ઉત્સવ

ફોકસ : રિયલ ફ્રેન્ડ્સ સાથે હોય ત્યારે વર્ચ્યુઅલ ફ્રેન્ડ્સ સાથે રાખો અંતર…

સંધ્યા સિંહ

ઘરમાં પરિવારના તમામ સભ્યો ડાયનિંગ ટેબલ પર બેસીને જમવાનું જમી રહ્યા હોય અથવા કોઈ રેસ્ટોરન્ટમાં કોઈ પાર્ટી આપી રહ્યું હોય અને તમામ ખાવા-પીવામાં મસ્ત હોય તેમ છતાં તમામ લોકોના ટેબલની એકદમ નજીક અથવા હાથમાં મોબાઇલ ફોન જરૂર હોય છે. જમવામાં ઓછું અને મોબાઇલ સ્ક્રીન પર તમામની નજર વધુ હોય છે. નોટિફિકેશનના સાઉન્ડની સાથે ટેબલ પર રાખવામાં આવેલો મોબાઇલ ફરીથી હાથમાં લેવામાં આવે છે.

આ પણ વાંચો..મિજાજ મસ્તી: વિચાર- ખયાલ – થોટ્સ…: વિશ્વાસ-વિદ્રોહ- વિધ્વંસ

જો પાંચ-છ મિત્રો ગેટ-ટુગેધર માટે લાંબા સમય બાદ એકબીજાને મળવા આવ્યા હોય ત્યારે પણ જમવાનું ઑર્ડર આપીને તમામ લોકો એકબીજા સાથે વાત ઓછો સમય કરે છે. પોતાના મોબાઇલની સ્ક્રીન પર વધુ સમય આપે છે. તેમની પરસ્પર ભલે રસપ્રદ વાત થઈ રહી હોય, પરંતુ કોઈના ફોનની રિગ વાગે છે તો તે ફોન લેવા માટે બહાર જતો રહે છે. જો કોઈના ફોનમાં મેસેજ આવે છે તો તેનો જવાબ આપવામાં લાગી જાય છે.

એક અન્ય સતત પોતાનું વૉટ્સએપ ચેક કરવા લાગે છે. બીજો કોઈ સતત ટ્વિટર અથવા ફેસબુક પર સ્ક્રોલ કરવા લાગે છે. કોઈ પોતાનો ઇમેઇલનો જવાબ
આપવો અરજન્ટ છે કહીને ફોનમાં વ્યસ્ત રહે છે.

તમામ લોકો ઘણા દિવસો પછી મળ્યા હોય છે,

પરંતુ કોઈને એકબીજા સાથે વાત કરીને સમય
બરબાદ કરવો સારો લાગતો નથી. અહી સવાલ થાય છે કે જો પોતાના ફોનમાં જ એટલો સમય પસાર કરવો હતો તો પોતાના વ્યસ્ત શિડ્યૂલમાંથી સમય કાઢીને
મિત્રોને મળવા આવવાની શું જરૂર હતી? તેના બદલે ઘર પર જ ફોન, ચા અને નાસ્તા સાથે પોતાનો સમય પસાર થઈ શક્યો હોત.

આજકાલ આ પ્રવૃત્તિ એટલી વધી ગઈ છે કે જો કોઈ વ્યક્તિ આ અંગે બોલે તો લોકો તેને વાત કરવાલાયક વિષય સમજતા નથી. વિચારવામાં આવે તો તેને સામાન્ય ભાષામાં એટીકેટ્સની આપણા જીવનમાંથી થતી વિદાયના રૂપમાં જોઈ શકાય છે. આપણે નાના નાના એટીકેટ્સ પણ ભૂલી રહ્યા છીએ. મોબાઇલને આપણો પ્રાણવાયુ ન સમજીને શિષ્ટાચારના નાના એ નિયમો પ્રત્યે ધ્યાન આપીએ. જે આપણા જીવનમાં કંટાળાને ઓછો કરે છે. આપણને એકબીજાની નજીક લાવે છે.

કોઈને ત્યાં લંચ અથવા ડિનર પર બોલાવવામાં આવ્યા છે તો…

આજની જીવનશૈલીમાં ફોન આપણા જીવનનો એક અભિન્ન હિસ્સો છે. જો તમને કોઈને ત્યાં લંચ અથવા ડિનર માટે આમંત્રણ આપવામાં આવ્યું છે તો ફોનને ઘરે રાખીને જઈ શકતા નથી. ફોન સાથે લઈ જાવ, પરંતુ પોતાના જમવાના ટેબલ પર રાખો પરંતુ જેની સાથે કે જેના માટે તમે આવ્યા છો તેના પર પણ ધ્યાન આપવું જરૂરી છે.

ફોનની હાજરી પર્યાપ્ત છે. એ જરૂરી નથી કે તમે તમામ મેસેજનો જવાબ આપો. તમામ વ્યક્તિના ફોનનો જવાબ આપવાની જરૂર નથી. ફક્ત ને ફક્ત તમારા ફોન પર ધ્યાન આપવાના બદલે જેને મળવા આવ્યા છો તેની સાથે દિલ અને દિમાગથી રહો. ફોનને ટેબલ પર ના રાખીને તેને બૅગ અથવા પોકેટમાં રાખી શકાય છે. તેને ટેબલ પર નીચે જ રાખો અને સામે જે મિત્રો છે તેનો અનાદર ના કરતાં તેમની સાથે વાત કરો.

લંચ અથવા ડિનર કરતાં સમયે તમારો કોઈ મિત્ર તમને કાંઈ બતાવવા માટે તેનો ફોન તમને આપે છે તો તેનો ફોન લઈને તેને આગળ પાછળ સ્ક્રોલ કરવાનું શરૂ ના કરી દો. તેની પ્રાઇવેસીમાં દખલ થઈ જશે. તે જે વસ્તુ બતાવવા માંગે છે તે જોઈને તેને ફોન પાછો આપી દો. જો તે તમને કોઈ એક તસવીર બતાવવા માંગે છે તો એ જરૂરી નથી કે તમને તેની અન્યો સાથેની તેની તસવીરો જોવાની મંજૂરી આપી રહ્યો છે. જો તમે તેના ફોનમાં તેની પ્રાઇવેસીને ડિસ્ટર્બ કરવા માંગો છો તો તે પહેલાં તેની મંજૂરી જરૂર લો.

આ પણ વાંચો..ઈકો-સ્પેશિયલ: હજી બહુ મોટી સંખ્યામાં રોકાણકારો આવવાના બાકી છે!

સાર્વજનિક સ્થળો પર જો તમે લંચ કે ડિનર માટે ગયા છો તો તમારા ફોનના સાઉન્ડને સાયલન્ટ મોડ પર રાખો. જો તમારા માટે કોલ ઉપાડવો જરૂરી છે તો તમારો અવાજ ધીમો રાખો. ફોન પર વાત કરતાં સમયે કોઈના કાન પાસે આવીને બૂમો પાડીને ના બોલો. તેનાથી ઓછામાં ઓછું 10 ફૂટ અંતર રાખો. બીજાની વચ્ચે હોવાની મર્યાદા સમજો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button