બ્રાન્ડ બનશે બિઝનેસ વધશે : નવું વર્ષ… નવી યોજનાઓ… નવું જોમ

- સમીર જોશી
આવનારા બે દિવસોમાં નવું નાણાકીય વર્ષ શરૂ થશે. વેપાર માટેના આવનારા વર્ષના લક્ષ્યો નક્કી થઇ ગયા હશે અથવા મંથન ચાલુ હશે. મોટી બ્રાન્ડ અને કોર્પોરેટને બાદ કરતાં મોટાભાગના લોકોએ માર્કેટિગને ખોટો ખર્ચ ગણી તેના પ્લાનને અવગણ્યું હશે. આવી ગેરસમજને દૂર કરવા આજે વિચાર કરીએ કે વાર્ષિક પ્લાન શા માટે જરૂરી છે અને કેવી રીતે તે ઘડી શકાય. દરેક વ્યવસાયનું એક અંતિમ ધ્યેય હોય છે: વધુ ગ્રાહકો મેળવવા અને વધુ વેચાણ કરી મહત્તમ નફો રળવો. આ પ્રાપ્ત કરવા માટે તમારે માર્કેટિગની જરૂર છે.
છેવટે, માર્કેટિગ એ છે જે તમારા ટાર્ગેટ ગ્રાહકને તમાં ઉત્પાદન અથવા સેવા ખરીદવા માટે પ્રેરે, જેના થકી તમે કમાણી કરી શકો છો. માર્કેટિગ પ્લાન એક રોડમેપ તરીકે કાર્ય કરે છે, જે તમારી માર્કેટિગ વ્યૂહરચના, માર્કેટિગ પ્રવૃત્તિઓ, ખર્ચ અને અપેક્ષિત પરિણામની સમજ આપે. સૌથી મહત્ત્વનું, શું કરવાનું છે તેના કરતાં માર્કેટિગ પ્લાન એ સુનિશ્ચિત કરે છે કે તમે સાઇડટે્રક ન થાવ અને શું નથી કરવાનું તેની સ્પષ્ટતા રાખો.
માર્કેટિગ વ્યૂહરચના શોર્ટ ટર્મ અને લોન્ગ ટર્મ બંને રીતે કરી શકાય, તેને એક મહિના, ક્વાર્ટર અથવા આખા વર્ષ માટે બનાવી શકો છો.
આ પણ વાંચો: ટ્રાવેલ પ્લસ : કલા, આધ્યાત્મ ને સંસ્કૃતિનો અદ્ભુત સમન્વય એટલે મોઢેરાનું સૂર્યમંદિર
વાર્ષિક પ્લાનમાં કોર વ્યૂહરચનાને મધ્યમાં રાખી, પાછલા વર્ષનું વિશ્લેષણ કરી નવા વર્ષનું પ્લાનિંગ કરો. આ પ્રક્રિયા માટે ઓપરેટિગ બજેટ, નફો અને નુકસાનની પ્રવૃત્તિ સહિતના નાણાકીય અહેવાલો, ઓછામાં ઓછા છેલ્લા ત્રણ વર્ષના ઉત્પાદન અને કયા શહેરોમાં વેચાણ થયું તેની વિગતો, નવા ઉત્પાદનો અથવા સેવાઓ, તેમજ તેમના ટાર્ગેટ ગ્રાહકોની સૂચિ, વિવિધ માર્કેટપ્લેસની વિગતો, જેમ કે સ્પર્ધકોની સૂચિ, પ્રાદેશિક સીમાઓ, કયા ગ્રાહકો ખરીદી શકશે એની સંભવિત યાદી, વર્તમાન વિતરણ / ડિસ્ટ્રીબ્યુશન ચેનલ્સ, વસતિ વિષયક ડેટા અને સૌથી અગત્યનું માર્કેટ ટે્રન્ડ- બજારનું વલણ કઈ તરફ છે નો અભ્યાસ જરૂરી છે.
ત્યારબાદ હાલના સમયમાં તમારી બ્રાન્ડ કે વેપાર માટે કઈ કઈ નવી તક અને મુશ્કેલી છે તેની નોંધ લો. આ વાતોનો અભ્યાસ થયા બાદ તમારા માર્કેટિગ પ્લાનના ઉદ્દેશ્યોની યાદી બનાવો. સૌ પ્રથમ તમે તમારા કયા વ્યવસાયિક ધ્યેય કેટલી ચોક્કસ સમયમર્યાદામાં (ત્રણ મહિને, છ મહિને, વર્ષે વગેરે) હાંસલ કરવા માંગો છો ની સ્પષ્ટતા રાખો. તમે હંમેશાં તમારા જૂના રેકોર્ડ્સનો સંદર્ભ લઈ શકો છો. યાદ રાખો માર્કેટિગ પ્લાન તમારા બિઝનેસ પ્લાનને ધ્યાનમાં રાખીને બનાવો છો, કારણ કે અંતે તમારે નક્કી કરેલું કે ઈચ્છિત ટર્ન ઓવર કે નફો પ્રાપ્ત કરવાના છે. આને પ્રાપ્ત કરવા તમારા પ્લાનમાં કઈ માર્કેટિગ પ્રવૃત્તિઓ કરી શકાય તેના આયોજનનો સમાવેશ થવો જોઈએ.
આ પણ વાંચો:સુખનો પાસવર્ડ : …તો દરેક માણસ આજુબાજુના લોકો માટે સુખના પાસવર્ડ સમો બની શકે!
ઉદાહરણ તરીકે: તમારો ધ્યેય છે નવા પ્રોડક્ટ માર્કેટમાં રજૂ કરી અથવા હયાત પ્રોડક્ટના સહારે અમુક કરોડની કુલ આવક માટે અમુક એકમનું વેચાણ કરવું. તો આના માટે આઇટમનો પ્રચાર કરો અને ઈમેલ માર્કેટિગ અથવા સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીને ઓનલાઇન વધુ ગ્રાહકો સુધી પહોંચો, સ્થાનિક અખબારમાં જાહેરાત આપો, સ્થાનિક સ્ટેશનમાં રેડિયો જાહેરાત કરો કે પછી રિટેલ સ્ટોરમાં પોસ્ટર વગેરે રાખો.
આ સ્પષ્ટતા-આની ચોક્ક્સ દિશા મળ્યા બાદ માર્કેટિગ બજેટ સેટ કરી તેને તમારા ટર્નઓવર સાથે સાંકળો. રીટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ કેટલું અપેક્ષિત છે તે નક્કી કરી બજેટ નક્કી કરો. તમારા પાછલાં વર્ષોના અનુભવ આમાં કામે લગાડો અને ચોક્કસ બજેટ નક્કી કરો જેથી તમારી ટીમને ખબર હોય કે દરેક પ્રમોશન માટે આની પાછળ કેટલી ફાળવણી કરી શકે છે. માર્કેટિગ એ ફક્ત ક્નટેન્ટ બનાવવું નથી, તમારે શક્ય તેટલો ડેટા અને માહિતી એકત્ર કરવાની જરૂર છે. તમને જોઈતાં પરિણામ મળી રહ્યાં છે અને તમારા પૈસા બગાડતા નથી તેની ખાતરી કરવા માટે તેનું વિશ્લેષણ કરવાની જરૂર છે. તેથી દરેક માર્કેટિગ પ્રવૃત્તિમાં KPI (કી પર્ફોર્મન્સ ઈન્ડીકેટર) નક્કી કરો.
આના પછી આ KPI હાસિલ કરવા તમારી ક્રિયેટિવ અને મીડિયા વ્યૂરચના નક્કી કરો. ઉદાહરણ તરીકે, એડનું ક્નટેન્ટ, બ્લોગ રાઇટિગ, સોશિયલ મીડિયા પોસ્ટ ક્નટેન્ટ, સ્ક્રિપ્ટ વગેરે જે તમારી બ્રાન્ડ પોઝિશનિંગના સહારે બને.
બીજી તરફ, મીડિયા માર્કેટિગ યોજના જે તમારા ગ્રાહકો સુધી પહોંચવા માટે કયા મીડિયાનો ઉપયોગ કરશોની માહિતી આપશે.
વાર્ષિક માર્કેટિગ યોજના તે એવી વસ્તુ છે, જેની દર છ મહિને સમીક્ષા થવી જોઈએ અને જરૂરત જ્ણાય તો તેને અપડેટ કરવી. આમ, વાર્ષિક પ્લાન તમને સ્પષ્ટતા પ્રદાન કરે છે, જેથી બધા એક ધ્યેય તરફ કામ કરી શકે. તમારા નિશ્ચિત કરેલા બજેટની અંદર કામ થાય… તમારા ટાર્ગેટ ગ્રાહકોને સારી રીતે સમજી શકો તમને તમારી કંપનીની વાસ્તવિક પરિસ્થિતિથી વાકેફ થાવ, જે નવા ઉદેશ્યો પ્રાપ્ત કરવા પ્રોત્સાહિત કરે. આ બધાના સરવાળે જોઈતાં પરિણામ મળે.
આજના સમયમાં જયારે લોકો ઇન્વેસ્ટમેન્ટને પ્રાધાન્ય આપે છે ત્યારે સુનિયોજિત માર્કેટિગ પ્લાન ઇન્વેસ્ટરને તમારા વેપારમાં રોકાણ કરવા માટે આકર્ષે છે. તો ચાલો, નવા વર્ષમાં એવી નવી યોજના બનાવો જે તમારામાં અને તમારી ટીમમાં નવું જોમ- નવો ઉત્સાહ પ્રેરે.