સ્પોટ લાઈટ : મોજીલા મણિલાલ: ઘણું નવું શીખવા મળ્યું

- મહેશ્વરી
રંગભૂમિ પર મેં અનેક વર્ષો સુધી ઘણાં નાટક કર્યાં. વૈવિધ્યપૂર્ણ ભૂમિકા નિભાવી. જોકે, અભિનેત્રી તો હું અકસ્માતે, આર્થિક જરૂરિયાત સંતોષવા માટે બની હતી. કાંદિવલી વિલેજમાં નોકરી કરતી હતી ત્યારે મહિનાનો પગાર 50 રૂપિયા અને નાટકના એક શોના 30 રૂપિયા મળતા હતા એટલે નાટકમાં કામ કરવા પ્રેરાઈ હતી. `માઝં કુંકુ’ નામનું પહેલું મરાઠી નાટક કર્યું હતું.
પચાસથી વધુ વર્ષની મારી કારકિર્દી દરમિયાન મારો અભિનય કેવો રહ્યો એનો નિર્ણય તો સુજાણ દર્શકોએ કર્યો હશે, પણ આ બધાં વર્ષોમાં મને વૈવિધ્યપૂર્ણ ભૂમિકા કરવા મળી, વિવિધ વિષયો ધરાવતાં નાટકો કરવા મળ્યાં અને જુદા જુદા દિગ્દર્શકો સાથે કામ કરવા મળ્યું એ માં અહોભાગ્ય એવું માં માનવું છે. કોઈ પણ કલાકાર વૈવિધ્ય ઝંખતો હોય છે અને એ વૈવિધ્યમાં સાંગોપાંગ પાર ઊતરવું એ મોટો પડકાર હોય છે.
મારા અભિનય પ્રવાસનો પ્રારંભ સામાન્ય સ્તરે થયો હતો. શરૂઆતમાં મારી રંગભૂમિની દુનિયા ગણેશોત્સવ મંડળના તેમજ પૂજા – નવરાત્રીનાં મરાઠી નાટકો પૂરતી સીમિત હતી. એક એક ડગલું વિશ્વાસપૂર્વક ભરી આગળ વધી ગોવર્ધન મારવાડીના સંપર્કમાં આવ્યા પછી ખાડાની કંપનીનાં નાટકો કરવા લાગી. પછી થિયેટર સાથે જોડાયેલી કંપનીનાં નાટકોમાં કામ કરવાની તક મળી. પ્રગતિના એક પછી એક સોપાન સર કરી `શ્રી દેશી નાટક સમાજ’ સાથે જોડાઈ જે મારી કારકિર્દીનું એ સમયનું સર્વોચ્ચ બિંદુ હતું. જોકે, એક સમય એવો પણ આવ્યો કે ભાંગવાડીને રામ રામ કરવા પડ્યા. ત્યારબાદ ટીવી માટે કામ કર્યું, ફરી મરાઠી નાટકો કર્યા અને કાંતિ મડિયા અને સરિતા જોશી સાથે પણ કામ કરવાનો મોકો મળ્યો. આ બધા અનુભવોથી આર્થિક ઉપાર્જન સાથે કલાકાર તરીકે હું વધુ સમૃદ્ધ બની.
આ પણ વાંચો: હેં… ખરેખર?! : નવ દેશમાંથી વહેતી એમેઝોન નદી પર એકેય પુલ નથી!
મહેન્દ્ર જોશી સમાંતર રંગભૂમિનું ઝળહળતું નામ હતું. તેના હાથ નીચે તૈયાર થયેલા કલાકારોની યાદીમાં આમિર ખાન, પરેશ રાવલ, ફિરોઝ અબ્બાસ ખાન, શર્મન જોશી, જમનાદાસ મજેઠીયા, આતિશ કાપડિયા, વિપુલ અમૃતલાલ શાહ, પરેશ ગણાત્રા… વગેરે વગેરે ઘણાં નામ છે. ખેલૈયા',
તા થૈયા’ વગેરે નાટકોથી એમના નામને ચાર ચાંદ લાગી ગયા હતા. પ્રસિદ્ધ ચિત્રકાર ભૂપેન ખખ્ખર લિખિત `મોજીલા મણિલાલ’ મહેન્દ્ર જોશીનું એક બોલ્ડ નાટક હતું.
નાટકમાં બે સ્ત્રી પાત્ર કેન્દ્રમાં હતાં, સરિતા અને શર્મિષ્ઠા. આ નાટકમાં કામ કરવાનો અનુભવ અનન્ય રહ્યો અને નાટકના સંવાદો અને મહેન્દ્ર જોશીની શૈલીથી મને એવું ઘણું નવું શીખવા મળ્યું જેનો અનુભવ અગાઉ મને ક્યારેય નહોતો થયો. બારાખડી શીખી લીધા પછી બાળક અક્ષરોમાંથી શબ્દો અને શબ્દોમાંથી વાક્ય રચના કરતા શીખી કેવો આનંદ અનુભવે એ પ્રકારનો આનંદ મહેન્દ્ર જોશી સાથે કામ કરતી વખતે થયો. રંગભૂમિના બદનસીબ કે મહેન્દ્ર જોશી યુવાન વયમાં જ ગુજરી ગયો. એ જો વધારે જીવ્યો હોત તો ગુજરાતી રંગભૂમિએ એક નવું શિખર ઊભું કર્યું હોત એવું જરૂર કહી શકાય.
ગયા હપ્તામાં મેં ગોટ્યાની વાત કરી હતી. એક હોશિયાર છોકરો સંજોગોને કારણે ભણતરથી વંચિત રહી ન જાય એ માટે કરેલી કોશિશ સાવ વ્યર્થ ગઈ એનો અફસોસ થયો. જોકે, પોલીસને પણ ખ્યાલ આવી ગયો કે કિશોરાવસ્થામાં શાંગ્રિલની ગોટ્યા સાથે સહજ ઓળખાણ હતી. હું મરાઠી નાટકોની અગ્રણી અભિનેત્રી છું એ પણ જ્યારે એમના ધ્યાનમાં આવ્યું ત્યારે શાંગ્રિલનું ગોટ્યા સાથે કોઈ કનેક્શન નથી એની તેમને ખાતરી થઈ ગઈ. ત્યાર પછી અમારે ક્યારેય પોલીસ સ્ટેશન ન જવું પડ્યું કે ન પોલીસે ફરી શાંગ્રિલની પૂછપરછ કરી. મેં હાશકારો અનુભવ્યો. ભયંકર પરિસ્થિતિમાંથી ઉગારી લેવા બદલ મેં ઈશ્વરનો આભાર માન્યો.
આ પણ વાંચો: સર્જકના સથવારે : આપની યાદોથી આખો ઓરડો ભરચક હતો ઘર હવે લાગે છે સૂનું આપના આવ્યા પછી…
જીવનમાં ઘણી વખત એવું બનતું હોય છે કે કોઈ સમસ્યા કે આપત્તિમાંથી આપણે મુક્ત થઈ જઈએ છીએ પણ એની આડ અસર આપણને પરેશાન કરે છે. ગોટ્યાને કારણે શાંગ્રિલ સાથે જે કંઈ થયું, અમારા માથે વીતી એને કારણે માનસિક ત્રાસ બહુ થયો. કશી લેવાદેવા વગર અમે મુસીબતમાં મુકાયા. આ ઘટનાની મારા દિલ અને દિમાગ પર એવી અસર થઈ કે હું શાંગ્રિલ માટે વધુ પડતી સાવધ થઈ ગઈ. આ બધું પૂં થયું ત્યાં બે દિવસ પછી મારે મરાઠી નાટક કિનારા'ના શો માટે મહારાષ્ટ્રના વિદર્ભની ટૂર પર જવાનું થયું.
દીકરી ચેરીની સુવાવડ વખતે જે નાટક છોડી હું મુંબઈ પાછી ફરી હતી એ જ નાટકના શો માટે જવાનું હતું. જોકે, જે કંઈ બની ગયું એને કારણે હું થોડી ડરી ગઈ હતી, અંદરથી ધ્રુજી ગઈ હતી. મોટી દીકરીનું બાળક નાનું હોવાથી એ સતત એની સારસંભાળમાં વ્યસ્ત રહે એ સ્વાભાવિક હતું. નાની દીકરી ભણતર સાથે કામ પણ કરતી હોવાથી એની પાસે પણ ફાજલ સમય નહોતો બચતો. શાંગ્રિલને રેઢો મૂકવાની મારી કોઈ તૈયારી નહોતી. એટલે મેં નાટકના આયોજકોને કહી દીધું કે
અંગત સમસ્યાઓને કારણે હું નાટકની ટૂરમાં નહીં જોડાઈ શકું. તમે રિપ્લેસમેન્ટની વ્યવસ્થા કરી લો.’
મેં તો મારી સમસ્યા જણાવી દીધી, પણ નાટક કંપની માટે એક બહુ મોટો પ્રોબ્લેમ ઊભો થઈ ગયો. સામાન્યપણે ટૂરનાં નાટકોનું આયોજન અગાઉથી નક્કી કરવામાં આવતું હોય છે. કયા સ્થળે – કયા થિયેટરમાં કેટલા શો થશે એ નક્કી કરી એની ટિકિટોનું પણ આગોતં વેચાણ કરવામાં આવતું હોય છે. છેલ્લી ઘડીએ નાટકના શો કેન્સલ ન કરી શકાય કારણ કે એનાથી આર્થિક નુકસાન થાય. શો મસ્ટ ગો ઓન' માટે કલાકારનું રિપ્લેસમેન્ટ થાય પણ એવું વારંવાર કરવું નાટકના હિતમાં નથી હોતું.
કિનારા’ નાટક માટે વિદર્ભ પ્રવાસની મેં ના પાડી એટલે પછી નાટક કંપનીએ મારા નામ પર કાયમની ચોકડી મારી દીધી. ફરી ક્યારેય મને કોઈ નાટક માટે યાદ ન કરી. મરાઠી નાટ્ય સૃષ્ટિ સાથેના એક સુંદર પ્રકરણનો આમ અચાનક અંત આવી ગયો. ક્ષણિક દુ:ખ થયું, પણ મારા પુત્રના ભવિષ્યને પ્રાધાન્ય આપવું મને એ સમયે વધુ જરૂરી લાગ્યું હોવાથી મેં આ નિર્ણય લીધો હતો. અભિનેત્રી અને માતા એ બે પલડામાં હતા જેમાં માતાનું પલડું નમી ગયું.
શાંગ્રિલ અપેક્ષા મુજબ પરીક્ષામાં નાપાસ થયો અને એના ભણતરને યોગ્ય દિશા મળે એ માટે મલાડની કોલેજમાં એડમિશન અપાવ્યું. નાટકની ટૂરમાં જવા પર તો મેં તાત્પૂરતું તાળું મારી દીધું હતું અને સારો પ્રતિસાદ ન મળતા `મોજીલા મણિલાલ’ના શો પણ બંધ થઈ ગયા હતા. હું સતત ઘરમાં રહેતી હતી એટલે બાળકો પર સરખું ધ્યાન આપી શકતી હતી. હવે કરવું શું? એ વિચાર મને ઘેરી વળ્યો. કામ કર્યા વિના ઝાઝો સમય તો ઘરમાં હાથ જોડી બેસી રહેવું પાલવે નહીં, કારણ કે હું મારા બે ભણતાં બાળકો અને મારી મોટી દીકરી અને તેનું નવજાત બાળક. બીજા મોજશોખ ન કરીએ પણ બે ટંક ખાવા તો જોઈએ ને. એવામાં સિદ્ધાર્થ શાહ નામના શખ્સે મારો સંપર્ક કર્યો અને એક પ્રખ્યાત મરાઠી નાટકના ગુજરાતી સંસ્કરણમાં રોલની ઓફર કરી.
પહેલી વાર કરુણ નાયક
મણિલાલ નભુભાઈ દ્વિવેદીએ નિબંધકાર, નાટ્યકાર, કવિ, વિવેચક, સંશોધક, સંપાદક, આત્મચરિત્રકાર, તત્ત્વચિંતક અને સમાજ સુધારક તરીકે 19મી સદીમાં અપાર ખ્યાતિ મેળવી હતી. જોકે, કમનસીબે અંગત જીવન કરુણ હતું અને એટલે જ એમના સર્જનમાં એ કણા અનેક જગ્યાએ ડોકિયાં કરે છે. તેમણે કાન્તા' અને
નૃસિંહાવતાર’ એ બે નાટક લખ્યાં હતાં. એમાં કાન્તા' નાટકની ગણના ગુજરાતી સાહિત્યમાં 19મી સદીનું સૌથી ઉત્કૃષ્ટ નાટક તરીકે કરવામાં આવી હતી. મુંબઈ ગુજરાતી નાટક મંડળીએ 29 જૂન 1889ના દિવસે આ નાટકનું મંચન કરીને નાટ્ય પ્રવૃત્તિઓનું ઉદઘાટન કર્યું હતું. મણિલાલ દ્વિવેદી મૌલિક નાટ્યલેખન ઉપરાંત નાટકનું ભાષાંતર પણ કરતા હતા. વિલિયમ શેક્સપિયરના નાટકો માટે વિશેષ ચિ હોવાથી
કાન્તા’ નાટકમાં શેક્સપિયરની કણાંતિકાના કેટલાંક તત્ત્વો નજરે પડે છે. આ નાટકની ખાસિયત એ હતી કે એમાં ઈતિહાસ, કલ્પના અને પરંપરાગત મૂલ્યોનું મિશ્રણ જોવા મળ્યું હતું. પહેલી વાર ગુજરાતી નાટકમાં એક કણ નાયક દર્શાવવામાં આવ્યો હોવાની રજૂઆત એ સમયે થઈ હતી. આ નાટકથી મણિલાલ દ્વિવેદીને લેખક તરીકે ગુજરાતી સાહિત્યમાં સત્કાર મળ્યો હતો. ગુજરાતી સાહિત્યનાં શિષ્ટ કણાંત નાટકોમાં કાન્તા નાટકની ગણના થાય છે.