કચ્છનું નાનું રણ: જ્યાં રણ જીવંત બને છે

ટ્રાવેલ પ્લસ – કૌશિક ઘેલાણી
ભીડભાડથી દૂર, જ્યાં નજર પહોંચે ત્યાં સુધી ફાટેલી ભૂરી ધરતી અને આકાશ એકબીજામાં ઓગળી જાયએ ક્ષિતિજ પર ઝાંઝવાના જળ સાથે મિરાજ દેખાય એવું દ્રશ્ય આંખ સામે આવે ત્યારે મનમાંથી સહેજે આફરીન! નીકળી જાય. આવું જ એક જીવંત, શ્વાસ લેતું રણ છે Little Rann of Kutch Wild Ass Sanctuaryનું નાનું પરંતુ અફાટ રણ.
એક સમયે અરબ સાગરનો અંશ રહેલું આ ભૂમિખંડ આજે વિશ્વપ્રસિદ્ધ મીઠાનું રણ છે અને ભારતનું સૌથી વિશાળ વાઈલ્ડલાઈફ અભયારણ્ય પણ. અહીંનું રણ દેખાવમાં બંજર છે, પરંતુ જીવનથી ભરપૂર છે અને એ જ તેની સૌથી મોટી વિશેષતા છે.
રણનું રૂપાંતર : પાણીથી પ્રચુર અને ફરી સૂકું ભેંકાર રણ
ચોમાસામાં નાનું રણ દરિયાની જેમ લહેરાતું પાણી ધારણ કરે છે. શિયાળામાં પાણી પાછું ખસે તેમ, રણ ફરી જીવંત થાય, વેટલેન્ડ્સ ઊભા થાય, ખારાશ અને મીઠાશ વચ્ચે જીવનના રંગ ખીલે. આ ઋતુચક્ર જ અહીંના પક્ષી જીવનનું હૃદય છે.
લગભગ 5000 ચો.કિમી વિસ્તારમાં ફેલાયેલું આ રણ, કચ્છના મોટા રણ સાથે જોડાયેલું છે. વ્યૂહાત્મક સ્થાનને કારણે આ વિસ્તાર વિશ્વના પક્ષી-માઈગ્રેશન રૂટ પર આવે છે જ્યાં રૂસ્ટિંગ, ફીડિગ અને બ્રિડિગ માટે આદર્શ પરિસ્થિતિ મળે છે.
ટાપુઓ પર જીવન
રણના મધ્યમાં છૂટાછવાયા લગભગ 50 જેટલા બેટ’ નંદા બેટ, પુંગ બેટ, વચ્છરાજ બેટ, મરડક બેટ જ્યાં ઝાડ પાન અને જમીન મળતાં જ જીવન પલભરમાં વસે છે. આ બેટ્સ એટલે કે દરિયાની જેમ જ રણ વચ્ચે રહેલા ટાપુઓ જ રણનાલાઈફ પોડ્સ’ છે.
કચ્છનું નાનું રણ વિશ્વમાં માત્ર અહીં જ મળતા Indian Wild Ass એટલે કે ઘુડખરનું એકમાત્ર ઘર છે.
12 જાન્યુઆરી 1973થી આ વિસ્તાર સંરક્ષિત અભયારણ્ય જાહેર થયો અને ત્યારથી ઘુડખરની વસતી, વર્તન અને સંરક્ષણ પર વૈજ્ઞાનિક અભ્યાસ સતત ચાલી રહ્યો છે.
2025ના અપડેટ્સ (સંગ્રહિત નિરીક્ષણ અને ફીલ્ડ ટે્રન્ડ્સ આધારિત):
ઘુડખરની વસ્તી સ્થિર અને નોંધપાત્ર વધારો દર્શાવે છે, ખાસ કરીને બજાણા વિસ્તાર આસપાસ.
GPS આધારિત મોનિટરિગ અને ડ્રોન સર્વેનો ઉપયોગ વધ્યો છે, જેથી માનવ-અડચણ ઓછું રહે.
સમુદાય આધારિત સંરક્ષણ (અગરિયા પરિવારો સાથે સહકાર) વધુ મજબૂત બન્યું છેઅહીં નોંધાયેલી 200થી વધુ પક્ષી પ્રજાતિઓમાં સમાવેશ થાય છે:
શોર્ટ-ઈયર્ડ આઉલ, સ્ટેપી ઈગલ, ઇસ્ટર્ન ઇમ્પિરિયલ ઈગલ
ફાલ્કન (પેરેગ્રિન, શાહીન, મર્લિન), હેરિયર્સ
મેક્વીન્સ બસ્ટાર્ડ, કોમન અને ડેમોઝેલ ક્રેન
રાજહંસ, ભગવી સુરખાબ, પેલિકન (ગુલાબી પેણ)
અહીંના પાણીમાં 107 પ્રકારની શેવાળ હોવાથી પાણીમાં રહેતા પક્ષીઓને પૂરતો આહાર મળે છે અને એ જ કારણે આ વિસ્તાર ફ્લેમિંગોઝ માટે ભારતની એકમાત્ર જાણીતી નેસ્ટિંગ કોલોની તરીકે ઓળખાય છે.
રણના શિકારી અને રાત્રિ જીવન
રણ માત્ર પક્ષીઓનું નથી. અહીં ઝરખ, વ, લોંકડી, જંગલ કેટ, ડેઝર્ટ કેટ જેવાં પ્રાણીઓ પણ વસે છે. ઉનાળામાં ડેઝર્ટ ફોક્સ એટલે કે લોંકડીનું સામાજિક જીવન અને સહજ વર્તન બચ્ચાઓને તાલીમ આપતી મા, બચ્ચાઓ માટે ખોરાક લઇ આવતો પિતાપ્રકૃતિનાં જીવંત પાઠ ભણાવે છે.
ક્યારે અને કેવી રીતે જવું?
શ્રેષ્ઠ સમય: નવેમ્બર થી એપ્રિલ
સ્થળ: બજાણા વિસ્તારપક્ષી નિરીક્ષણ માટે શ્રેષ્ઠ, ખારાઘોડા વિસ્તાર – સૂર્યાસ્ત અને પક્ષીઓ માટે શ્રેષ્ઠ
વાહન: 4×4 અનિવાર્ય, સામાન્ય ગાડી પણ જઈ શકે, પણ લોકલ ગાઈડ લઇ જવો હિતાવહ છે,
સફારી: વન વિભાગ દ્વારા વાહન વ્યવસ્થા નથી; પોતાની ગાડી સાથે લઇ જવી જરૂરી છે, અથવા તો લોકલ ગાઈડ પાસેથી સફારી વાહન ભાડે મળી રહે છે,
ફોટોગ્રાફી અને પ્રકૃતિ પ્રત્યે જવાબદારી
નાનું રણ વિશ્વભરના વાઈલ્ડલાઈફ ફોટોગ્રાફર્સનું ડ્રીમ ડેસ્ટિનેશન છે, પરંતુ 2025 માં વધુ કડક રીતે આ બાબત ઉપર ભાર મુકાયો છે કે પક્ષીઓને ઉડાવવા પથ્થર ન મારવા, ઘુડખર પાછળ ગાડીઓ ન દોડાવવી, રણમાં ગમે ત્યાં વાહન ન ચલાવવું (જમીન પર ઈંડા હોય છે).
પ્રકૃતિ આપણાથી કંઈ માગતી નથી માત્ર એટલું કે આપણે એને નુકસાન ન પહોંચાડીએ અને પ્રકૃત્તિના સાચા અર્થને સમજીને આત્મસાત કરીએ.
કચ્છનું નામ આવે એટલે સફેદ રણ અને લોકસંસ્કૃતિ યાદ આવે પણ નાનું રણ એ કચ્છની વાઇલ્ડલાઇફ અને બાયોડાયવર્સિટીની વિરાસત છે. અમદાવાદથી માત્ર 100 કિમી દૂર આવેલું આ રણ આજે પણ શાંતિથી, મૌનથી અને ગૌરવથી જીવંત છે.
જો તમે કુદરતને સાચે સમજવા માંગતા હો તો થોડા દિવસો અહીં રોકાઓ.
ક્ષિતિજ સુધી વિસ્તરતું મૌન તમને ઘણું કહી જશે.



