ઓપિનિયન : તમને ક્યારેય લોટરીની ટિકિટ લાગી છે?

- સી. એ. પ્રકાશ દેસાઈ
આપણામાંથી મોટા ભાગના લોકોએ તેના જીવનકાળમાં કયારેક તો લોટરીની ટિકિટ નશીબ અજમાવવામાં કે રમતમાં જરૂર લીધી હશે અને તેમાંથી કોઇ એકાદ ભાગ્યશાળીને લોટરી લાગી પણ હશે અને કદાચ બહુ વધારે ભાગ્યાશાળી હોય તેને કદાચ 2 કે 3 વખત પણ લોટરીના નાના મોટા પ્રાઇઝ લાગ્યા હશે પણ કોઇને વારંવાર લોટરીની ટિકિટ લાગે ખરી? આ પ્રશ્નનો જવાબ 2019માં અમેરિકાની એક કોર્ટમાં મળ્યો હતા!
2019માં અમેરિકાના મેસેચ્યુસેટસ રાજ્યની કોર્ટમાં કેસ ચાલ્યો હતો, જેમાં એક એશિયાની લઘુમતી કોમના બાપ અને તેના બે દીકરાઓને લોટરીના કેસમાં છેતરપિંડી કરવાના મામલામાં સજા ફરમાવવામાં આવેલી હતી.
અમેરિકામાં લોટરીની ટિકિટો જનરલી ગૅસ સ્ટેશન પર આવેલા કન્વિનિયન્સ સ્ટોર્સમાં કે ગ્રોસરી સ્ટોર્સમાં વેંચાય છે અને અમેરિકાના કેટલાય સ્ટેટ્સ તેઓની લોટરી ચલાવે છે. જેમાં મેસેચ્યુસેટસ પણ એક રાજય છે અને મોટા ભાગના કેસમાં લોટરીની જીતની રકમ ઉપર 24 ટકા ઇન્કમટેક્સ ચાર્જ કરવામાં આવે છે.
આ પણ વાંચો: વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સાસણગીર ખાતે જંગલ સફારીની મુલાકાત…
આ બાપ અને બેટા એક સ્કીમ ચલાવી જેમાં લોટરી ટિકિટ વિક્રેતાઓ સામીલ હોય શકે છે જેના અંતર્ગત જેને પણ આ સ્ટેટ ગવર્મેન્ટની લોટરીની ટિકિટ લાગી હોય તેને ડિસ્કાઉન્ટમાં 2 નંબરમાં તેઓ પાસેથી ખરીદી લેવામાં આવતી હતી. અને તેને બદલામાં આ લોટરીની ટિકિટ ધારકને જીતની રકમ રોકડામાં ચૂકવવામાં આવતી હતી. જેથી તે રકમ ઉપર ઓરિજિનલ વિનરે કોઇ ટેક્સ ના ભરવો પડે અને બાપ બેટાઓની ટીમ સ્ટેટ લોટરી કમિશનને આ ઓરિજિનલ લોટરીની ટિકિટ તેઓની છે તેમ કરીને પ્રાઇઝ મની મેળવતા હતા.
તો પ્રશ્ન થાય કે તેમાં તેને ફાયદો શું થતો હશે, કારણકે તેઓને પણ લોટરીની ટિકિટ ઉપર 24 ટકાનો ટેક્સ તો ભરવો જ પડે તો આ ટ્રામ્ઝેકશન તેમના માટે નુકસાનનું થયું.
પણ આ બાપ બેટાઓની ટીમે એક મોટું સ્કેમ રચેલું જેમાં તેઓ તેના અન્ય ધંધામાં નુકસાન બતાવતા હતા અને ઇન્કમ ટેક્સના રિટર્નમાં આ અન્ય ધંધાના લોસ સામે લોટરીની ટિકિટમાં જીતેલી રકમ મજરે મેળવતા હતા. જેથી તેઓને 24 ટકાનો ટેક્સ ભરવો નહોતો પડતો. અને આજ સ્કેમ હતું જેમાં રિયલ લોટરી ટિકિટ વિજેતા તેની લોટરીની ટિકિટ આ પિતા પુત્રની ટીમને વેંચીને બે નંબરમાં જીતની રકમ મોટા ડિસ્કાઉન્ટથી વેંચી દેતા હતા અને તેના બદલામાં મળેલી રકમ બે નંબરની હોવાના ઓરિજિનલ ટિકિટધારકને નાતો તેની જીતની રકમ તેના ઇન્કમટેક્સ રિટર્નમાં ડિકલેર કરવી પડતી હતી. ના તો તેના ઉપર કોઇ ટેક્સ ભરવો પડતો હતો અને બીજી તરફ આ પિતા પુત્રોની ટીમ પણ લોટરીની જીતેલી રકમ તેના અન્ય લોસની સામે મજરે મેળવીને ટેકસ નહીં ભરતા આ બન્ને પાર્ટી માટે વીન વીન ગમે હતી.
જેનો મુખ્ય ઉદ્દેશ ઇન્ટરવલ રેવન્યુ સર્વિસ કે જેને આઇઆરએસ કહેવામાં આવે છે જેને અમેરિકાનો ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ છે તેને ચૂનો લગાવવાનો હતો. જેથી કોઇને પણ ટેકસની રકમ ના ભરવી પડે અને બન્ને પાર્ટીને ફાયદો થાય. પણ આ સ્કેમ જો એકાદ વાર કે કદાચ 5થી 7 વાર કરે તો સમજી શકાય.
પણ આ પિતા પુત્રોની ટીમ કહેવાય છે ને કે લોભને કોઇ થોભ નથી હોતો તેમ એક દશકા કરતા પણ વધારે સમયથી આ સ્કેમ ચલાવ્યું. જેમાં 14,000 વખત હા 14,000 વખત પિતા પુત્રોની ટીમે લોટરીની ટિકિટો ઓરિજિનલ વિનર પાસેથી બે નંબરમાં ખરીદીને તેઓની છે તેમ બતાવીને લોટરીની વિનિંગ રકમ મેળવી અને તેઓના ઇન્કમ ટેક્સ રિટર્નમાં બતાવી પણ ખરી પણ અન્ય લોસ સામે સેટ ઓફ લઇને કોઇ ટેકસેબલ ઇન્કમ ના હોવાના કારણે ટેક્સ નહીં ભરતા કુલ્લે 2 કરોડ ડૉલર્સની રકમ ઉપર રાજસ્વને 60 લાખ ડૉલર્સનું નુકસાન કરેલું હતું.
આ પણ વાંચો: ટ્રાવેલ પ્લસ : કલા, આધ્યાત્મ ને સંસ્કૃતિનો અદ્ભુત સમન્વય એટલે મોઢેરાનું સૂર્યમંદિર
14,000 વખત લોટરી વિજેતાના કલેઇમ કોઇ એક ગ્રૂપ કે બિઝનેસ હાઉઝથી આવે તો સ્વાભાવિક છે કે આઇઆરએસને ખબર પડી જ જાય કે આ એક મોટું કારસ્તાન ચાલી રહ્યું છે.
જેનું ઇન્વેસ્ટિગેશન થતા આ કાવતરું બહાર આવ્યું અને કેસ ચાલ્યો જેમાં એક પુત્રએ તો ગુનો કબૂલ લીધો. જયારે પિતાને 5 વર્ષની જેલ થઇ અને બીજા પુત્રને 50 મહિનાની સાથે સાથે આઇઆરએસએ ગુમાવેલી 60 લાખની ટેક્સની રકમ ચૂકવવાનો આદેશ આપ્યો સાથે સાથે ખોટા ઇન્કમટેકસના રિર્ટનો ફાઇલ કરવા, ધંધામાં ખોટા લોસ બતાવવા વગેરેના ગુનાઓ બદલ પ્રોસિક્યુસન એકશન પણ લેવામાં આવ્યા.
આ સાથે આ સ્કેમમાં સંડોવાયેલા સંદીગ્ધ લોકો કે જેમાં લોટરી ટિકિટ વિક્રેતાઓ કે જેણે આ વિનિંગ ટિકિટો ઉપલબ્ધ કરાવી તેના દુકાનના લાઇસન્સ રદ કરવામાં આવ્યાં, જેની ખરેખર ટિકિટો હતી અને જેણે કાળી કમાઇ કરેલી તે તમામ સંડોવાયેલા લોકો સામે એકશન લેવામાં લઇને આ સ્કેમ બંધ કરવામાં આવેલ હતું.
પાપનો ઘડો એકવાર જરૂર ફૂટે છે તે ફરી એકવાર આ પિતા-પુત્રોના કેસમાં સાબિત થયું છે. નીતિન રોટી અનીતિની કમાઇ કરતા પચવામાંં સો ગણી સહેલી હોય છે!