ફોકસ: સોશિયલ મીડિયામાંથી ક્નટેન્ટની ચોરી તમને જેલમાં પણ ધકેલી શકે!

-પ્રભાકાંત કશ્યપ.
આ દિવસોમાં, સમગ્ર વિશ્વમાં એઆઇના વિશાળ લેંગ્વેજ મૉડલ ચેટબોટ વિશે ચર્ચા ચાલી રહી છે કે અત્યાર સુધી ઉપલબ્ધ તમામ ચેટબોટ મૉડલો છે, આ બધામાં મોટા પાયે વધુ ડેટાનો ઉપયોગ થયો છે, તે કોઈની પરવાનગી વિના સીધા ડિજિટલ વર્લ્ડમાંથી લેવામાં આવ્યો છે. તેથી,ચેટબોટના વિવિધ મૉડલના ભવિષ્યને લઈને મોટા કાયદાકીય પ્રશ્નો ઊભા થયા છે, આખરે, તેઓ જે ડેટા બનાવે છે તેનો કાનૂની આધાર શું હોવો જોઈએ? એ પણ ચર્ચાનો વિષય છે કે જો કોઈ એઆઇ મૉડલ ખોટી કે હાનિકારક માહિતી ફેલાવશે તો કોને જવાબદાર ગણવામાં આવશે? શું એઆઇ મૉડલને પ્રકાશક માનવામાં આવશે કે માત્ર એક સાધન? આ વિશે હજી ચર્ચા ચાલી જ રહી છે, જ્યારે એઆઇના વિવિધ ચેટબોટ મૉડલ્સે અત્યાર સુધીમાં ઘણા લેખકો, પત્રકારો, ડિઝાઇનરો અને કોડર્સની નોકરીઓ છીનવી લીધી છે અથવા તેમના પર અસુરક્ષાની તલવાર લટકાવી છે. તાજેતરમાં, ન્યૂયોર્ક ટાઈમ્સે ઓપન એઆઇ પર તેના એઆઇ મૉડલ્સને તાલીમ આપવા માટે મોટા ડેટાનો ઉપયોગ થયો તે બદલ કેસ કર્યો છે.
વેલ, ભારતમાં અત્યારે એઆઇ પર કોઈ સ્પષ્ટ કાયદો નથી. જોકે, સરકાર ડેટા પ્રોટેક્શન અને એઆઇ રેગ્યુલેશન પર વિચાર કરી રહી છે અને ટૂંક સમયમાં આના પર કડક નિયમો બનાવવામાં આવશે. ખાસ કરીને કોપીરાઈટ અને ગોપનિયતા સંબંધિત બાબતોમાં. પરંતુ ભારતમાં અને સમગ્ર વિશ્વમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર હાજર ક્નટેન્ટને લઈને સ્પષ્ટ કાયદો છે. જો કોઈ કંપની કે વ્યક્તિ કોઈપણ લેખક અથવા સામાન્ય વ્યક્તિની કોઈપણ રચનાત્મક ક્નટેન્ટ, કોઈ માહિતી અથવા તેનો કોઈ ડિજિટલ ડેટા તેના ફેસબુક એકાઉન્ટ કે કોઇપણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી ચોરી કરી તેનો ઉપયોગ પોતાના માટે કરે, તો તેની સામે કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે.
આવી વ્યક્તિને જેલ પણ મોકલી શકાય છે અને ભારે દંડ પણ થઈ શકે છે. તમે કોઈ લેખકની વાર્તા, પત્રકારનો મહેનતથી સંશોધન કરેલ અહેવાલ, ફોટોગ્રાફરની તસવીર સોશિયલ મીડિયામાંથી ઉપાડીને તેનો ઉપયોગ તમારા અંગત ફાયદા માટે કરી શકતા નથી, કારણ કે આ તમામ ડિજિટલ ડેટા તે લોકોની અંગત સંપત્તિ છે. ભારતમાં હાજર કોપીરાઇટ એક્ટ-1957 આપણને કાનૂની અધિકાર આપે છે કે આપણા ડેટાની કોઈપણ પ્રકારની નકલ બનાવવા, તેને અન્ય કોઈને વિતરિત કરવા, તેને તમારી દિવાલ પર પ્રદર્શિત કરવા અથવા કોઈપણ પ્રકારનો વ્યવસાયિક ઉપયોગ કરવા માટે સખત પ્રતિબંધિત છે. જો તમે તેનો ઉપયોગ કરવા માંગો છો, તો તમારે સંબંધિત વ્યક્તિ પાસેથી લેખિત મંજૂરી લેવી પડશે.
આ પણ વાંચો: ફોકસ : મહાનગરોમાં હવે અનિદ્રા બીમારી નથી, લાઇફસ્ટાઇલ છે
જો કોઇ લેખક કે કલાકારની અંગત માહિતી એઆઇ મૉડલમાં આવે તો પણ તે ડેટા સંરક્ષણ કાયદાનું ઉલ્લંઘન છે. ભારતમાં વર્ષ 2023માં ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન (ડીપીડીપી) એક્ટ આ દિશામાં લેવાયેલું એક પગલું છે. જો કે આ એક્ટ હજી એટલો મજબૂત નથી કે, એઆઇને કોર્ટમાં ઊભો કરી શકે, પરંતુ વ્યક્તિગત રીતે, જો કોઈ વ્યક્તિ તેના જીવનકાળના 60 વર્ષ પછી પણ લેખક અથવા કલાકારના સાહિત્ય, સંગીત અથવા કલાત્મક સર્જનનો ઉપયોગ કરે છે, તો તેણે રોયલ્ટી ચૂકવવી પડશે, તેના માટે લેખિત પરવાનગી લેવી પડશે અને જો આ બંને બાબતો કરવામાં નહીં આવે તો તેનો ઉપયોગ કરનાર વ્યક્તિ અથવા કંપની સામે કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે.
જો કોઈ વ્યક્તિએ ફેસબુક અથવા કોઈપણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી કોઈ વ્યક્તિની કવિતા, ફોટોગ્રાફ, પેઇન્ટિંગ અથવા વીડિયોનો તેની પરવાનગી વિના ઉપયોગ કર્યો હોય, તો આ ઉપયોગ કોપીરાઈટ એક્ટનું સ્પષ્ટ ઉલ્લંઘન છે. પ્રથમ વખત, આવા ઉલ્લંઘન માટે 6 મહિનાથી 3 વર્ષની જેલની સજા થઈ શકે છે, સાથે 50,000 થી 2 લાખ રૂપિયાના દંડની સજા થઈ શકે છે, અને જો આ ઉલ્લંઘન વ્યવસાયિક લાભ માટે કરવામાં આવે છે, તો પ્રારંભિક જેલની સજા પણ એક વર્ષ અને વધુમાં વધુ 3 વર્ષની હશે. દંડ પણ 1 લાખથી 2 લાખ રૂપિયા સુધીનો હશે.
જો કોઈ વ્યક્તિ તમારી પરવાનગી વગર તમારા અંગત ફોટો, વીડિયો કે ચેટનો ઉપયોગ કરે છે, તો તે આઇટી એક્ટ 2000 હેઠળ ગુનો છે. આમાં આઇટી એક્ટની કલમ 43એ હેઠળ 50 લાખ રૂપિયા સુધીનો દંડ અને 3 વર્ષ સુધીની જેલ થઈ શકે છે. જો તે વાંધાજનક સામગ્રી અથવા મોર્ફ કરેલી તસવીરો હોય તો આઇટી એક્ટની કલમ 67એ હેઠળ તેને પાંચ વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે. જો કોઈ સોશિયલ મીડિયા પ્લેટફોર્મમાં તમારું ક્નટેન્ટ ચોરી રહ્યું હોય, તો તમે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તેની જાણ કરી શકો છો.
આ પણ વાંચો: ફોકસ : સોશિયલ મીડિયામાં કેમ વધી ગયું છે પ્રોફાઈલ લોક કરવાનું ચલણ?
જો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ, એક્સ વગેરેમાં કોપીરાઇટ અને ડીએમસીએ રિપોર્ટિંગ સિસ્ટમ ઉપલબ્ધ છે, તો આના દ્વારા તમારા ક્નટેન્ટને હટાવી શકાય છે અને જે કોઈ તેનું ઉલ્લંઘન કરે છે તેના પર પ્રતિબંધિત લાગી શકે છે. આ રીતે, જો કોઈ પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કોઈ ક્નટેન્ટ હોય અને તમને તે ગમતું હોય અને તમે તેને પોતાનું બનાવીને લોકો સમક્ષ રજૂ કરી રહ્યાં હોવ, તો તે ભયથી ભરેલું છે, તમને જેલ પણ થઈ
શકે છે.