ઉત્સવ

ટૅક વ્યૂહ : દુનિયાનું પ્રથમ ફ્યુચર સિટી: અસાધારણ ને અતુલ્ય…

  • વિરલ રાઠોડ

એક સમયે એવી કલ્પના હતી કે, રસોડાંમાં લોટ બાંધવાથી લઈને કપડાં ધોવા સુધીની તમામ ક્રિયા માત્ર એક સ્વિચ પ્રેસ કરતા જ પૂરી થઈ જશે. આજે આ હકીકત છે. લોટ બાંધવા માટે મશીન છે, જમવાનું પીરસવા માટે રોબોટ છે અને કપડાં ધોવા માટે વોશિંગ મશીન છે. ટેકનોલોજીનું ભાવિ કેવું હશે એ તો સ્પષ્ટ કરવું કઠિન છે, પણ ટેકનોલોજીની મદદથી એક આખું શહેર તૈયાર થાય એવું કોઈ કહે તો?

અહીં મશીનની વાત નથી, પણ તમામ વસ્તુ ડિજિટાઈઝ હોય, ઓનલાઈન હોય અને રિમોટ-રોબોટથી કંટ્રોલ થતી હોય તો?
આની માત્ર કલ્પનાથી ચોંકી જવાય છે, પણ હકીકતમાં આવું સિટી આકાર લઈ ચૂક્યું છે. આ સિટીનું નિર્માણ મોટર કાર બનાવતી કંપની ટોયોટા' એ કર્યું છે. નામ છેવુવેન સિટી.’

આ પણ વાંચો: ટૅક વ્યૂહ: ડમી મચાવે દંગલ કંપનીઓ – પરેશાન યુઝર્સ માટે, તમે રહો સાવધાન!

આ નામ પરથી કોઈ ચીનની નગરી હોય એવું લાગે, પણ હકીકત એ છે કે, ચીનની ટેકનોલોજીને પણ ટક્કર મારે એવી ટેકનોલોજી અહીં તૈયાર કરવામાં આવી છે.

આ કોઈ અંડર કંસ્ટ્રક્શન સાઈટની વાત નથી. અહીં દેશ-વિદેશમાંથી 1500 લોકો આવીને વસે એ માટે પ્રમોશન શરૂ કરવામાં આવ્યું છે. સ્માર્ટ ટીવી, વૉચ અને ફોનથી આગળ કલ્પના પણ ન થતી હોય તો અહીં 1500થી વધારે સ્માર્ટ હોમ્સ છે. આશ્ચર્ય એ થાય કે, એમાં વળી શું નવું છે?

નવી વસ્તુ એ છે કે, સમગ્ર ઘર સોલાર બેઝ છે, પણ ઘરમાંથી કે રૂમમાંથી બહાર નીકળતી વખતે લાઈટ-પંખાની સ્વિચ બંધ કરવાની જરૂર નહીં પડે. સમગ્ર ઘરમાં હેન (HAN) હ્યુમન અરેના' નેટવર્ક છે. એટલે કે માણસ જે તે રૂમમાંથી નીકળી જાય તો સેન્સર ચેક કરે અને ઓટોમેટિક સ્વિચ બંધ થઈ જાય. દુનિયાભરના ટેકનોક્રેટ અને ઈનોવેશન કરનારા લોકોને આ સિટી આવકારે છે. આ માટે સિટીમાં એક કોમનલેબ પણ તૈયાર કરવામાં આવી છે.ટોયોટા’ કંપનીના 100 કર્મચારીએ અહીં સ્થાયી થવા માટે કરાર કરી લીધા છે.

માત્ર પરિવાર જ નહીં, પોતાના પાળીતા પશુઓ સાથે પણ અહીંયા રોકાઈ શકો છો. જ્યારે કોઈ વીવીઆઈપી કે મોટી હસ્તી આપણે ત્યાં આવે ત્યારે સુરક્ષા હેતુ સિક્યોરિટી કોન્વોય કે પોલીસ એસ્કોર્ટ મળે છે, પણ અહીં પહેલી વખત આવતા દરેક પરિવારને મળે છે ડ્રોન એસ્કોર્ટ સર્વિસ. એ પણ તમારા મોબાઈલમાં એના વ્યૂ સાથે..

આ છે ખાસ વાત આ શહેરની. મોડી રાત્રે એકલા હો ત્યારે એક એપ્લિકેશન એક્ટિવ કરો એટલે સિક્રેટ ડ્રોનની ફૌજ ઊતરશે સુરક્ષા માટે, જે તમારા મોબાઈલ ડિવાઈસને ટે્રક કરીને આગળ ચાલશે અને જોખમ હશે ત્યાં અટકાવશે. એ પછી આવે છે ટેકડોગ. ઘુસણખોર આવ્યા હશે ત્યારે સીધા જ બટાલિયનને ઊતારવા કરતાં પહેલાં આવા ટેકડોગ ચોક્કસ લોકેશન અને ગ્રાફિક્સ પોઝિશન બતાવશે. સરનામું માત્ર કારની સામે બોલશો એટલે કારનો દરવાજો ખૂલશે અને ઓટોમેટિક ડ્રાઈવરલેસ કાર, જે તે સરનામે પહોંચાડશે. આ ટેક્સી પહેલેથી બુક હશે તો દરવાજો ખૂલશે જ નહીં. ત્રણવાર વોઈસકોલ જાણ્યા બાદ ઓટોમેટિક એપમાંથી જ વસ્તુ કેન્સલ થયાનો મેસેજ આવશે.

આ પણ વાંચો: આજે આટલું જ : અતિ માહિતીનું અદોદળાપણું અત્યંત ઘાતક

એક શહેરમાંથી બીજા સામાન્ય શહેરમાં જવા માટે અહીં ફલાઈંગ ટેક્સી છે. એમાં એકસાથે ચાર વ્યક્તિ બેસીને જે તે લોકેશન પર જઈ શકે છે. એમાં પણ કોઈ પાયલટ નથી. બુકિગ કરતી વખતે પૈસા આપવાના અને લોકેશન પર ડ્રોપ કર્યા બાદ ઓટોમેટિક તે પોતાનો રસ્તો શોધી ચોક્કસ પોઈન્ટ પર પહોંચશે.

આટલું આધુનિક શહેર હોય અને AI ન હોય એવું તે કેમ બને? આખું આર્કિટેક્ટ અને સિવિલ એન્જિનિયરિગ AIના ગાઈડ પર આધારિત છે. હા, તૈયાર કરવામાં માણસનું જ દિમાગ છે. મશીન માણસથી મોટું નથી. 300 રોબો ટેક્સી ઑપરેટ થઈ શકે એવું સક્ષમ કંટ્રોલ સેન્ટર તૈયાર થઈ રહ્યું છે. આ કામ હજુ ચાલુ છે.

હજુ તો અહીં દુનિયાનો સૌથી મોટો કાર રેસિંગ ટે્રક તૈયાર થઈ રહ્યો છે. હવે આ સિટી કોઈ મોટો રેકોર્ડ બનાવશે એ તો નક્કી છે. જો બધુ યોગ્ય રહ્યું તો આ સિટી દુબઈમાં તૈયાર થઈ રહેલા લાઈનસિટીને ટક્કર મારશે એ નક્કી છે.

આ શહેરમાં જોબ કરવા માટે, રહેવા માટે અને મજા કરવા માટે એમ ત્રણ અલગ અલગ સાઈટ તૈયાર કરવામાં આવી છે. કંપનીએ તો એવી પણ ઓફર મૂકી છે કે, આ સિટીને તૈયાર કરવામાં જો કોઈ વ્યક્તિ પાસે એવો કોઈ યુનિક આઈડિયા હોય તો આ શહેરમાં એને તમામ સગવડ સાથે તે આવકારશે. માત્ર આઈડિયા જ નહીં, કોઈ પ્રોડક્શન કરવું હશે તો પણ પ્લેસ અને પૈસા બન્ને આપશે. શરત માત્ર એટલી કે વસ્તુ યુનિક હોવી જોઈએ. જે દુનિયાએ અગાઉ ક્યારેય ન જોઈ હોય. માત્ર ફ્લેટ જ નહીં, ટેનામેન્ટ, બંગલો, સાસોયટી અને વિલા સુધીની સગવડ છે. 50 હજાર લોકો માત્ર એક જ એરિયામાં સમાઈ શકે એટલી વિશાળતા છે. સ્માર્ટહોમનું ઉદાહરણ આપતા રિપોર્ટ એવું કહે છે કે, આખું ઘર કાચનું હશે પણ બાંધણી સિમેન્ટ કોંક્રિટની હશે. છતાં ઉનાળામાં તાપ નહીં લાગે.

નોંધી લો આ સિટીનું સરનામું :
બેઝ ઓફ માઉન્ટ ફિજી, જાપાન

આઉટ ઓફ બોક્સ
ચીનની ઈહાંગ કંપનીએ પહેલી ઉડતી ટેક્સી બનાવી, પણ ફ્લાઈંગ રેન્જ અને બીજા માપદંડને કારણે સર્વસ્વીકૃતિ મળવામાં મતમતાંતર છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button