કરિયર : AIનો ગોલ્ડન પિરિયડ ચાલી રહ્યો છે…

-કીર્તિ શેખર
21મી સદીમાં ટેકનોલોજી જે પ્રમાણે બદલાઈ રહી છે એમાં આર્ટિફિશિયલ ઈંટેલિજન્સ એટલે કે, એઆઈની સૌથી મોટી ભૂમિકા છે. આજે એવું કોઈ ક્ષેત્ર નથી જે એઆઈના ચમત્કારિક બનાવોથી બાકાત હોય. આજે કેરિયર જ નહીં માનવોની જીવનશૈલીના બદલાવનું સૌથી મોટું કારક એઆઈ બની ગયું છે.
એઆઈ કોઈ એવી વાત નથી કે જેનો વાસ્તવમાં કોઈ આધાર નથીં, એઆઈ કોઈ પણ રીતે ખતરનાક નથી પરંતુ જો ઘ્યાનથી જોઈએ અને વિચારીયે તો એઆઈ આપણા જીવનને બહેતર બનાવવાનો એક પ્રયાસ છે. આવામાં જો લોકો એ ભયમાં જીવી રહ્યાં હોય કે આવનારા દિવસોમાં એઆઈની દખલઅંદાજી અમારા ભાગની નોકરી ન લઈ લે, આ એક ખોટા ભયને લઈને જીવી રહ્યા છે.
એક વાત તો નકકી છે કે માનવીય શ્રમનો મોટોભાગ એઆઈ ઝડપી લેશે, પરંતુ ભારત જેવા દેશમાં જયાં યુવાઓની સંખ્યા બહુ મોટી છે અને ટેકનોલોજી ખૂબ ઝડપથી વધી રહી છે, ત્યાં એઆઈ ડરનો વિષય ન હોવો જોઈએ,ખાસ કરીને કેરિયર માટે અને જે લોકોને એઆઈને કારણે જો પોતાની નોકરીને લઈને ભય લાગતો હોય તો તેમને આનું અધૂરું જ્ઞાન છે.
એક વાત તો નકકી જ છે કે, એઆઈ કાંઈ પણ કરે તે માનવ નથી અને માનવો જેવું વિચારી પણ ન શકે. હા, એવા ઘણા સેક્ટર છે જ્યાં આજે પણ કામ મેકેનિકલ રીતે થઈ રહ્યું છે. તે કામોને એઆઈ જરૂરથી પોતાના કબ્જામાં લઈ લેશે, પરંતુ તે કામોને પાર પાડવા માટે માણસોની જરૂર પડશે. પરંતુ બેંકિંગ સેકટરમાં કોઈને લોન જોઈતી હોય તો એઆઈ તેને ઓટોમેટીક લોન અપ્રુવ તો કરાવી શકે છે પરંતુ લોન લેવી કે ન લેવી તે એઆઈ કોઈ વ્યક્તિને સમજાવી નહીં શકે, પરંતુ એક વ્યક્તિ જ નકકી કરી શકશે કે સમજાવી શકશે કે લોન લેવી કે ન લેવી. તેથી જ લોન અપ્રુવ જેવી ક્રિયાઓ કયારેય એઆઈ દ્વારા નહીં કરવામાં આવે.
આ પણ વાંચો…કરિયર: જોબ માર્કેટ 2025 અત્યાર જેવી પ્રતિસ્પર્ધા અગાઉ ક્યારેય જોઇ નથી!
એવી જ રીતે હેલ્થ કેરમાં પણ એઆઈ બેસ્ટ રિપોર્ટ આવી રહ્યાં છે પરંતુ તે રિપોર્ટને ધ્યાનમાં રાખી કોઈ ડોકટર મોટા નિર્ણયો લેતા નથી. કારણકે, એઆઈ એક મેકેનીકલ રિર્પોટ આપે છે તેના પરથી એ તારણ ન કાઢી શકાય કે વ્યક્તિ કેટલું સ્વસ્થ છે. એઆઈનો ત્રીજો મોટો ડર મીડિયા ક્ષેત્રને છે. લોકોનું એવું માનવું છે કે, એઆઈના આવવાને કારણે મીડિયાના બધાં જ કામ તે જ કરી નાખશે જેમકે, રિપોર્ટ બનાવવો, રિપોર્ટનું વિશ્લેષણ કરવું, જૂના રિપોર્ટના આધાર પર નવા રિપોર્ટનું વિશ્લેષણ કરી લેવું, પરંતુ સૂચનાઓની સચ્ચાઈ માત્ર રિપોર્ટ સુધી જ સીમિત નથી.
જેમકે, ભારત પાકિસ્તાન સાથેના સટીક વિશ્લેષણ એઆઈ ન કરી શકે પરંતુ કોઈ અનુભવી પત્રકાર જ કરી શકે. તેથી એઆઈ બધાં જ ક્ષેત્રોમાં તેજી તો લાવશે. બેંકિંગ સેકટરનું પરફોર્મન્સ સારું થઈ જશે, નિર્ણયો જલ્દી લઈ શકાશે. આવી જ રીતે હેલ્થ સેકટરમાં પણ તાત્કાલિક રિર્પોટ મેળવી શકાશે અને મીડિયાના ક્ષેત્રમાં પણ એઆઈ બધાંજ કામ ઝડપથી કરી લેશે. પરંતુ અંતિમ નિર્ણય માટે એઆઈ પર સંપૂર્ણપણે આધાર નહીં રાખી શકાય. એક માનવી જ તે રિપોર્ટની આજુબાજુની સંવેદનશીલતા સમજી શકશે.
તેથી જ એઆઈને કારણે કોઈની પણ નોકરી જોખમમાં નથી. કામ ફાસ્ટ થશે, પરફોર્મન્સ સારું થશે અને આ જ કારણે એઆઈ માનવીનો સહાયક બનશે, માનવીનો વિકલ્પ નહીં. એઆઈને કારણે જેટલી નોકરીઓ જશે તેનાથી ડબલ વિકસિત થશે જેમકે, એઆઈ ટ્રેનરની હવે દરેક ક્ષેત્રમાં જરૂર પડશે કે જે લોકોને એઆઈના ઉપયોગમાં માહિર કરી શકે. એવી જ રીતે ડેટા એનાલિસિસ અને ડેટા સાઈન્ટિસ્ટ જેવા નવા પ્રોફેસન્સ સામે આવશે, જેમાં બહુ મોટી સંખ્યામાં લોકોની જરૂર પડશે. એઆઈની મદદથી આવનારા દિવસોમાં ખૂબ બધાં ફેરફાર જોવામાં આવશે. બહુ બધી ટેક્નોલોજીનો વપરાશ થશે. આને માટે કુશળ અને પ્રશિક્ષિત લોકોની જરૂર પડશે.
દરેક ક્ષેત્રમાં ટેકિનકલ ભાષાને એઆઈના માધ્યમ દ્વારા સમજી શકાશે. પરંતુ તે કેટલું કામ આવશે તેનો ફેંસલો આ વિષયોના જાણકાર જ કરી શકશે. એવી જ રીતે એઆઈની મદદથી કમ્પ્યુટેશનમાં તેજી આવશે અને વિશેષજ્ઞોને નિર્ણય લેવામાં સરળતાં રહેશે. જયાં સુધી ભારતમાં એઆઈના માધ્યમ દ્વારા કેરિયર બનાવવાની દોડમાં જે પણ ક્ષેત્રો માટે વાત કરવામાં આવશે તો એજ્યુકેશન એક એવું ક્ષેત્ર છે જયાં એઆઈથી પર્સનલાઈઝ્ડ લર્નિંગ, ટેસ્ટ એનાલિસિસ, ટયૂટર સિસ્ટમ વિકસિત થઈ રહી છે.
એવી જ રીતે એજુ-ટેક ડેવેલપર, કટેન્ટ ટ્રેનર અને લર્નિંગ સાઈન્ટિસ્ટ ઊભરીને સામે આવી રહ્યાં છે અને આ બધાં જ પ્રોફેશન એઆઈ દ્વારા વિકસિત થઈ રહ્યાં છે. જેવી રીતે એઆઈ ભારતના હેલ્થ કેયર સેક્ટરમાં હેલ્થ ડેટા એન્જિનિયરો અને મેડિકલ ડેટા વિશ્ર્લેષકોના નવા પ્રોફેશંસ માર્કેટમાં લાવી રહી છે જેની ઘણી ખરી સારી સેલરી મળી રહી છે.
આ વાત કૃષિ અને ડિફેન્સ ક્ષેત્રમાં પણ લાગું પડે છે જેમકે ડિફેન્સ ક્ષેત્રમાં સાઈબર સિક્યોરિટી એનાલિસ્ટ અને એઆઈ ડિફેન્સ એન્જિનિયર એટલા મહત્ત્વપૂર્ણ છે કે, હાલમાં થયેલ ભારત-પાકિસ્તાન વચ્ચે થનારા તનાવ અને ઓપરેશન સિંદૂરમાં તેનું મહત્ત્વ સમજાયું. ક્ધટેટ ક્રિએશન અને મીડિયામાં પણ એઆઈ ઘણા નવા પ્રોફેશન સામે લાવી રહી છે, જેનાથી ક્રિએટિવ એઆઈ ડિઝાઈનર, મીડિયા ઓટોમેશન સ્પેશિયાલિસ્ટ વગેરે પણ છે. આવી રીતે એઆઈ કેરિયર પસંદ કરવાની જગ્યાએ,મોટા પાયે કેરિયર વિકસાવી રહી છે.
આ પણ વાંચો…કરિયર : નોકરીના મામલે ડિગ્રી પર ભારી પડતા ડિપ્લોમા…