ફોકસ: આધ્યાત્મિક વિરાસત એટલે પુરીની જગન્નાથ રથયાત્રા…

-આર.સી.શર્મા
પુરીમાં ભગવાન જગન્નાથની રથયાત્રા એકમાત્ર વિશાળ આયોજન નથી, આ ભારતીય આધ્યાત્મિક ચેતના અને સાંસ્કૃતિક વિરાસતનું જીવંત પ્રતીક છે. આને ભગવાન જગન્નાથ અને તેમના મોટા ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાની વાર્ષિક યાત્રાના રૂપમાં ઓળખાય છે. ઓડિસાના પુરી શહેરમાં થવાવાળી આ રથયાત્રા આજે પૂરી દુનિયામાં ભારતની આધ્યાત્મિક જાગૃતિનો પર્યાય છે. આ રથ યાત્રામાં ત્રણ દેવતાઓને રથમાં બેસાડીને શ્રીમંદિર એટલે પુરીમાં જગન્નાથ મંદિરથી ગુંડિચા મંદિર ( કે જે તેમની માસીનું ઘર છે) લાવવામાં આવે છે. આ યાત્રા આધ્યાત્મિક રીતે આત્માની ઈશ્ર્વર પ્રત્યેની યાત્રાને દર્શાવે છે. આ વિધિસર યાત્રામાં થોડા ઘણા સાંકેતિક ધાર્મિક અર્થ છુપાયેલા છે. એટલે કે આ યાત્રાનો સંકેત છે કે ઈશ્ર્વર સાક્ષાતકારનું પ્રતીક છે, કારણકે, શ્રીમંદિર એટલે જગન્નાથ મંદિરમાં બિન હિંદુ લોકોને પ્રવેશની મંજૂરી નથી, તેથી જ ભગવાન જગન્નાથ પોતાના મોટા ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાની સાથે મંદિરની બહાર આવી બધાં જ ભક્તોને દર્શન આપે છે. આ ઈશ્ર્વરના લોકમાં નહીં પરંતુ ભક્તોના લોકમાં અવતરવાનું પ્રતીક છે. આ યાત્રા ભક્તિ પર આધારિત છે, જેમાં જાતિ, વર્ગ,લિંગ, ભાષા પર કોઈ પણ પ્રકારનો ભેદભાવ નથી હોતો. સર્વેને ભગવાનની સમીપ જવાનો અવસર મળે છે. ભગવાન જગન્નાથ ધ્યાન અમે ધર્મના પ્રતીક છે, તેમના મોટા ભાઈ બલભદ્ર શક્તિનું પ્રતીક છે અને બહેન સુભદ્રા કરુણાનો પર્યાય છે. આ ત્રણેયની એક સાથે કરેલી યાત્રા જીવનના સંતુલનને દર્શાવે છે.
આ યાત્રા સાથે થોડી પૌરાણિક કથાઓ પણ જોડાયેલી છે. સ્કંદપુરાણ, બ્રહ્મ પુરાણ અને પદ્મપુરાણમાં ભગવાન જગન્નાથ કેવી રીતે પ્રકટ થયા અને તેમની રથયાત્રાનું વર્ણન મળે છે. કથાને અનુસાર ભગવાન જગન્નાથ એટલે કે, કૃષ્ણ જ્યારે પૃથ્વીથી પોતાના ધામ પાછા ફરી રહ્યા હતા ત્યારે તેમના શરીરના અવશેષો એટલે કે ખાસ કરીને તેમના હાડકા કે જેમને (નીલ માધવ) કહેવાય છે, તેને સમુદ્ર્રમાં પ્રવાહિત કરવામાં આવ્યાં હતાં. આ અવશેષો એક લાકડીના રૂપમાં પાછા આવ્યા અને પુરીના રાજા ઈંદ્રકુંભને સપનામાં આદેશ મળ્યો કે આ લાકડીથી ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રાની મૂર્તિઓ બનાવવામાં આવે. આ મૂર્તિઓને જ દર વર્ષે રથમાં બેસાડીને યાત્રા કરાવવામાં આવે છે. ગુડિંચા યાત્રા આ વાતનું પ્રતીક છે કે ભગવાન પોતાના જન્મસ્થાન એટલે કે, ગુંડિચા મંદિર જાય છે. આ કૃષ્ણના મથુરાથી દ્વારકા જવાના પ્રસંગથી પણ જોડાયેલું છે.
પુરીની રથ યાત્રા સેંકડો વર્ષોથી થઈ રહી છે, પરંતુ છેલ્લાં કેટલાંક વર્ષોમાં આ કાર્યક્રમ દુનિયાના સૌથી ભવ્ય ધાર્મિક અને આધ્યાત્મિક આયોજનમાં બદલાઈ ગયો છે અને એમાં મીડિયા તથા ડિજિટલ પ્રસારણનો મહત્ત્વનો હિસ્સો છે. આમ તો ચેનલોની ભરમાર પછી જગન્નાથ રથયાત્રાનું પુરી દુનિયામાં લાઈવ પ્રસારણ બતાવવામાં આવે છે. આના આકર્ષણનું એક મોટું કારણ એ પણ છે કે, આ ધાર્મિક યાત્રા જટિલ ધાર્મિક વિધિઓથી દૂર છે અથવા તો આ યાત્રા માત્ર શ્રધ્ધાથી જોડાયેલી છે. તેથી જ તે યુવાનોને ઓછી આકર્ષિત કરે છે. આ યાત્રાનું યાંત્રિકીકરણ પણ લોકપ્રિયતા વધારે છે કારણકે, દુનિયામાં બીજી કોઈ આવી ધાર્મિક યાત્રા હોતી જ નથી, જેમાં વિકલાંગો, રોગીઓ અને ભિખારીઓ ભાગીદાર હોય છે. બધા જ લોકો મળી ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રાનો રથ ખેંચે છે જેથી તેમને પુણ્ય પ્રાપ્ત થાય. આવી સમાવેશિકતા દુનિયાના કોઈ પણ ધાર્મિક, સાંસ્કૃતિક આયોજનમાં જોવા મળતી નથી. જો આ યાત્રા માટે પાછલા બે દસકાથી જબરદસ્ત ક્રેઝ વધ્યો હોય તો આનો શ્રેય ઈંટરનેશનલ સોસાયટી ફોર કૃષ્ણ કોનશિયઝનેસ એટલે કે ઈસકોનનું પણ જબરદસ્ત યોગદાન છે. બ્રિટન, અમેરિકા, રશિયા, ઓસ્ટ્રેલિયા, દક્ષિણ આફ્રિકા સહિત દુનિયાના સોથી પણ વધુ શહેરોમાં પણ આ રથયાત્રા ફેસ્ટિવલ શરૂ કરવામાં આવ્યો છે. દુનિયામાં દૂર દૂર વસેલા ભારતીયો તો આ રથનેે ખેંચે જ છે પરંતુ
લાખો વિદેશીઓ પણ આ ઉલ્લાસપૂર્ણ, શક્તિમય ફેસ્ટિવલના આકર્ષણથી બચી નથી શકતાં. રથયાત્રા, યોગ અને આયુર્વેદ આ ત્રણેય વસ્તુઓ ભારતનાં એવાં શસ્ત્રો છે કે જે કોઈપણ હાઈ ટેકનોલોજીથી ઓછી નથી. એટલે જ પુરીની રથયાત્રા માત્ર ધાર્મિક ગતિવિધિ જ નહી પરંતુ ભારતના સંસ્કૃતિ પ્રભાવની કથા છે.
આપણ વાંચો : ફોકસ : શું પ્લાસ્ટિક પર્યાવરણ માટે અનુકૂળ છે?