ઉત્સવ

ત્યારે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન શ્રી યશવંતરાવ ચવાણ હતા જેઓ શ્રી પીમ્પુટકરની કાર્યદક્ષતા માટે માન ધરાવતા હતા

કૉંગ્રેસ પક્ષે બહુમતીના જોરે શ્રી એબ્રોની મુદત વધારી આપવાની દરખાસ્તને મંજૂર કરાવી દીધી. શ્રી પીમ્પુટકર તો માનતા હતા કે અયોગ્ય હથિયારો કોઈ કાબેલ કારીગરને આપવામાં આવે તો તે પ્રવીણ માણસ પણ સારું કામ આપવાને બદલે નાહક બદનામ થઈ જાય છે.

નરીમાન પોઈન્ટની પાળેથી -મૂલચંદ વર્મા

શ્રી પીમ્પુટકર આ કારણે કૉંગ્રેસીઓમાં નારાજગીના કારણરૂપ બની ગયા હતા. મુંબઈ શહેરમાંથી જનાવરોનાં તબેલા બહાર કાઢવાની ઝુંબેશ ચલાવનાર પ્રથમ કમિશનર શ્રી પીમ્પુટકર હતા. આથી પણ ઘણા કૉંગ્રેસી કોર્પોરેટરો એમના પ્રત્યે નારાજગી ધરાવતા થઈ ગયા હતા. કૉંગ્રેસી સભ્યો શ્રી પીમ્પુટકરને મૂંઝવવા કોઈ તકની પ્રતીક્ષામાં રહેતા હતા અને એવી એક તક મળતાં કૉંગ્રેસી સભ્ય શ્રી વરલીકર મ્યુનિસિપલ કમિશનર શ્રી પીમ્પુટકર સામે સત્તામોકૂફીની દરખાસ્ત લઈ આવ્યા.

કૉંગ્રેસી પક્ષ સત્તાશાળી પક્ષ બન્યો હતો એટલે ધરપકડ ‘મુઝે ગુસ્સા બહુત આતા હૈ,’ જેવી વાત બની હતી. અત્યંત સંવેદનશીલ શ્રી પીમ્પુટકરે આ સભામોકૂફીની દરખાસ્તને અવિશ્ર્વાસની દરખાસ્ત (નો કોન્ફીડન્સ મોશન) માનીને આ દરખાસ્ત સામે પોતાનું રાજીનામું ધરી દીધું. આથી શ્રી વરલીકર સમસમી ગયા.

મ્યુ.કમિશનરનો વળતો પ્રહાર આવો જબરો નીવડશે એનો ખ્યાલ કૉંગ્રેસ પક્ષને નહોતો. એમાં જખમ ઉપર મીઠું ભભરાવવા જેવી વાત એ બની હતી કે વિરોધ પક્ષના નેતા અને વરિષ્ઠ સમાજવાદી શ્રી એમ. હેરિસે પોતે બીમાર હોવા છતાં લેખિત નિવેદન મોકલી આપી કૉંગ્રેસ પક્ષની સભામોકૂફીની દરખાસ્તનો તીવ્ર વિરોધ કર્યો
હતો.

શ્રી મો. હેરિસે જણાવ્યું હતું કે કૉંગ્રેસનું વલણ મ્યુ. કમિશનર સામે અવિશ્ર્વાસની દરખાસ્ત લાવવા સમાન છે. આથી શ્રી વરલીકરે અંતે
ફેરવી તોળ્યુ હતું કે આ દરખાસ્ત પાછળનો
ઈરાદો કમિશનરને ઠપકો આપવા માટેનો
જ હતો.

ત્યારે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન શ્રી યશવંતરાવ ચવાણ હતા અને તેઓ શ્રી પીમ્પુટકરની કાર્યદક્ષતા માટે માન ધરાવતા હતા. મેયર શ્રી વિષ્ણુપ્રસાદ એન. દેસાઈ હતા અને તેમણે પણ શ્રી પીમ્પુટકરનું રાજીનામું સ્વીકારવામાં નહિ આવે એવું સ્પષ્ટ વલણ દાખવ્યું હતું. આથી શ્રી વરલીકર પોતે શ્રી પીમ્પુટકરના નિવાસસ્થાને દોડી ગયા હતા અને સભામોકૂફીની દરખાસ્ત પાછળ રહેલી ભૂમિકાની સ્પષ્ટતા કરી હતી.

શ્રી વરલીકર વાસ્તવમાં સારા પખવાજવાદક હતા, સારા ભજનિક હતા. પખવાજ બંને બાજુ વગાડી શકાય છે. આ શ્રી વરલીકર મેયર પણ બન્યા હતા.
શ્રી પીમ્પુટકરના માર્ગમાં અવરોધો હતા તે છતાંયે તેઓ અટકયા નહિ. ૧૯૬૧ના ઉનાળાના મે અને જૂન મહિનાઓમાં શહેરમાં ફરિયાદ ઊઠી કે પીવાના પાણીમાંથી દુર્ગંધ તો આવે છે; પણ સાથોસાથ કીડા-જંતુઓ પણ આવે છે.

ક્રોફોર્ડ માર્કેટ વોર્ડ, ઠાકુરદ્વાર, પરેલ વગેરે વિસ્તારોમાં વિશેષ ફરિયાદ ઉપસ્થિત થઈ હતી. ત્યારે હાઈડ્રોલીક એન્જિનિયર (પાણી ખાતાના ઈજનેર) શ્રી આર.વી. એબ્રો હતા. પાણી પુરવઠામાં આ પ્રકારની બેદરકારી માટે શ્રી એબ્રોને જવાબદાર લેખાવી શકાય.

મ્યુ. કમિશનર તરીકે શ્રી પીમ્પુટકરે શ્રી એબ્રો સામે તપાસ યોજી. શ્રી એબ્રો-નો ‘પ્રોબેશન પિરિયડ’ (નોકરીની શરતની મુદત) પૂરો થતો હતો, છતાં કૉંગ્રેસ પક્ષના સમર્થનથી શ્રી એબ્રોએ નોકરીની મુદત વધારી આપવાની અરજી કરી. શ્રી પીમ્પુટકરે મુદત વધારી આપવાનો સાફ ઈનકાર કરી દીધો.

કૉંગ્રેસ પક્ષે બહુમતીના જોરે શ્રી એબ્રોની મુદત વધારી આપવાની દરખાસ્તને મંજૂર કરાવી દીધી. શ્રી પીમ્પુટકર તો માનતા હતા કે અયોગ્ય હથિયારો કોઈ કાબેલ કારીગરને આપવામાં આવે તો તે પ્રવીણ માણસ પણ સારું કામ આપવાને બદલે નાહક બદનામ થઈ જાય છે.

શ્રી પીમ્પુટકર માટે શ્રી મોરારજી દેસાઈ પણ સારો અભિપ્રાય ધરાવતા હતા અને શ્રી પીમ્પુટકર જો શ્રી મોરારજીને કે મુખ્ય પ્રધાન શ્રી યશવંતરાવ ચવાણને મળ્યા હોત તો મ્યુનિસિપલ કૉંગ્રેસ પક્ષ ટાઢોબોળ થઈ ગયો હોત.

શ્રી પીમ્પુટકર તો પહેલથી જ કહેતા આવ્યા હતા કે”As a civil servant, I am against politicians of any party for support.’પરંતુ શ્રી પીમ્પુટકર તરત રજા ઉપર ઊતરી ગયા અને પછી મ્યુનિસિપલ કમિશનરના પદનું રાજીનામું આપી દીધું. શ્રી એ.યુ.શેખ આવ્યા
અને તેઓ પહેલા આઈ.એ. એસ. મ્યુ. કમિશનર હતા.

શ્રી પીમ્પુટકર પહેલાં પણ ૧૯૪૫-૪૬માં આઈ.સી. એસ મ્યુનિસિપલ કમિશનર શ્રી યુ.એમ. મીરચંદાની, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી ડાહ્યાભાઈ વલ્લભભાઈ પટેલ સામે બાખડી પડયા હતા. બન્યું એવું હતું કે એક વિભાગના મ્યુનિસિપલ કર્મચારીઓ હડતાળ ઉપર ઊતરી ગયા હતા.

મ્યુ. કોર્પોરેશનની આર્થિક પરિસ્થિતિનું અવલોકન કરી તથા શિસ્તનો આગ્રહ ધરાવતા શ્રી મીરચંદાનીએ કડક વલણ અપનાવ્યું. આથી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી ડાહ્યાભાઈ પટેલે પોતાના ગાઢ મિત્ર અને કૉંગ્રેસ પક્ષના નેતા શ્રી એસ.કે. પાટિલની મદદ લઈને હડતાળની સમસ્યાનું સમાધાન પોતાની રીતે કયુર્ં.

શ્રી મીરચંદાનીએ આ વાતને આ મ્યુનિસિપલ વહીવહટમાં અવરોધરૂપ માની અને શ્રી ડાહ્યાભાઈ પટેલને મોઢા પર સંભળાવી દીધું કે આ માટે હું સરદાર પટેલને ફરિયાદ કરીશ. શ્રી મીરચંદાની જાણતા હતા કેશ્રી ડાહ્યાભાઈ સરદાર વલ્લભભાઈ પટેલના પુત્ર હતા, પણ શ્રદ્ધા ધરાવતા હતા કે સરદાર પટેલ કદી વહીવટમાં દરમિયાનગીરી કરવાની વાતને સમર્થન આપતા નથી. બીજી તરફ શ્રી ડાહ્યાભાઈ પણ એટલા જ ગરમ મિજાજના હતા.

આ વાત તેમણે શ્રી એસ.કે.પાટિલ કરી. શ્રી એસ.કે.પાટિલ સરદાર પટેલના જમણા હાથ છે એમ સહુ જાણતા હતા ત્યારે શ્રી બી. જી. ખેરનું પ્રધાનમંડળ હતું.

શ્રી એસ. કે.પાટિલે રજૂઆત કરી એટલે સરકારે શ્રી મીરચંદાનીને મ્યુનિસિપલ કમિશનર તરીકે ખસેડીને રાજ્ય સરકારના અન્ય હોદ્ધા ઉપર તેમની નિમણૂક કરી મ્યુ. કોર્પોરેશનમાં શ્રી આભારવિધિ રજૂઆત થઈ નહિ અને બીજા શ્રી સદાશિવ તિનઈકર છે કે જેમની બાબતમાં પણ આમ બન્યુ હતું.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Kuno National Park Celebrates Mothers Among Magnificent Mammals રાહુનો મીન રાશિમાં પ્રવેશ કઈ રાશિને ફળશે Bollywood Beauties Captivate as Enchanting Tawaifs Unlock the Power of Tulsi on Akshay Tritiya: Simple Remedies for Abundance & Wellbeing