ફોકસઃ વૃક્ષોને પણ જોઈએ છે ખુલ્લું વાતાવરણ…

-શૈલેન્દ્ર સિંહ
બીમાર વૃક્ષોને પર્યાવરણ ટ્રીટમેન્ટ દ્વારા તાજગી અપાય છે. આ ટ્રીટમેન્ટનું નામ ‘ટ્રી ડી ચૌકિંગ’ છે. ઝડપથી વધી રહેલા શહેરીકરણને કારણે માત્ર નાગપુર શહેરની જ વાત નથી, પરંતુ દેશના મુખ્ય રસ્તાઓ અને નાની નાની ગલીઓમાં આવેલાં વૃક્ષોની આજુબાજુ સિમેન્ટ અને કોંક્રીટ નાખી રસ્તાની સપાટી સરખી કરવામાં આવી છે.
વાસ્તવમાં વૃક્ષોની તંદુરસ્તીથી અજાણ પીડબ્લૂડી અને મહાનગર પાલિકાના કર્મચારીઓએ આ વૃક્ષોને ચારેબાજુથી સિમેન્ટ અને લોખંડની જાળીથી બાંધી દીધાં છે જેથી કરી રસ્તાઓ સાફ અને ચોખ્ખા લાગે. પરંતુ તેમને બિલકુલ સમજાતું નથી કે વૃક્ષોને શ્વાસ લેવાની પ્રક્રિયામાં બાધા નાખી તે કઈ રીતે નુકશાન પહોંચાડી રહ્યા છે.
હાલમાં જ નાગપુર શહેરમાં આ રીતે બાંધી દેવામાં આવેલાં વૃક્ષો સુકાઈને મુરઝાઈ ગયાં જાણે કોઈએ તેમની હરિયાળી ન છીનવી લીધી હોય. જ્યારે નાગપુરના મહાનગર પાલિકાના ગાર્ડન વિભાગને આ જોખમનો ખ્યાલ આવ્યો ત્યારે જે વૃક્ષોને સીમેન્ટ અને કોંક્રીટ લગાડવામાં આવ્યા હતા તેને ખોલવાનું અભિયાન ચાલુ કર્યુ છે, કે જે ‘ટ્રી ડી ચૌકિંગ’ના નામે જાણીતું છે.
એક મહિનાની અંદર શહેરનાં લગભગ 550 વૃક્ષોની ટ્રી ડી ચૌકિંગ દ્વારા તેમને ફરીથી શ્વાસ લેવા માટે લાયક બનાવાયાં છે. આ કરવાથી જ સુકાયેલાં અને મુરઝાયેલા વૃક્ષોમાં પાછી રોનક આવી છે. મોટેભાગની મહાનગર પાલિકાએ હવે એ યોજના બનાવવાનો પ્રયત્ન કર્યો છે કે માણસોની જેમ જ વૃક્ષોને તરોતાજાં રાખવા માટે ખૂલીને શ્વાસ લેવાનું વાતાવરણ આપવું જોઈએ.
આ પણ વાંચો…ફોકસ : લિવિંગ રૂમને નવા ઓપની સાથે રાખો કૂલ…
વાસ્તવમાં આ ખૂબ જ જરૂરી વૈજ્ઞાનિક પ્રક્રિયા છે. માણસોની જેમ જ વૃક્ષોને પણ શ્ર્વાસ લેવાની જરૂર પડતી હોય છે, કારણકે વૃક્ષો પણ ગેસનું આદાનપ્રદાન કરે છે તેથી તેમને પણ ખુલ્લું અને સ્વસ્થ વાતાવરણ જોઈતું હોય છે. વૃક્ષોના પાંદડાઓમાં નાનાં છિદ્રો હોય છે તેને સ્ટોમેટા કહેવાય છે. આ છિદ્રો દ્વારા વૃક્ષો કાર્બનડાયોક્સાઈડ અંદર લે છે અને ઓક્સિજન બહાર કાઢે છે .
આ પ્રક્રિયામાં તે સૂર્યના પ્રકાશની હાજરીમાં પોતાનું ભોજન એટલે ફોટોસિંથેસિસ બનાવે છે. જો વૃક્ષ ધણા વિકાસવાળી, પ્રદૂષિત કે દમધોટૂ જગ્યા પર હોય તો તેમને હવામાંથી કાર્બનડાયોકસાઈડ લેવામાં અને ઓક્સીજન આપવામાં બાધા આવે છે. જે જગ્યામાં વૃક્ષોને જરૂરત પ્રમાણે સૂર્ય પ્રકાશ નથી મળતો ત્યાં ફોટોસિંથેસિસની પ્રક્રિયા પૂરી નથી કરી શકતા તેથી તે કમજોર અને બેરોનક લાગે છે.
તેવી જ રીતે વૃક્ષોના મૂળની માટી, પાણી અને પોષક તત્ત્વોની સાથે હવાનો પ્રવાહ જોઈતો હોય છે. જો આ પોષક તત્ત્વ ન મળે તો વૃક્ષ મુરજાઈ જાય છે. કુલ મળીને સમજવાની વાત એ છે કે, વૃક્ષોને હર્યાભર્યા અને તાજાં રાખવા માટે તેને નિયમિત રીતે તાજી હવા જોઈએ, ભરપૂર સૂર્ય પ્રકાશ જોઈએ, સારી માટી અને નિયમિતપણે પાણી જોઈએ તેમજ પાંદડાં, ડાળીઓ વગેરેમાં કીટાણું અને બીજા પરજીવીઓથી મુક્તિ જોઈએ છે.
આ ત્યારે જ સંભવ છે જ્યારે વૃક્ષોને ખુલ્લું અને પ્રાકૃતિક વાતાવરણ મળે. જો આપણે આપણી સુવિધા માટે વૃક્ષોની જડોને સપાટ બનાવવા માટે જો તેને સિમેન્ટથી બાંધી દેશું તો વૃક્ષોને માત્ર શ્વાસ લેવામાં જ નહીં પરંતુ તેમની વૃદ્ધિ અટકી જાય છે. પાંદડાં પીળાં પડી જાય છે. અલગ અલગ રોગોથી ઘેરાઈ જાય છે. પોતાની ઉંમર પહેલા જ સુકાઈને પડી જાય છે.
તેથી જ વૃક્ષોની આવી હાલાત ન થાય તેની માટે તેમને તાજી હવા, પ્રકાશ, ખુલ્લું વાતાવરણ અને તેમના મૂળમાં કોંક્રીટ અને સિમન્ટથી પૂર્ણ રૂપે મુક્તિ મળવી જોઈએ તે વાતનું ધ્યાન રાખવું જોઈએ.
આ પણ વાંચો…ફોકસ : શું કામ દેશમાં ઊભરી રહ્યું છે પેટ કલ્ચર?