ઉત્સવ

આવી ગયો છે ‘બ્લોકચેન’ના મહત્વને સમજવાનો સમય

છેલ્લા કેટલાંક સમયથી આપણે ત્યાં આ ‘બ્લોકચેન’ શબ્દ પ્રચલિત થયો છે. આ જમાનામાં ટેકનોલોજીના નિત નવા પરિબળ ઉમેરાતા જાય છે. એમાં વર્ચ્યુઅલ કરન્સીની સાથે બ્લોકચેન’ની ચર્ચા ખાસ્સી છે,જેને સરળ શબ્દોમાં સમજવા જેવાં છે

ઈકો સ્પેશિયલ -શોભિત દેસાઈ

બ્લોકચેન ટેક્નોલોજી અઢળક માહિતીનો સંગ્રહ કરવા માટેની એક સિસ્ટમ છે. બીજા શબ્દોમાં, તે એક વિતરિત ડેટાબેઝ અથવા લેજર છે, જેને કમ્પ્યુટર નેટવર્કના નોડ્સ સાથે શેર કરવામાં આવે છે. ક્રિપ્ટોકરન્સી સિસ્ટમ્સમાં એ નિર્ણાયક ભૂમિકા ભજવવા માટે જાણીતી છે. આની મદદથી સોદાઓને સુરક્ષિત અને વિકેન્દ્રિત રીતે જાળવી શકાય છે. આ માત્ર ક્રિપ્ટોકરન્સી ઉપયોગ પૂરતી સીમિત નથી. આનો ઉપયોગ કોઈ પણ ઉદ્યોગમાં ડેટાના નિર્માણ માટે કરી શકાય.

બ્લોકચેન અનેક વ્યવહારોનું આવશ્યક ડિજિટલ લેજર છે. તે બ્લોકચેન પર કોમ્પ્યુટર સિસ્ટમના સમગ્ર નેટવર્કમાં કોપી અને વિતરિત કરવામાં આવે છે, જે દરેક વ્યવહારનો રેકોર્ડ રાખે છે. કોઈ પણ બ્લોકને બદલવાનો કોઈ અવકાશ ન હોવાને કારણે માત્ર એ તબક્કે વિશ્ર્વાસની આવશ્યક્તા હોય છે, જ્યાં યૂઝર સ્વયં અથવા પ્રોગ્રામ ડેટા દાખલ કરે છે. આ પરિબળમાં વિશ્ર્વસનીય થર્ડ પાર્ટીની આવશ્યક્તા ઘટે છે, જે સામાન્ય રીતે ઓડિટર્સ કે અન્ય માનવબળ હોય છે જે ખર્ચ વધારે છે ને ભૂલ પણ કરે છે.
૨૦૦૯માં બિટકોઈન થયા ત્યારથી બ્લોકચેનના ઉપયોગમાં ઉછાળો આવ્યો છે, જેમ કે અનેક પ્રકારની ક્રિપ્ટોકરન્સી, વિકેન્દ્રિત ફાઈનાન્સ એપ્લિકેશન્સ, નોન-ફંજીબલ ટોક્ધસ (ગઋઝત) અને સ્માર્ટ કોન્ટ્રાક્ટ્સનું નિર્માણ થયું છે.
બ્લોકચેનના મહત્ત્વના મુદ્દા જાણવા જેવા છે, જેમકે..

  • બ્લોકચેન એ શેર કરવામાં આવેલા ડેટાબેઝનો એક પ્રકાર છે, જે જાણકારીના સંગ્રહ કરતા એક સામાન્ય ડેટાબેઝ કરતાં ભિન્ન છે. બ્લોકચેન્સ બ્લોક્સમાં ડેટાનો સંગ્રહ કરે છે, જે ક્રિપ્ટોગ્રાફી મારફત એકબીજા સાથે જોડાયેલા રહે છે. બ્લોકચેન પર વિવિધ પ્રકારની માહિતી સ્ટોર કરી શકાય છે, પરંતુ સોદા માટે સામાન્ય ઉપયોગ લેજરના રૂપમાં થયો હોય છે.
  • બિટકોઈનના મામલામાં, બ્લોકચેન વિકેન્દ્રિત છે, જેથી કોઈ એકલદોકલ વ્યક્તિ કે ગ્રુપનો તેની પર અંકુશ હોતો નથી, પણ તમામ યૂઝર્સ સહિયારી રીતે અંકુશ જાળવે છે.
  • વિકેન્દ્રિત કરાયેલા બ્લોકચેન્સ પરિવર્તનશીલ હોતા નથી. અર્થાત જે ડેટા દાખલ કરવામાં આવે તેને બદલી ન શકાય. બિટકોઈનના સોદાનો કાયમ રેકોર્ડ થાય છે, જેને કોઈ પણ જોઈ શકે છે.
    બ્લોકચેનની કાર્યપદ્ધતિ શું છે?
    તમને કદાચ સ્પ્રેડશીટ્સ કે ડેટાબેઝીસની જાણકારી હશે. બ્લોકચેન લગભગ એના જેવું જ છે, કારણ કે આ એવું ડેટાબેઝ છે, જેમાં માહિતી દાખલ કરી એનો સંગ્રહ કરવામાં આવે છે, પરંતુ પરંપરાગત ડેટાબેઝ કે સ્પ્રેડશીટ અને બ્લોકચેન વચ્ચે ફરક એ છે કે ડેટાનું કઈ રીતે માળખું બનાવવું અને તેને કઈ રીતે એક્સેસ કરવું-મેળવવું એના
    બ્લોકચેનમાં પ્રોગ્રામ્સ હોય છે, જેને ‘સ્ક્રિપ્ટ્સ’ કહે છે, જે ડેટાબેઝમાં તમારા દ્વારા સામાન્ય રીતે હાથ ધરાતા ટાસ્કનું સંચાલન કરે છે,જેમ કે માહિતી દાખલ કરવી અને એક્સેસ કરી એને સેવ કરી એને ક્યાંક સ્ટોર કરવી. બ્લોકચેન વિતરિત હોય છે મતલબ કે ઘણા મશીન્સ પર એની અનેક કોપી સાચવવામાં આવે છે.

બિટકોઈન વિરુદ્ધ બ્લોકચેન
બ્લોકચેન ટેક્નોલોજીને સૌથી પહેલાં ૧૯૯૧માં સ્ટુઅર્ટ હેબર અને ડબલ્યુ. સ્કોટ સ્ટોર્નેટાએ રજૂ કરી હતી. આ એવા બે સંશોધક છે, જે એક એવી સિસ્ટમને અમલમાં મુકાવવા ઈચ્છતા હતા, જેમાં દસ્તાવેજો સાથે કોઈ પ્રકારની છેડછાડ થઈ ન શકે. અલબત્ત, આને અમલમાં આવતા લગભગ બે દાયકા લાગી ગયા. ૨૦૦૯ના જાન્યુઆરીમાં ડિજિટલ કરન્સી બિટકોઈન લોન્ચ થઈ એ સાથે બ્લોકચેનની એની પ્રથમ ખરી એપ્લિકેશન પ્રાપ્ત થઈ હતી.

બિટકોઈન પ્રોટોકોલનું ઘડતર એક બ્લોકચેન પર કરવામાં આવ્યું છે. બિટકોઈનના સર્જક સાતોશી નાકામોતોએ કહ્યું હતું કે બિટકોઈન એક નવી ઈલેક્ટ્રોનિક કેશ સિસ્ટમ છે, જેમાં કોઈ વિશ્ર્વસનીય થર્ડ પાર્ટી સામેલ નથી.

અહીં એક વાત ધ્યાનમાં રાખવી જરૂરી છે કે બિટકોઈન બે પાર્ટી વચ્ચેના પેમેન્ટ્સ કે અન્ય સોદાઓના લેજરનો રેકોર્ડ રાખવાના સાધન તરીકે બ્લોકચેનનો ઉપયોગ કરે છે.
બ્લોકચેનનો ઉપયોગ ડેટા પોઈન્ટ્સના કોઈ પણ નંબરનો રેકોર્ડ રાખવા માટે કરી શકાય છે. તે સોદાઓના રૂપમાં હોઈ શકે, ચૂંટણી વખતે વોટ્સ-મત માટે હોઈ શકે, પ્રોડક્ટ ઈન્વેન્ટ્રીઝ, ઘર-સંપત્તિના ડીડ (દસ્તાવેજ) કે અન્યો માટે પણ ઉપયોગમાં લઈ શકાય.

હાલ હજારો યોજના બ્લોકચેનના અમલની રાહ જુએ છે, જેથી તે માત્ર સોદાઓનો રેકોર્ડ રાખવા પૂરતું જ નહીં, પણ બીજી ઘણી રીતે સમાજને મદદરૂપ થઈ શકે. દાખલા તરીકે, લોકતાંત્રિક ચૂંટણી વખતે મતને સુરક્ષિત રાખવા
માટે… બ્લોકચેનનું કાર્ય એવું છે કે એના અમલથી નકલી મતદાનની પ્રવૃત્તિઓ વધારે મુશ્કેલ બની જશે. દરેક જણને ત્યારે એક ચોક્કસ વોલેટ એડ્રેસ આપવામાં આવશે પછી મતદારો જે ઉમેદવારને વોટ આપવા ઈચ્છતા હોય
એના સરનામા પર એમની ટોકન કે ક્રિપ્ટોને મોકલી શકશે. બ્લોકચેનના આ પારદર્શક પ્રકારને લીધે માનવી દ્વારા મતગણતરી માટેની જરૂરિયાત નાબૂદ થશે તેમ જ મતપત્રિકાઓ સાથે છેડછાડ કરવાની શકયતા પણ દૂર થશે.
બ્લોકચેન વિરુદ્ધ બેન્ક્સ
બ્લોકચેનને નાણાકીય ક્ષેત્રમાં, ખાસ કરીને પેમેન્ટ્સ અને બેન્કિંગ કામગીરીઓમાં વિધ્વંસક શક્તિ તરીકે ઓળખવામાં આવે છે. તેમ છતાં, બેન્કો અને વિકેન્દ્રિત બ્લોકચેન્સ એકદમ અલગ પ્રકારના છે. બ્લોકચેનથી કોઈ બેન્ક કઈ રીતે અલગ પડે છે તે જોવા માટે બેન્કિંગ સિસ્ટમ અને બિટકોઈનના બ્લોકચેનના અમલીકરણની સરખામણી કરવી પડે.
હવે પછી આપણે બ્લોકચેનના ફાયદા- નુકસાન સહિત અન્ય મહત્ત્વના મુદા સમજવાનો પ્રયાસ કરીશું…

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Unlocking Financial Freedom: Can a Lucky Flower Really Help? Aishwarya Rai Bachchan’s Surprising Sisterhood: Unknown Family Ties” Avoid the Fridge for These Fruits! Keep Them Fresh the Right Way Unblock Your Entryway: Essential Items to Avoid at Your Front Door