મનોરંજનનું મેઘધનુષ : વધુ એક વિશ્વસુંદરીનું બોલિવૂડમાં આગમન…

- ઉમેશ ત્રિવેદી
ઐશ્વર્યા રાય- સુસ્મિતા સેન-લારા દત્તા- માનુષી છિલ્લર…આ બધી જ બોલિવૂડની અભિનેત્રીઓમાં એક ચીજ કોમન છે કે આ બધી વિશ્વસુંદરીનો તાજ જીતીને બોલિવૂડમાં પ્રવેશી છે અને એમણે પોતાનું અલગ જ સ્થાન ઊભું કર્યું છે.
આ બધામાં વધુ એક નામ ઉમેરાયું છે અને એ છે હરનાઝ કૌર સંધુનું. ટાઈગર શ્રોફ અને સંજય દત્તની આગામી ફિલ્મ `બાગી-ફોર’થી હરનાઝ સંધુ હિન્દી ફિલ્મોમાં પ્રવેશી રહી છે.
ત્રીજી માર્ચ, 2000ના પંજાબના ગુરદાસપુરમાં જન્મેલી હરનાઝે 2021માં `મિસ યુનિવર્સ’નો ખિતાબ જીતીને ભારતને ગૌરવ અપાવ્યું હતું. ગુદાસપુરના નાનકડા અમથા ગામ કોહલીમાં પ્રીતમપાલ સિંહ સંધુ અને રબિન્દર કૌરને ત્યાં જન્મેલી હરનાઝે પબ્લિક એડમિનિસ્ટે્રશનમાં માસ્ટર્સની ડિગ્રી મેળવી છે. પંજાબી ઉપરાંત હિન્દી અને અંગ્રેજી ભાષા એ સારી રીતે જાણે છે.
માત્ર 17 વર્ષની ઉંમરે હરનાઝે 2017માં મિસ ચંદીગઢ’નું ટાઈટલ મેળવ્યું હતું. ત્યાર પછી એણેટાઈમ્સ ફ્રેશ ફેસ કોન્ટેસ્ટ-2017’માં ભાગ લીધો હતો અને તેમાં એ રનર અપ’ આવી હતી. ત્યાર પછી 2018માં એણેમિસ મેક્સ ઈમર્જિંગ સ્ટાર ઈન્ડિયા-2018’ની સ્પર્ધા જીતી લીધી હતી. ત્યાર બાદ એણે `ફેમિના મિસ ઈન્ડિયા-2019’માં પ્રાદેશિક રાઉન્ડમાં ભાગ લીધો હતો અને તેમાં વિજય મેળવ્યો હતો.
2019ની ફેમિના મિસ ઈન્ડિયા’માં પંજાબ વતી ભાગ લીધો અને એમાં એણે મિસ બ્યુટીફુલ સ્કીન, મિસ બિચ બોડી, મિસ બ્યુટીફુલ સ્માઈલ, મિસ ફોટોજેનિક અને મિસ ટેલન્ટેડ જેવી સ્પર્ધાની ફાઈનલમાં પ્રવેશ મેળવ્યો હતો. આ સ્પર્ધાના અંતમાં એ વિજેતા ઘોષિત થઈ હતી અને છેલ્લે 2021માંમિસ યુનિવર્સ’ સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું પછી 13 ડિસેમ્બર 2021ના એણે આ પ્રતિષ્ઠિત તાજ મેળવ્યો.
2021ના જ એણે પંજાબી ફિલ્મોદ્યોગમાં પ્રવેશ કર્યો. 2022માં એણે બીજી એક પંજાબી ફિલ્મ કરી અને હવે સાજીદ નડિયાદવાલાની ફિલ્મ `બાગી-ફોર’માં એને મુખ્ય અભિનેત્રી તરીકેની ભૂમિકા મળી છે. જો કે, હિંસાથી ભરપૂર આ ફિલ્મમાં હરનાઝને અભિનયની કેટલી તક મળશે એ કહેવું મુશ્કેલ છે.
`ઉડારિયાં’ નામની ટી. વી. સિરીઝમાં એણે નાનકડી ભૂમિકા ભજવી હતી, જેમાં એની સુંદરતાની સાથે જ એનાં અભિનયના વખાણ થયા હતા.
બાગી-ફોર’ એ ટાઈગર શ્રોફ-સાજીદ નડિયાદવાલાનીબાગી’ ફિલ્મની સિરીઝનો ચોથો ભાગ છે, પણ આ ફિલ્મ એનિમલ’નાં હિંસક દૃશ્યોને પણ પાછળ મૂકી દેશે એવી અત્યારે વાતો ચાલી રહી છે.બાગી-2016’માં આવી હતી. એમાં ટાઈગર શ્રોફની સાથે શ્રદ્ધા કપૂર હતી. બાગી-ટુ’ 2018માં આવી હતી. તેમાં ટાઈગરની સાથે દિશા પટણી અને મનોજ બાજપાઈ હતા.બાગી-થ્રી’માં ટાઈગરની સાથે ફરી શ્રદ્ધા કપૂર હતી અને સાથે રિતેશ દેશમુખ અને અંકિતા લોખંડે હતાં, જે 2023માં રિલીઝ થઈ હતી.
31 ઓગસ્ટથી છ સપ્ટેમ્બર સુધી શું શું જોવા જેવું છે?
OTTનું હોટસ્પોટ
- મેટ્રો ઈન દિનો’ અનેકિગ્ડમ’ ધૂમ મચાવવા તૈયાર
આદિત્ય રોય કપૂર, પંકજ ત્રિપાઠી, સારા અલી ખાન, અનુપમ ખેર, નીના ગુપ્તા અભિનિત ફિલ્મ મેટ્રો ઈન દિનો’ ફિલ્મનેટફ્લિક્સ’ પર રજૂ થઈ રહી છે. અનુરાગ બાસુ દિગ્દર્શિત આ ફિલ્મ બોક્સ ઓફિસ પર એટલું ઉકાળી શકી નથી.
આવી જ બીજી એક ફિલ્મ કિગ્ડમ’ પણ નેટફ્લિક્સ’ પર રજૂ થવાની છે. વિજય દેવરકોંડા, રુકમિણી વસંત અભિનીત આ ફિલ્મસાઉથ’ની ફિલ્મ છે, એ પણ એટલી ચાલી નથી. જો કે, ઘણીવાર એવું જોવા મળે છે કે થિયેટરમાં ન ચાલેલી ફિલ્મ `ઓટીટી’ પર દર્શકોને ખૂબ જ પસંદ પડે છે. આ બંને ફિલ્મનું પણ આવું થાય એની શક્યતા છે. દરમિયાન આપણે હવે OTT પર હાલમાં ટે્રન્ડ કરી રહેલી સિરીઝ વિશે પણ જાણીએ…
- એમ એક્સ પ્લેયર :
- `હાફ સીએ’ (બીજી સિઝન)
- `સેના’ (વોર ડ્રામા-સસ્પેન્સ) થલપતિ વિજયની વારીસ
- `હન્ટર-ટુ’; સુનીલ શેટ્ટી-જેકી શ્રોફની
- જિયો હોટસ્ટાર: અહીં ધૂમ મચાવનારી અનેક સિરીઝનું પ્રસારણ ચાલુ છે તેમાં સલાકાર- `સ્પેશ્યલ ઓપ્ટ-ટુ’
- ક્રિમિનલ જસ્ટિસ- ડોરેમોન, –
સરઝમીન'(કાજોલ) અને અંગ્રેજી
ગેમ ઓફ થ્રોન્સ’ની નવી સિઝનનો સમાવેશ થાય છે. - નેટફ્લિક્સ: `સારે જહાં સે અચ્છા’ (જાસૂસી સિરીયલ)
અંગ્રેજી સિરિયલ
વેન્સડે’ની બીજી સિઝન, સના ખાન અને સનાયા ઈરાની અભિનિતઝિંદાબાદ'ની સાથે જ પાંચમી સપ્ટેમ્બરથી નવી સિરીઝ
ઈન્સ્પેક્ટર ઝેન્ડે’ શરૂ થવાની છે.- એમેઝોન પ્રાઈમ: અહીં પહેલી સપ્ટેમ્બરે નવી સિરીઝ
ધ રન અરાઉન્ડ' શરૂ થવાની છે. એ સિવાય
ધ વર્કિંગ મેન’ અનેબ્લેક બેગ' જેવી અંગ્રેજી સિરિયલો તો છે જ. પ્રાજક્તા કોળી, પ્રિયા બાપટ અભિનીત સિરીઝ
અંધેરા’ પણ ફરી રજૂ થઈ રહી છે. - સોની લીવ: સોની લીવ પર
શાર્ક ટેન્ક ઈન્ડિયા'ની નવી સિઝન,
ધ હન્ટ: ધ રાજીવ ગાંધી એસેસીનેશન કેસ, માયાસામા, કોર્ટ કચહરી’ વગેરે જોઈ શકાશે.
આ પણ વાંચો…મનોરંજનનું મેઘધનુષ્ય : ધૂંઆધાર અભિનયથી છવાઈ જતી ‘ધૂરંધર’ની અભિનેત્રી સારા અર્જૂન