ભવ્ય સ્વાગત છે. મુંબઈ સમાચારના મોટા વિષદ્ બૃહદ્ પરિવાર તરફથી દેવેન્દ્ર ફડણવીસ અને એમના તમામ સાથીઓનું, આવતા પાંચ વર્ષ માટે સદાય વૃદ્ધિના વર્ધકના કામ કરતા રહો એવી શુભેચ્છા સાથે.
પણ હું અને આપણે બધા મુંબઈગરા સૌથી વધુ ચિંતિત છીએ આપણા ભવ્ય મુંબઈની થઈ ગયેલી અવદશાથી. ૧૯૮૫માં જ્યારથી મુંબઈ મનપાની અવગતિ શરૂ થઈ અને વત્તે ઓછે અંશે જેને મોકો મળ્યો એણે એની દશા બેસાડવા સિવાય બીજું કંઈ જ નથી કર્યું એ બધા પાસે હિસાબ માગવા જેટલું તો આપણી ન્યાયિક પદ્ધતિનું કાઠું જ નથી. પણ એ આખા સમયને લેપટોપમાંથી નજરમાં બેસાડીને આ નવી નેતાગીરી દ્વારા વિહંગાવલોકન અત્યંત જરૂરી છે.
નરેન્દ્ર મોદી સાહેબ ગુજરાતને એટલું શણગારે, ગમે એટલું જગતભરમાં ગાજતું કરે કે દેશનાં અન્ય રાજ્યો ગમે એટલી હરણફાળ ભરે અને આંતરરાષ્ટ્રીય નામના મેળવે… પણ અત્યંત સ્વાર્થી અને સ્વપરાયણ બનીને વાત કરું અને આપણે બધા મુંબઈગરા મુંબઈકર કરીએ તો દેશનું આર્થિક પાટનગર, આર્યાવર્તની શાન અને એશિયા અને વિશ્ર્વનું ખરા અર્થમાં મહાનગર મુંબઈ જ્યાં સુધી પોતાની પુરાણી પ્રતિષ્ઠા પુન:સ્થાપિત નહીં કરે ત્યાં સુધી ભારતની વિશ્ર્વભરની આણમાં થોડોક ગોબો રહેવાનો રહેવાનો અને રહેવાનો જ. દેવેન્દ્ર ફડણવીસે લાંચ-રુશ્વતના તમામ દાટાઓ પૂરીને સૌથી પહેલાં તો રાજ્ય સરકારના નિયમ હેઠળ રસ્તાઓ બનાવવા/ રિપેર કરાવવાનું આગળ વધારવું જોઈએ.
Also Read – હેં… ખરેખર?!: ચૌરાસી મંદિર પાસે જવામાં ફફડાટ, દૂરથી જ નમસ્કાર
ભ્રષ્ટ લાંચિયા હરામખોર કોર્પોરેશનીયા અધિકારીઓને કાબૂમાં રાખવા અંગત, વિશ્ર્વાસુ, પ્રામાણિક અધિકારીઓ (રાજ્ય સરકારના) નીમીને રસ્તાઓને કમ સે કમ સુરત-અમદાવાદ જેવા તો અને એ ય આવતા બે વર્ષમાં બનાવવા જ પડે. લબાડ નેતા, ગુંડા અને અમુક ચોક્કસ કોમના હરામનું ખાનાર લોકોની સાઠગાંઠ તોડી ફૂટપાથો પચાવી પાડવાના મોટા મસ ગોરખધંધાને રોકવો જ પડે. હે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ સાહેબ! તમારા આગલા પાંચ શાંત વરસ જેવા આ આ પાંચ વરસ શાંત ન જ થાય એવી અમારી ઈચ્છા પણ છે અને શુભેચ્છા પણ છે…
પરમ આદરણીય મોદીસાહેબ! આપ હંમેશાં અમારા સર આંખો પર છો, પણ હવે અમને મુંબઈકરને આ કાયમના નીચલી કક્ષાના, સુવિધાઓમાં ખતમ થતાં જતાં શહેરમાં જીવવાના શ્રાપમાંથી મુક્ત કરો એવી અમે સમગ્ર દોઢ કરોડ લોકો બે હાથ જોડીને વિનંતી અને પ્રાર્થના કરીએ છીએ.
આજે એટલું જ.