ટૅક વ્યૂહ: ડમી મચાવે દંગલ કંપનીઓ – પરેશાન યુઝર્સ માટે, તમે રહો સાવધાન!

-વિરલ રાઠોડ
ગૂગલ સર્ચ એન્જિનમાં આમ તો દૈનિક ધોરણે ઘણુંબધુ સર્ચ થતું હોય છે. જેના જવાબમાં કંપની સર્વરની સાથે અઈં
પ્રોપ્ટ કરીને જવાબ આપે છે. ગૂગલ સર્ચ એન્જિને સમયાંતરે પોતાના સર્ચ પર અનેક એવા ફિલ્ટર મૂકીને ગ્લોબલ સર્ચને લોકલ બનાવી દીધું છે. આમ તો આ વાત સારી પણ છે અને ખરાબ તો ભયંકર છે.
આ પણ વાંચો..ટૅક વ્યૂહ : બનવું છે તમારે ગૂગલ મેપ સર્વિસના એક્સપર્ટ?
સોશિયલ મીડિયા વેબસાઈટ પર વિચિત્ર પ્રોફાઈલ પિક્ચર અને નામથી ચાલતા પાનાં- પેજીસ કે કોમ્યુનિટીના તાર
સાયબર ફ્રોડ સાથે જોડાયેલા છે, જેના પાયામાં છે ડમી આઈડી. એ પછી ઈ-મેલનું હોય કે સોશિયલ મીડિયાના કોઈ એકાઉન્ટનું. ઓફિસમાં આપવામાં આવેલા કોઈ એક્સેસનું હોય કે એને એક્સેસ કરનારા કોઈ નકલી આઈડીનું આજે વાત કરવી છે આવી નકલી આઈડીના અસાધારણ સામ્રાજ્યની, જેમાં ગઠિયા ફાવી જાય છે તો સાચા માણસો કે કંપનીઓ મુશ્કેલીમાં પણ મુકાય છે.
વર્ષ 2022માં જર્મનીમાં એક અજાણ્યા ઈ-મેલ આઈડીએ સમગ્ર આઈટી સિસ્ટમને હેરાન-પરેશાન કરી ડેટા સિક્યોરિટી સામે સૌને ભયમાં મૂક્યા હતા. સઘન તપાસના અંતે જાણવા મળ્યું કે, એક ડમી આઈડીથી સતત ફરતા એના આઈ.પી.એડે્રસ પાછળ ડિવાઈસ પણ નકલી હતું અને જે તે વ્યક્તિનું નામ હતું, જે હયાત જ ન હતી. આ ડમીથી માત્ર કોઈ એક સિસ્ટમ જ નહીં, આઈટી કંપનીવાળા પણ કંટાળ્યા છે.
ઈ-મેલ સર્વિસ આપતી કંપની `યાહુ’ એ પણ એક સમયે ડમી આઈડી પર વોચ રાખવાનું શરૂ કર્યું હતું. ડમી આઈડી અને એના દ્વારા ઉપયોગમાં લેવાતી ખોટી સર્વિસ અંગે ગૂગલનો ખુદનો રિપોર્ટ એવું કહે છે કે, અમારી પાસે આવા ડમીનો કોઈ ચોક્કસ આંકડો નથી. સમગ્ર દુનિયામાં અબજોની સંખ્યામાં હોઈ શકે છે. માત્ર અમેરિકા જેવા દેશમાં આ સંખ્યા 1700 કરોડની છે એ પણ માત્ર એક વર્ષમાં !
આ એ ડેટા છે જેને કંપનીએ ખુદ બ્લોક કરીને લીગલ લીંક અંતર્ગત બંધ કરેલા છે.
ગૂગલ પોતાના બીજા મુદ્દામાં સવિસ્તાર સમજાવે છે કે, ઈ-મેલ જ્યારે બને ત્યારે એના દરેક સજેશન અને નામ સર્વરમાંથી
જનરેટ થાય છે. આ એક ઓટોમેશન પ્રક્રિયા છે, જેથી ચોક્કસથી કંપનીને પણ ખ્યાલ નથી આવતો કે યુઝર્સ
ખરેખર હયાત છે કે ડમી. યુઝર્સ પોતે પણ ખોટા નામથી પોતાનાથી ઑપરેટ થતા ડમી યુઝર્સ ઊભા કરે છે, જેનો ઉપયોગ ખોટી રીતે ફોલોઅર્સ ઊભા કરવામાં અને ખોટો ટ્રાફિક પેદા કરવા માટે થાય છે.
આવી આઈડી ભલે એક્ટિવ ન હોય, પણ સોશિયલ મીડિયા પર એનો ભરપૂર ઉપયોગ થાય છે કારણ કે, ઑપરેટ કરનારા યુઝર્સ જે તે સિક્યોરિટી પરિબળમાંથી આસાનીથી પાસ થઈ જાય છે. એટલા માટે સર્વર જાણતું હોવા છતાં ટે્રક કરી શકતું નથી.
ફેક ટ્રાફિક અને ફોલોઅર્સની દુનિયામાં આઈડીને ટે્રક કરવા એ કામ રણ પ્રદેશમાં ખોવાયેલી સોઈ શોધવા સમાન છે. આ એક એવા કીચડની દુનિયા છે, જેમાં સારા કામ તો ભાગ્યે જ થાય છે, પણ એનો માર સર્વર સહન કરે છે. જ્યારે આવા આઈડીથી કોઈ વ્યવહાર થાય છે ત્યારે કંપની પણ એલર્ટ થઈ જાય છે અને એમાંના કેટલાક સામાન્ય મુદ્દા એ તે જે તે પ્રદેશની પોલીસ સાથે પણ શેર કરવા તૈયાર હોય છે, જેમ કે, ગ્રામેટિકલ એરર, વાત-ચીત કરવાની પેટર્ન, મલ્ટીમીડિયા જે પોસ્ટ કરાયા હોય એની રીત અને છેલ્લે એની સત્તાવાર વિષયલક્ષી જાણકારી.
સાયબર ક્રાઈમ અંગે જાગૃત થવા સરકારથી લઈ દરેક સિક્યોરિટી એજન્સી કામે લાગી છે એના પાયામાં આ ડમી
આઈડી છે.
આઈટી નિષ્ણાતો ત્યાં સુધી કહે છે કે, જ્યારે કોઈ આઈટી કંપનીમાં કામ કરનાર વ્યક્તિને એનું વ્યક્તિગત ડોમેઈન સાથે આઈડી અપાય છે ત્યારે આ પાછળનો હેતુ ડેટા સિક્યોરિટીનો હોય છે. આપણે ત્યાં ઘરનાં ઘરેણાંની ચોરી થાય અને ચકચાર મચી જાય એમ અમેરિકા-જર્મનીમાં ડેટાચોરી એ બ્રેકિગ કરતાં શોકિગ ન્યૂઝ વધારે છે.
આટલું વાંચ્યા- જાણ્યા બાદ સવાલ એ થવો સ્વાભાવિક છે કે, આવા આઈડીથી થાય છે શું? એક શબ્દનો જવાબ છે
ક્રાઈમ.!. 90 ટકા સર્વે એજન્સી એ વાત સાથે સહમત છે કે, ફેક આઈડી કોઈની છબી ખરાબ કરવા તૈયાર થાય છે. આવા લોકોની ફોજ ઊભી થાય, જેને `ટ્રોલર્સ ગ્રૂપ’ કહે છે. એ કોઈ એક વેબસાઈટ કે આઈડી પર સતત લાઈક, કોમેન્ટ કે
શેરિગ કરીને ફેક ટ્રાફિક ઊભો કરે છે. ડેટાની પથારી ફેરવે છે.
મલ્ટિમીડિયાના છોંતરા કાઢી નાખે છે. ક્યારેક નાણાકીય વહીવટ થાય તો આર્થિક નુકસાન પણ થાય છે. ડમીનો એકમાત્ર ફાયદો એ માની શકાય કે, જ્યારે તમારે કોઈ જુદા જુદા વિષયનો ડેટા મિશ્રિત થતો અટકાવવો હોય તો આવું આઈડી કામ આવી શકે. બસ, એનો ખોટો ઉપયોગ ન કરવો જ હિતકારી છે.
આ પણ વાંચો..આકાશ મારી પાંખમાં : ન્યુ લાઈફ- ન્યૂ વિઝન, સાચી ઘટનાઓ પર આધારિત છે આ કથા
આઉટ ઓફ બોક્સ વર્ષ 1996માં સબીર ભાટિયા અને જેક સ્મિથ નામના ટેકનોક્રેટે ઈ-મેલ સર્વિસને કસ્ટમાઈઝ કરી, જેને હોટમેલ' નામ અપાયું, જે પાછળથી
આઉટલુક’ બન્યું.