુદા ચહેરાના આકાર, આંખના રંગો, કાનના કદ અને ચામડીના રંગોની એક આખી તૈયાર લાઈબ્રેરી જે તે વેબસાઈટ દ્વારા પૂરી પાડવામાં આવતી. આમાંથી તૈયાર થતું એક પિક્ચર છેલ્લે પ્રોફાઈલ પિક્ચર સુધી સેટ થતું હતું. એ પછી એમાં જુદા જુદા આઉટ ફીટ્સને સેટ કરીને એક આખું પરફેક્ટ પ્રોફાઈલ પિક્ચર બનાવી શકાતું હતું. અવતાર ફોર્મેટ જુદા જુદા સોશિયલ મીડિયા નેટવર્ક પર શરૂ થયા બાદ એમાં થ્રી-ડી ટેક્સ્ટ અને સમયાંતરે આવતા તહેવારમાં જોવા મળતા થીમ બેઝ ફોન્ટ પણ શરૂ થયા હતા, જેમકે જન્માષ્ટમી પર કૃષ્ણની મોરલી અને પીછું આઇકોનિક ગણાય તો આ બંને વસ્તુથી આલ્ફાબેટ સેટ કરવાનો ટે્રન્ડ શરૂ થયો હતો.
જે રીતે સમય આગળ વધે છે એમ ફોર્મેટમાં ટેકનોલોજીનો સ્પર્શ એક અસાધારણ પિક્ચર જનરેટ કરે છે. ગત અઠવાડિયે ગિબલી' એ દરેકને એવું ઘેલું લગાડ્યું કે, જે રીતે ફ્રીની સ્કીમ જાહેર થતાં ગ્રાહકો વધે એમ રાતોરાત
એક્સ’ પર યુઝર્સ અને ગ્રોક' એપ પર ડાઉનલોડ કરનાર વધ્યા.
ગ્રોક’નું મેનેજમેન્ટ કરનાર સંસ્થાએ તો ચોખવટ કરવી પડી કે, મહેરબાની કરીને હવે ગિબલી માટેની રિકવેસ્ટ સાથે ફોટો ન મોકલતા.' (ઘણા આ Ghibli ને
જિબલી’ કે `ઘિબ્લી’ પણ કરે છે)
એનિમેટર મિયાઝાકી હાયાઓનાનું (ગિબલી આર્ટ્સના સર્જક) એક નિવેદન ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યું છે, જેમાં એણે અઈં જનરેટેડ એનિમેશનની ટીકા કરી હતી. જોકે, વાત પણ સાચી છે કે, આટલી મહેનત કર્યા બાદ અઈં ડાયરેક્ટ બધું બનાવી દે અને છતાં કોઈ ક્રેડિટ ન આપે તો ખોટું છે.
આ પણ વાંચો: ટૅક વ્યૂહ: ટેક જાયન્ટના કેટલાંક મેગા ફેલ્યોર: કરોડો રૂપિયાનું આંધણ પાણીમાં ધોવાયું
આજે, ChatGPT, Google Gemini અને Meta AIજેવા AI સાધનોએ ઇન્ટરનેટ પર આ કલાને લોકપ્રિય બનાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે. ગિબલી સ્ટુડિયોની શરૂઆત જાપાનમાં 1985માં મિયાઝાકી હયાઓ, ઈસાઓ તાકાહાતા, તોશિયો સુઝુકી, યાસુયોશી ટોકુમા દ્વારા કરવામાં આવી હતી. ટેકનોલોજીના પાસા એ આર્ટનું ટ્રાન્સફોર્મેશન એવું કર્યું કે, સર્જક ભુલાઈ ગયા અને ટેકનોલોજી સૌને યાદ રહી ગઈ. ગિબલી શરૂ થયા બાદ 24 કલાકમાં જ ફોટોની સંખ્યા મિલિયન સુધી પહોંચી ગઈ. પે સર્વિસ શરૂ થઈ પછી આઇફોનમાંથી બનાવવા કેટકેટલાય જુગાડ શરૂ થયા. સર્વિસ ટેકનોલોજીથી આર્ટની દુનિયા વધુ રંગીન થઈ, પણ ક્રેડિટ અને કોન્સેપ્ટ મામલે ઘણા મતમતાંતર છે. ગિબલી એ જાપાની કલાનો એક પ્રકાર છે જેમાં તસવીરના પાત્રોને ચિત્રોમાં દર્શાવવામાં આવ્યા છે. સ્ટુડિયો ગિબલીની સૌથી અનોખી વાત એ હતી કે અહીંના એનિમેટરોએ આ ચિત્રો કોમ્પ્યુટરથી નહીં, પણ હાથ વડે બનાવ્યા હતા!
આજે આ જ વસ્તુAIઅને બીજા ટુલ્સમાં બને છે. ગિબલીના આકર્ષણ પાછળ એની ચોક્કસતા છે. એક પણ ઇંચના ફેરફાર વગર આબેહૂબ અને રંગોનું મિશ્રણ છે. ટે્રન્ડ સાથે અપડેટ થવું સાં છે તો ક્યારેક અનિવાર્ય પણ છે. આ સાથે મૂળ ટે્રન્ડ મેકર્સ કોણ છે એ અંગે પણ જાણવું જરૂરી હોય છે.
આઉટ ઓફ બોક્સ
દુનિયાનો પ્રથમ રોબોટ જાપાને બનાવ્યો હતો, જેનું કામ માત્ર ભારે સમાનનું પરિવહન કરવાનું હતું.