ટૅક વ્યૂહ: ટેલિગ્રામ: મેસેજ જ નહીં, કોન્ટેન્ટ શેરિંગનું ફ્રી પ્લેટફોર્મ છે એ…

- વિરલ રાઠોડ
ગણતરીની સેક્ધડમાં મેેસેજથી લઈને મની સુધી બધું જ ટ્રાંસફર થઈ જાય છે. જમાનો ડિજિટલની સાથે ઈન્ટરનેટની એ સ્પીડનો છે જેની કોઈ એ કલ્પના પણ કરી ન હતી. મેસેજિંગ એપ્લિકેશનમાં સમયાંતરે ઘણાબધા ફેરફાર થયા, જેમાં વીડિયો કોલ ફિચર્સની સાથે હવે એક્શન રિ-એક્શન સુધી અને સ્ટેટસથી લઈને સેમસર્ચ સુધી બધું જ એક જ એપ્લિકેશનથી પ્રાપ્ય છે. ગ્રૂપથી લઈ ચેનલ અને કોમ્યુનિટી સુધી દરેક તબક્કે જે ફેરફાર આવ્યા એની નોંધ દુનિયાએ લીધી. વોટ્સએપને સમાંતર ઘણીબધી એપ્લિકેશન આવી પણ એમાંથી કેટલી ચાલી એ ચર્ચાનો વિષય છે. વીચેટ ચાઈનાએ લોંચ કરેલી, આઈએમઓ પણ ચીનથી આવી હતી. ભારતના જૂના અને ખાસ મિત્ર રશિયામાં તૈયાર થઈ હતી ટેલિગ્રામ એપ્લિકેશન.
ખરેખર તો ટેલિગ્રામ લખીને ગૂગલ સર્ચ કરવામાં આવે તો જૂના જમાનાનું ટેલિગ્રામ કેવું હતું એ મળી આવે. પવેલ અને નિકોલાઈ ડુરોવ નામના બે મિત્રએ માત્ર ફન માટે તૈયાર કરેલી એપ્લિકેશન આટલા મોટા ફલક પર સર્વસ્વીકૃત બનશે એવી એમને તો ઠીક, કોઈને પણ કલ્પના ન હતી.
રશિયામાં એક લાંબા સમય સુધી પોપ્યુલર બનેલા ‘વિકોન્ટેક’ એટલે કે ‘વીકે’
નામના સોશ્યલ મીડિયા પ્લેટફોર્મે ધૂમ મચાવી દીધી હતી. પ્રાયવસી અને સિક્યુરિટીની દ્રષ્ટિએ એપ્લિકેશન એટલી સુરક્ષિત હતી કે લોકો ડીલ કરતા ખચકાતા ન હતા. વર્ષ 2013માં રશિયાના એક નાનકડા શહેરમાં આ બન્ને ભાઈને વિચાર આવ્યો કે જે સિક્યોરિટી સોશ્યલ મીડિયા પર એ એને મેસેજિંગ સેક્ટરમાં કેવી રીતે મૂકી શકાય. જો કોઈ વ્યક્તિ એની પ્રીમિયમ એપ્લિકેશન ડાઉનલોડ કરે તો એના ફીચર્સ કેવી રીતે, વધુ સારી રીતે આપી શકાય. બસ, અહીંથી શરૂ થઈ મેસેજિંગ એપ્લિકેશન ટેલિગ્રામની જન્મયાત્રા.
એક જ વર્ષમાં એપ્લિકેશનની સફળતા ટેક્નોલોજીનું આકાશ આંબી ગઈ. લંડન, દુબઈ, દોહા, કતારથી લઈને છેક સાઉથ અમેરિકા સુધી એના ડંકા વાગ્યા. પછી વોટ્સએપ ટેક્નોલોજીએ એના ફીચર્સ અપડેટ રાતોરાત કરતા એપ્લિકેશન એટલી અમેરિકામાં ચાલી નહીં. આજે વોટ્સએપ એપ્લિકેશન પાસે જે ફીચર્સ છે એ જ ટેલિગ્રામમાં છે, પણ નવી વાત એ છે કે, વોટ્સએપમાં કોઈ મેસેજ ડિલિટ ફોર ઓલ કરવામાં આવે તો એ થ્રેડ દેખાય છે. ટેલિગ્રામ પર એવું થતું નથી.
ગ્રૂપની વાત કરવામાં આવે તો વોટ્સએપ પર ગ્રૂપ એડમિનનો કોન્ટેટ જોઈ શકાય છે. ટેલિગ્રામ એમાં પણ સિક્યોરિટી મૂકીને એકથી વધુ એડમિન દર્શાવીને હાઈડ કરી શકે છે. બેથી અઢી જીબીની ફાઈલ ગણતરીની સેક્ધડમાં ટ્રાન્સફર કરી શકે છે. સૌથી મોટી અને મહત્ત્વની વાત, વોટ્સએપ પાસે પોતાની મેમરી બેકએન્ડ નથી. અર્થાત એકવાર વોટ્સએપમાંથી બેકઅપ વગર કંઈ ડિલિટ થયું તો સમજો ચીડિયા ચૂક ગઈ ખેત. એ ડેટા રિસ્ટોર થતાં નથી. ટેલિગ્રામમાં એકવાર જે કંઈ શેર કર્યું અને સેવ કર્યું એટલે સમજો પથ્થર કી લકરી. એપ્લિકેશન બીજા ફોનમાં ઈનસ્ટોલ કરો ત્યાં સુધી એ ડેટા એના મૂળ સ્વરૂપે સચવાય છે.
આ પણ વાંચો…ટૅક વ્યૂહઃ વોટ્સએપમાં ચેટ મેનેજમેન્ટનું A-B-C-D…
ટેલિગ્રામ જ્યારે નવું નવું આવ્યું એ સમયે એવી અફવા વહેતી થઈ હતી કે, આ ઈન્ડિયન બ્રાંડ છે. પણ ના, આ મેઈડ ઈન રશિયા છે. આજે પણ રશિયામાં ટેલિગ્રામ પાસે 90 મિલિયન યુઝર્સથી વધારે ટ્રાફિક અને યુઝર્સ બન્ને એકલા ટેલિગ્રામ પાસે છે. એમાંથી 35 મિલિયન તો કોર્પોરેટના ઓફિશિયલ ગ્રૂપ અને કોમ્યુનિટી છે. શરૂઆતમાં માત્ર મેસેજિંગ અને ફોરવર્ડના ઓપ્શન બાદ એમાં પણ હવે મેસેજ પિંગ, શેરિંગ, રિએક્શન અને કોમ્યુનિટી લિંકના ઓપ્શન આવતા કામ ઘણું આસાન થઈ ગયું છે.
મોટી સાઈઝની પીડીએફ અને મુવી આવી જાય એવી વીડિયો ફાઈલનું શેરિંગ પણ ઈઝી થયું છે. ‘સેવ’ નામના ઓપ્શનથી જે રીતે વોટ્સએપમાં પોતાને જ મેસેજ કરી શકાય એમ અહીં બધું જ સાચવી શકાય છે. ફોટો, વીડિયો, ડોક્યુમેન્ટ, પીડીએફ, કોન્ટેક્ટ એવરીથિંગ ઈઝ પોસિબલ. ક્લાઉડ કોમ્યુટિંગ ટેક્નોલોજીથી ક્નેક્ટેડ હોવાને કારણે વોટ્સએપની જેમ મેમરી ફૂલની કોઈ નોટિફિકેશન આવતી જ નથી.
ફોટો અને વીડિયોની ક્લેરિટીની વાતમાં તે વોટ્સએપથી પણ ચડે એમ છે. રૂઢિચુસ્ત અને પોતાનાને જ પ્રાધાન્ય આપતા ચીનમાં પણ ટેલિગ્રામ થોડા સમય માટે ઘણી જાણીતી બની હતી, પણ એમની પ્રાદેશિક ભાષા અને એમના ટેક્નોક્રેટના બીજા કેટલાક ધતિંગના કારણે ચીનમાં આ એપ્લિકેશન ચાલી નથી. ચીનમાં આજે પણ વીચેટ ચાલે છે. જેમાં એ પોતાની મંદારીન અને ફૂટોનઘુ ભાષા આ સિવાય કોઈ ભાષાને પ્રાધાન્ય નથી આપતા.
જે લોકો ટેલિગ્રામનો ઉપયોગ કરે છે એ ઘણા બધા મનોરંજનના ગ્રૂપમાં જોઈન છે. માત્ર મનોરંજન જ નહીં, વૈકલ્પિક પરીક્ષાની તૈયારીઓ કરતા લોકોએ તો આને માહિતી શેરિંગનું બેસ્ટ પ્લેટફોર્મ બનાવી દીધું છે. સમાચારની ચેનલ અને અખબારોના ગ્રૂપ પણ અહીં સરળતાથી પ્રાપ્ય છે. બસ, ગ્રૂપ જોઈન કરો અને અપડેટ મેળવો.
એક મહત્ત્વની વાત: જ્યારે પણ કોઈ ગ્રૂપ કે મેસેજનું સેટિંગ કરો તો એમાં આ એપ્લિકેશન કેટલા નોટિફિકેશન જોઈએ એ પણ બતાવે છે. દરરોજના નોટિફિકેશનને ઓન-ઓફની સગવડ આપે છે. કોઈ પણ ગ્રૂપ કે કોમ્યુનિટીને સાયલંટ પણ કરી શકો. પીન કરી શકો. બસ, ધ્યાન એટલું જ રાખવાનું છે કે કોઈ પણ ગ્રૂપમાં રેટિંગ માટેની લિંક આવે અને એના પૈસા મળતા હોય આ પ્રકારના મેસેજથી ચેતજો. એક ક્યૂઆરથી ફ્રોડ ટેલિગ્રામ પરથી પણ ખાતું ખાલી કરી શકે છે.
આઉટ ઓફ ધ બોક્સ
ભારતમાં સૌ પ્રથમ ટેલિગ્રામ તાર સર્વિસ મુંબઈ અને પુણે વચ્ચે શરૂ થઈ. વર્ષ 1854માં મુંબઈના મેસેજ પુણે મોકલી ટ્રાયલ શરૂ કરવામાં આવી, જ્યારે 1850માં કોલકાતાથી ડાયમંડ હાર્બર વચ્ચે સંદેશાવ્યવહાર માટે તાર નાખવાની વાત થઈ હતી.



