ફોકસ : શું વરસાદમાં નથી જઈ શકતાં જિમ? તો ઘરે જ કરો એક્સરસાઈઝ…

- કિરણ ભાસ્કર
વરસાદ વરસે એટલે આપણી દિનચર્યા ખોરવાઈ જાય છે. આપણાં અનેક કામ અટકી પડે છે. થોડો વરસાદ આવે કે પછી મુશળધાર મેઘ વરસે આપણે જિમ જવાનું, વૉક કરવાનું, વર્કઆઉટ કરવાનું અથવા અન્ય કસરત કરી શકતા નથી.
એવામાં જો તમે એક્સરસાઈઝ નથી કરી શકતા તો ટેન્શન લેવાની જરૂર નથી. વર્કઆઉટની રીતભાતમાં થોડો ફેરફાર કરીને ફિટ રહેવાનું રૂટિન બનાવી શકાય છે.
ટાઈમ
દરરોજ એક્સરસાઈઝ માટે ઓછામાં ઓછી 30 મિનિટનો સમય કાઢો. એના માટે એક ટાઈમ ફિક્સ કરી રાખો અને એ સમયે કસરત કરો.
વરસાદને કારણે જિમમાં જવાનું શક્ય નથી તો સ્પોટ રનિંગ અને ડાન્સિંગ જેવી ઈન્ડોર એક્સરસાઈઝ કરો. ઘરની અંદર તમે 10થી 15 મિનિટ વૉક કરી શકો છો.
ઉંમર પર પણ રાખો ધ્યાન:
ઘરમાં કસરત કરતી વખતે પરિવારમાં તમારા કરતા નાની ઉંમરના લોકો સાથે સ્પર્ધામાં ન ઉતરો. 50 અને 60ની ઉંમરના લોકોએ હળવા યોગાસન ઘરની અંદર કરવા.
સિડીઓ ચડ-ઉતર કરવી:
સોસાયટીમાં વૉકિંગ કરવાની સાથે જ ઘરની સિડીઓ ચડવી અને ઉતરવી. એ પણ વ્યાયામ છે. થોડી મિનિટ સિડીઓ ચડવી અને ઉતરવાથી પણ તમે ફિટ રહી શકો છો.
યોગાસન:
વરસાદની ઋતુમાં સ્વાસ્થ્ય સંબંધી બીમારીઓ પણ વકરે છે. રોગપ્રતિકારક શક્તિ વધારવા અને શ્વાસ સંબંધી તકલીફોથી બચવા માટે યોગ કારગર છે. ઘરની અંદર યોગ કરીને પોતાને તરોતાજા રાખી શકાય છે.
ડાન્સ કરીને રહો સ્વસ્થ:
આપણે સૌ જાણીએ છીએ કે ડાન્સ એક બેસ્ટ વર્કઆઉટ છે. જોકે એવું જરૂરી નથી કે તમે ડાન્સમાં માહેર હોવ. ઘરની અંદર જ રહીને હાઈ એનર્જીના ગીત ટીવી પર પ્લે કરીને અને તેના જેવા જ ડાન્સ સ્ટેપ્સ કરવાનો પ્રયાસ કરવો જોઈએ.
ઘરમાં જિમ વસાવો:
જો તમારા ઘરમાં પૂરતી જગ્યા હોય તો ઘરનાં એક ખૂણામાં ઈક્વિપમેન્ટ્સ વસાવી લો. જેવા કે ડમ્બેલ્સ, યોગા મેટ, રેઝિસ્ટન્સ બેલ્ટ વગેરેનો ઉપયોગ કરીને વર્કઆઉટ કરી શકાય છે. બેડમિન્ટન અને ટેબલ ટેનિસ જેવી ગેમ રમીને પણ વર્કઆઉટ કરી શકાય. ખેલ-કૂદ આપણી કેલરીઝને બર્ન કરવાની સાથે શરીરને સ્વસ્થ પણ રાખે છે.
વોર્મઅપ કરો:
કોઈપણ પ્રકારની એક્સરસાઈઝ કરતાં પહેલાં પોતાને વોર્મઅપ કરવા જરૂરી છે. ઘરે રહીને તમે રસ્સી કૂદવી, જમ્પિંગ, જોગિંગ કરી શકો છો. આ સિવાય સ્ટે્રચિંગ અથવા પોતાના શરીરને પોતાની તરફ ખેંચવું અને માંસપેશીઓને ઢીલી છોડવી એ પણ એક પ્રકારની કસરત છે, જે શરીરને ઊર્જા આપે છે.
એરોબિક્સ:
એરોબિક્સ એક પ્રકારે માંસપેશીઓને મજબૂત બનાવવા, વજન ઘટાડવામાં તો મદદ કરે જ છે, પરંતુ સાથે જ યોગાસનની જેમ એ પણ એક સારું વર્કઆઉટ છે.
ઘરકામ કરવું:
ઘરનું કામ કરવું એ પણ એક સારું વર્કઆઉટ ગણવામાં આવે છે. જોકે ગૃહિણીઓ માટે આ પૂરતું નથી. આ સિવાય તેમને યોગાસન, વૉકિંગ અથવા પોતાની ઈચ્છા પ્રમાણે વર્કઆઉટ કરવું જોઈએ.
ઘરની સાફસફાઈ કરવી, કબાટમાં દરેક વસ્તુઓને સારી રીતે ગોઠવવી, કપડાંને વ્યવસ્થિત ગોઠવવા, હાથેથી કપડાં ધોવા. એટલે કે ઘરના કામથી જ વર્કઆઉટ કરી લેવું જોઈએ.
આ પણ વાંચો…ફોકસઃ ઓવર સ્લીપિંગ એટલે?