આજે આટલું જ : શું વાંકમાં કોઈ જ નથી? | મુંબઈ સમાચાર
ઉત્સવ

આજે આટલું જ : શું વાંકમાં કોઈ જ નથી?

  • શોભિત દેસાઈ

1947માં અમુક રાજ્યોએ તો માલિકો જ બદલ્યા. અંગ્રેજ ગયા અને ગુંડા આવ્યા અને પાછી વ્યવસ્થાએ ત્યાંની જમીનમાં એવી ફળદ્રુપતા ભરી દીધી હતી કે ત્યાંની માંઓની કૂખેથી સાવ ભોળા, પેદા થવું એટલે શું એ હકથી પણ અજાણ્યા, ત્રણ વેળાના ભોજનને બદલે સરેરાશ એક વખત અડધા ભોજનને પરમની કૃપા સમજનારા અને અવાજ ઉઠાવવો એ મોટો ગુન્હો છે એમ માનીને જીવનારા ખેતમજૂરો, કારખાનાના કામદારો, ડ્રાઈવરો, રોજીરોટી માટે સતત પરિભ્રમણમાં ગુલતાન’ મહાન સહનશીલ જ જન્મે, અને એ પણ માંઓનું પેટ ભરાવાનું બંધ થાય, એટલે કે 45-50 વર્ષની વય સુધી, એટલે કે પાંચથી છ પરિવાર દીઠ ખરાં જ ખરાં. આખાસ’ રાજ્યોમાંથી એક ખાસ રાજ્યમાંથી તો આખી દુનિયામાં જે પવિત્ર જીવનશૈલી અને કરુણા વિશ્વમાં વ્યાપ્યા એવા બે અવતારપુરુષો આવ્યા, પણ ત્યાંનું જીવન બહુ સુંદર’ રીતે વધુ ને વધુ ઉતરતી કક્ષાનું બનતું જ ગયું, બનતું જ ગયું. આ વસતિમાંથી કેટલાકબહાદુર’ અલગ થઈને ઘરમાં અવતાર પુરુષોનાં ફોટાના ધૂપદીપ સાથે માથાં ઊંચકવા માંડ્યા અને જેવો એમણે પ્રચલિત રાજકારણી ગુંડાગીરી સામે અવાજ ઉઠાવ્યો કે તરત એક નવો જ શબ્દ ત્યાંની શબ્દકોશીય ગોઠવણમાં ઉમેરવો પડ્યો: સાઠગાંઠ. બીજા વર્ગની ફરજ એટલી જ-ચૂંટણીઓ જીતાડી આપવાની, કોઈ પણ હિસાબે અને જોખમે… પહેલા વર્ગની બાંહેધરી એટલી જ-બાકીના સમયમાં તમારે જે કરવું હોય એ કરો – ચોરીચપાટી લૂંટફાટ, બળાત્કાર, કારખાનાંઓના માલિકો પાસેથી પ્રોટેક્શન મની ઉઘરાવવાના, મજૂર કામગાર ઈત્યાદિ પાસેથી જીવતો રહેવા દેવા માટેના હપ્તા વસૂલ કરવાના ઈત્યાદિ ઈત્યાદિ. હવે આવા વિનાશનાં વાતાવરણમાં કદાચ શ્વાસ તો મફત છે એટલે લઈ શકાય પણ આ પાંચ-છ વેજા (મેઘાણીનો શબ્દ) જણનારી પત્ની અને વૃદ્ધ કે અપંગ કે બીમાર કે ત્રણે એકસાથે મા-બાપને ખવડાવવાનું શું? એટલે શરૂ થયું અવતાર પુરુષો ના ય પરિભ્રમણ કરતાં અનેકગણું દૈવી, પવિત્ર અને દિવ્ય ભ્રમણ. દર બે-ત્રણ વર્ષે, નોકરી આપતાં સમૃદ્ધ રાજ્યોમાંથી અતિ વહાલા વતને પંદર-વીસ દિવસ માટે આવી જવું, સંતાનોનાં મુખ ઉપર સમૃદ્ધ રાજ્યમાંથી લવાયેલી ભેટ મેળવતા આવતી મુસ્કાન નિરખવી, અન્ય આકસ્મિક ફરજોનું પાલન કરવું જેમ કે મા-બાપની દવા, પત્નીની આંશિક જરૂરિયાતોનું અલ્પાંશિત પોષણ વગેરે વગેરે, ને આભમાં જોઈ આભાર માની પાછા આવવાનું, એ સંતોષ સાથે કેઆટલું તો તેં આપ્યું!’

પરમ પરમ છે જ પણ જગતભરની વૈચારિક નિર્વિર્યતામાં સૌથી મોટો ભાગ પરમનો છે. પરમ જો કે શરીરમાં સતત વિર્ય પૂરીને સતત, જંગી અને ભયજનક વસતિ વધારા દ્વારા સરભર કરી આપે છે… પણ એની વાત ફરી ક્યારેક. અત્યારે વળી મારી `નાસ્તિકી’ના ક્યાં ઢોલ વગાડું! ઢોલ તો વાગી જ રહ્યા છે ને આ હમણાંના દસ દિવસના! એમાં ગુલતાન રહીએ ને!

આજે ઈન્સ્ટાગ્રામ પર એક કવિતા જોઈ. મારા મતે હિન્દીના સૌથી અસરકારક શ્રેષ્ઠ અછાંદસ કવિ સુદામા પાંડે `ધુમિલ’ પછી 50 વર્ષે આવી કવિતા નિરખવા એવી મળી કે સીધી કાળજે ઘણ મારી દીધો. એરપોર્ટ, રેલવે પ્લેટફોર્મ, વહાણ બાંધવાના તૂતક ઈત્યાદિ જેમાંથી બને ને! એ લોઢાના પદાર્થનું નામ છે Chequerred plate છેલ્લાં થોડા વર્ષોમાં મારી નિર્વિયતાને સાક્ષીભાવના નામે ઓળખાવા પૂરતો શાણો બન્યો છું, – છતાં, ચામડી છ મિલીમીટરની ચેકર્ડ પ્લેટથી વધુ જાડી કરી નાખી હોવા છતાંય આંખની આંતરિક સિસ્ટમ્ામાં વર્ષોથી બંધ પડેલી ફેક્ટરી ફરી ચેતનવંતી થઈ અને થોડાક આંસુ સરી પડ્યાં.

મેરે ભારત કી અય અદ્ભુત વ્યવસ્થા!
જીન્હેં તૂમ ઢુંઢ રહી હો વો નહીં મિલેંગે ઘરબારમેં
ઠીક વૈસૈ હી જૈસે ઉન્હે રોઝગાર નહીં મિલ પાયા બિહાર મેં…

વો મિલેંગે તુમ કો ઇંટમેં ગારોમેં
મુંબઈ કી ઊંચી દિવારો મેં…
વો મિલેંગે તુમ કો કશ્મીર કી રેંકડીયોમેં, પટરીયોમેં
ઔર ગુજરાત કી ફેક્ટરીયોં મેં…
બિન ખોજે હી મિલ જાયેંગે વો રાજસ્થાનકી તપતી રેંતોમેં
પંજાબ કે જુતતે ખેતોમેં
ઉન્હેં કોઈ કામ મિલ હી નહીં પાયા બિહારમેં
ભલા વો કૈસે રહતે અપને ઘરબારમેં?!
ખોજો ઉનકો દિલ્હી મેં દૌડ રહી ઓટોમેં
ઉજડી હુઈ ઝુગ્ગીઓમેં યા ફિર ઢાલી જા રહી છતોમેં…
સૂનો! તુમ્હારી સરકાર સે ઝયાદા પૈસા વે બિહાર કે વિકાસ મેં લગાતે હૈ.
વો સારા બિહાર ભેજ દેતે હૈ જો વો દિલ્લી ઔર પંજાબમેં કમાતે હૈ…
યે જો ગાંવમેં રોનક આઈ હૈ વો ઈન્હી પ્રવાસીયોં કી કમાઈ હૈ…
ઢુંઢના હૈ તો ઢુંઢો ઉન્હે ઉનકી માંઓ કે ઉદાસ ચહેરોમેં.
ઉનકી પત્નીઓંકી પથરાઈ આંખોં મેં, ઉનકી બેટીઓંકે
બિખરે સપનો મેં
જો અપનોં કી ખાતીર જી રહે હોતે હૈં
ગૈરોમેં વો નહીં મિલ પાતે ઢૂંઢને સે ભી અપનોમેં
વો આતે હૈં અપને ઘર છઠમેં, હોલીમેં, ઈદમેં…
ચૂનાવમેં. જીનકા નામ કાટને કે લિયે તુમ ઘૂમ રહે હો ગાંવમેં…

સૂનો મેરે ભારત કી અય અદ્ભુત વ્યવસ્થા….
કવિતા સબકો સમઝ નહીં આતી હૈ
ઉનકો તો કતઈ નહીં જીનકો સત્તાકી ગુલામી ભાતી હૈ…

આજે આટલું જ…

આપણ વાંચો:  મનોરંજનનું મેઘધનુષ : વધુ એક વિશ્વસુંદરીનું બોલિવૂડમાં આગમન…

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button