2023માં ઈરાન અને બેલારૂસ તેના કાયમી સભ્યો બનતાં સભ્ય સંખ્યા 10 થઈ છે…
મિજાજ મસ્તી : મૂંગા સંબંધોની બોલી: વહાલથી વફાદારી સુધી…

- સંજય છેલ
સત્તા પર હસવું કે ભસવું નહીં. (છેલવાણી)
એક માણસ પોતાના ત્રણ પાળેલાં કૂતરાને રસ્તા પર ફરવા લઈ જતો હતો. ત્યારે કોઇએ ક્યૂટ કૂતરાઓ જોઇને પૂછ્યું, `આમનાં નામ શું છે?’
`પ્રાણજીવન, નવજીવન અને હરજીવન.’ પેલાએ કહ્યું,
`…ને તમાં નામ?’
`ટોમી!’, કૂતરાના માલિકે શરમાઇને કહ્યું!
એકવાર હું જ્યારે આનંદ’ કેઅનાડી’ કે અભિમાન’ જેવી ફિલ્મોનાં મહાન નિર્દેશક ઋષિકેશ મુખર્જીને એમના બંગલે મળવા ગયેલો ત્યારે એ એક જ પ્યાલામાંથી કૂતરાઓને દૂધ પીવડાવે અને પછી એમાંથી જ પોતે પીતા…એ જોઇને ચોંકી ગયેલો.
વળી, ઋષિકેશ મુખર્જી, કૂતરાઓ સાથે બંગાળીમાં વાર્તાલાપ પણ કરતા ને કૂતરાઓ પણ ગહન મુદ્રામાં સાંભળતા! એક થિયરી છે કે શિયાળ મૂળમાંથી ઊતરી આવેલ શ્વાન ખૂબ વફાદાર પ્રાણી છે, છતાં આપણે એને ગાળોમાંપેલો કૂતરાની મોતે મરશે’ કે પેલી સાવબિચ’ કે કૂતરી જેવી છે.’ જેવું ના કહેવાનું કહીએ છીએં.
તમને થશે કે શ્વાન-પુરાણ કેમ માંડ્યું છે?
હમણાં જ દર વર્ષની જેમ આ 26 ઓગસ્ટે પણ `ઇન્ટરનેશનલ ડોગ-ડે’ ઉજવવામાં આવ્યો એટલે સમગ્ર શ્વાન-પ્રજા અને શ્વાન-પ્રેમીઓને અર્પણ કરતો આ ખાસ લેખ છે, જેની નોંધ જગતભરનાં રખડતાં અને પાળેલાં કૂતરાંઓ કદાચ ગંભીરતાથી લેશે અને મને કદી નહીં કરડે એવી આશા છે, કારણ કે આજકાલ કૂતરા વિરોધી અને કૂતરા તરફ એમ બે ભાગમાં આખો દેશ વહેંચાઇ ગયો છે.
સુપ્રીમ કોર્ટે તાજેતરમાં ચુકાદો આપ્યો છે કે પાટનગર અને એની આસપાસના વિસ્તારોમાંથી કૂતરાંને દૂર કરવામાં આવે અને રખડતાં કૂતરાઓની નસબંધી કરવામાં આવે અને હડકવાનાં રસી મૂકવામાં આવે, જેથી એમેની વસતિ વધતી અટકે અને કરડવાના કિસ્સા ઘટે. જોકે આ વિશે બેઉ પક્ષની લાંબી ચર્ચાઓ કદાચ ગલીના તમામ કૂતરાઓ સહિત બધાંને જ હવે ખબર છે એટલે મુદ્દો અહીં બહુ ચર્ચતા નથી.
હવે કૂતરાઓનો માનવ માટેનો અને માનવનો કૂતરાઓ પરનો પ્રેમ અજબ લેવલનો થઇ ગયો છે. હવે તો મુંબઇ જેવાં શહેરોમાં કૂતરાંઓ માટે ખાસ બ્યૂટી-પાર્લરો પણ ખૂલ્યાં છે, જ્યાં મોંઘા ભાવે કૂતરાને નવડાવે, વાળને શેમ્પૂ કરે, નખ પણ કાપી આપે!
બીજી બાજુ, રસ્તે રઝળતાં હિંસક કૂતરાંઓનું શું કરવું?’-એ ઉખાણું છે. ઘણાં વખત પહેલાં મહારાષ્ટ્રના નાગપુરમાં 3 વરસના વંશ નામનાં બાળકને રખડતાં કૂતરાંઓએ ગળા પર બચકાં ભરીને ફાડીને મારી નાખેલો! વંશની માતા માનસીએ, ગર્ભધાનની સ્પે. ટ્રીટમેંટથી માંડમાંડ એને જન્મ આપેલો એટલે સૌ વંશનેમિરેકલ બોય’ કહેતા, પણ બાળક વંશનો અ-કાળ અંત આવ્યો.
ઇતિહાસમાં શિવાજી મહારાજનો વાઘ્યા’ નામનો મિશ્ર જાતિનો કૂતરો, વફાદારી અને શાશ્વત ભક્તિના પ્રતીક તરીકે ઓળખાય છે. કહેવાય છે કે છત્રપતિ શિવાજીના અંતિમ સંસ્કાર વખતેવાઘ્યા’ કૂતરો ચિતામાં કૂદી પડ્યો હતો. રાયગઢ જિલ્લામાં `વાઘ્યા’ની યાદમાં કાંસાની એક ખાસ મૂર્તિ ગોઠવવામાા આવી છે.
ઇન્ટરવલ:
ક્યા હૈ કરિશ્મા કૈસા ખિલવાડ હૈ?
જાનવર આદમી સે ઝ્યાદા વફાદાર હૈ (નીરજ)
2024માં અમેરિકામાં સાઉથ ડાકોટાનાં મહિલા ગવર્નર ક્રિસ્ટી નોઈમે એનાં 14 મહિનાનાં કૂતરાને ગોળી મારી, કારણ કે એ પાગલ થઈ ગયેલો. ક્રિસ્ટીએ જાહેરમાં કહ્યું: જો કૂતરાંઓ બેકાબૂ થઈને હિંસક હુમલાઓ કરે તો મારી નાખવા જોઇએ.’ ગયા વર્ષે અમેરિકન રાષ્ટ્રપતિ, બાઈડેનનાકમાંડર’ નામનાં કૂતરાએ, અનેક સિક્રેટ સર્વિસ એજન્ટો પર હુમલા કર્યા કરેલા.
છેવટે એકમાંડર’ને વ્હાઇટ હાઉસમાંથી કોઇ અજ્ઞાત સ્થળે મોકલી દેવામાં આવ્યો હતો… આટઆટલા લોકોને કરડ્યા પછી ય એ કૂતરો હજી કેટલાને કરડશે- એની રાહ જોવાની? આવાં કૂતરાંઓને તો મારી જ નાખવા જોઈએ…એ પછી ટીવી-છાપાં-ફેસબૂક-ટ્વિટર (×) પર ક્રિસ્ટીનાં સંવેદનહીન વાત પર ખૂબ ગાળો મળી.
શ્વાન અને મારા વચ્ચે લવહેટ નહીં, પણ લવ ફિયરનો સંબંધ છે. મહોલ્લામાં ફરતા નિર્દોષ પોસ્ટમેન કે ભિખારીને ચોર કે આતંકવાદી માનીને અચાનક ત્રાટકતા ખતરનાક કૂતરાઓથી મને બહુ ડર લાગે છે. કોઇ મિત્રના ઘરે એનો કૂતરો મારી પાસે ધસી આવે તો મૂર્તિવત બની જઉં છું પછી મિત્ર સમજાવે, `અરે, ડર નહીં, એ કંઇ નહીં કરે!’
ત્યારે હું કહું કે- `આ વાત કૂતરાંને સમજાવ કે હું પણ એને કંઇ નહીં કરું માટે મને ડરાવે નહીં…! ‘ જો કે પછી આખી પાર્ટીમાં એ કૂતરો મારા ખોળામાં પ્રેમિકાની જેમ માથું મૂકીને પ્રેમથી બેસે એવું પણ બન્યું છે, છતાંયે પ્રેમ-સંબંધોનાં જખ્મોની જેમ કૂતરાંઓનો ડર મનમાંથી જતો નથી.
મારી નાની બહેનનાં ઘરે `ચોકો’ નામનો ક્યૂટ કૂતરો છે, જેની સાથે મેં માતૃભાષાનો પ્રચાર થાય એવા શુભઆશયથી ગુજરાતીમાં વાર્તાલાપ કરી જોયો છે. મારા અમુક લેખ પણ ઉત્સાહથી સંભળાવી જોયા, પણ એણે મને હસીને કે ભસીને કે ચાટીને કોઇ પ્રતિભાવ હજૂ નથી આપ્યો જેની મને ચાટી ગઈ છે… પણ એણે હિંસક હુમલો કરીને મને લખતાં અટકાવ્યો નથી એ સ્વીકારવું પડે.
જોકે એમ તો દાદરનાં કબૂતરખાના પાસે પરિદાઓને પંખીપ્રેમીઓ ચણ નાખે એનો ય વિરોધ થાય છે. પશુપંખી પ્રેમીઓ અને સત્તાવાળા સામસામે આવી ગયા છે. એક જમાનામાં કબૂતર તો શાંતિના દૂતનું પ્રતીક ગણાતું, જે આજે અશાંતિનું કારણ બની ગયું છે.
મહાનગર મુંબઇમાં અનેક બેઘર લોકો ભૂખ્યા સૂતા હશે પણ એમને કોઇ પૂછતું નથી, કૂતરાં-કબૂતરા પર લોકોને પ્રેમ ઉભરાઇ આવે છે. જોકે આ સારી વાત છે કે આજે આવાં મૂંગા જીવ પર દયા આવે છે કાલે લાચાર માનવીઓ પર પણ આવશે એવી આશા રાખીએ. અંગ્રેજીમાં એક કહેવત છે: એવરી ડોગ હેઝ અ ડે' અર્થાત
હર કૂત્તે કા દિન આતા હૈ!’ એમ એક દિવસ માણસનો યે દિવસ આવશે જ્યારે લોકો કણા પ્રેમ ને ખાસ તો ખાવાનું વરસાવશે.
એન્ડ-ટાઈટલ્સ:
ઈવ: હું `પપ્પી’ લઈ આવી.
આદમ: પણ કોની?