ઉત્સવ

ટૅક વ્યૂહ: ગૂગલ મેપની ટાઇમલાઈન સર્વિસ: કામ એક ફાયદા અનેક…

  • વિરલ રાઠોડ

છેલ્લા 24 કલાકમાં ક્યાં ક્યાં ફર્યા? ક્યાં લેન્ડમાર્કની નજીકથી નીકળ્યા? છેલ્લે ક્યારે લોંગ ડ્રાઈવ કરી? કયો પ્રવાસ કર્યો? સામાન્ય રીતે આવા નાના સવાલોના જવાબ ભાગ્યે જ કોઈને યાદ હોય. આવા જ સવાલો પોલીસ કે પત્નીની ધાક-ધમકીથી પૂછવામાં આવે તો સાબિતી આપવામાં પરસેવા છૂટી જાય.

જોકે, આ તમામ પ્રશ્નના જવાબ એક જ એપ્લિકેશનથી મળી જાય. તેનું નામ છે : ગૂગલ મેપ ટાઇમ લાઈન સર્વિસ.

લોકેશન ઓન હોય તો મેપ્સ એપમાં દરેક મૂવમેન્ટ ટાઈમલાઈન લાઈન રૂપે મળે છે. દરેક સ્માર્ટ ફોનમાં મેપ્સ એપ ડીફોલ્ટ હોય છે. એ દરેક મોબાઈલ સાથે મેપ્સનું પોતાનું એક લોકેશન હોય છે. જ્યારે મેપ્સ ઓન કરવામાં આવે ત્યારે એ ડિવાઈસ લોકેશન સાથે અપડેટ આપે છે.

અહીં લોકેશન હિસ્ટ્રી નામનું ફીચર ટાઈમલાઈન તરીકે ઓળખાય છે. આ તમામ મુવમેન્ટ ક્લાઉડ સ્પેસ સાથે ક્નેક્ટ હોવાથી ડિવાઈસમાં કોઈ પ્રકારનો ડેટા સેવ થતો નથી. ગૂગલ કંપનીએ કરેલા અપગ્રેડ ફીચર્સ અનુસાર ડિસેંબર 2024થી આ ડેટાને સરળતાથી ડિવાઈસમાં સેવ કરી શકાય છે. આ દરેક ટાઈમલાઈન મુવમેન્ટ જે રીતે સેવ કરી શકાય છે એ રીતે સરળતાથી ડિલિટ પણ કરી શકાય છે.

આ માટે સૌ પ્રથમ મેપ્સ એપ્લિકેશનમાં જઈ જમણી બાજુ દેખાતા તમારા પ્રોફાઈલ પિક્ચર પર ક્લિક કરો. જે મેનું ખુલે એમાં ‘યોર ટાઈમલાઈન’ને પસંદ કરો. એ પછી જે દેખાશે એ જોઈને થોડું આશ્ર્ચર્ય અવશ્ય થશે. ગૂગલ ડિવાઈસ સાથે જોડાયેલી દરેક મુવમેન્ટને પોતાની પાસે વ્યવસ્થિત રીતે જાળવી રાખે છે. આ તમામ માહિતી યુઝર પોતે જ જોઈ શકે. કંપની કે સર્વિસ પ્રોવાઈડર પણ આ પ્રોફાઈલ જોઈ શકતા નથી. આ ગૂગલ મેપ્સની પોતાની સિક્યોરિટી છે.

સૌ પ્રથમ જે દિવસની મુવમેન્ટ જોઈતી હોય અથવા તારીખ બદલીને જે મુવમેન્ટ જોવી હોય તેને સરળતાથી જોઈ શકાય છે. ચોક્કસ દિવસે આપણે ક્યાં ગયા હતા અને ક્યા લેન્ડમાર્ક નજીકથી પસાર થયા હતા. એ પણ સ્ક્રીન સામે જોવા મળે છે.

ટ્રિપ્સ નામના ઓપ્શનમાં જે દિવસે આપણે નાની નાની ટ્રિપ્સ કરી હશે એનો ડેટા જોવા મળશે. કઈ તારીખે ક્યાં ક્યાં ગયા અને શું ફર્યા એની તમામ વિગત સેવ થયેલી રહે છે. આવી ટાઈમલાઈન જાળવી રાખવાનો મૂળ હેતું ક્યાં ગયા, કેટલું ચાલ્યા, શું કર્યું, ખાણીપીણીથી લઈને શોપિંગ મોલ સુધી અને હોટેલ્સથી લઈને સાઈટ સીન સુધીની તમામ વિગત એક જ સ્ક્રીન પર ફોટોગ્રાફ સાથે જોવા મળે છે. જેને જ્યારે ઈચ્છીએ ત્યારે ફ્લેશબેક સાથે યાદ કરી શકીએ છીએ એમાંથી કેટલાક ફોટોને સોશ્યલ મીડિયા પર વગર ટાઈમલાઈન રીમાઈન્ડર શેર કરી શકીએ છીએ. ‘ઈનસાઈટ’ નામના ઓપ્શન બાદ આવે છે ‘પ્લેસિસ’. પ્લેસિસમાંથી મળતી માહિતી થોડી અલગ છે, કારણ કે દરેક ટાઈમલાઈન સાથે બધુ આપી દેવામાં આવે તો સમાવવું અને તેને અલગ કરવું અઘરૂ થઈ પડે.

હોટેલ, રેસ્ટોરાં, સાઈટસીન, શોપિંગ મોલ, સ્પોર્ટ્સ સેન્ટર, બસ સ્ટેશન, એરપોર્ટ આ તમામ વસ્તુઓ ગૂગલ સાઈટ પર ઓલરેડી મેપ હોય છે. આ માત્ર ડિવાઈસ કે વ્યક્તિને ક્નેક્ટ કરીને એની ટ્રાવેલ હિસ્ટ્રી બનાવી શકે એ માટે હોય છે. આમાંથી જે લોકેશન ન ગમતું હોય એને ડિલિટ પણ કરી શકાય છે.

જે તે સમયે જે શહેરની મુલાકાત લીધી હોય એ શહેરનું લોકેશન એના મૂળ નામ સાથે સેવ થાય છે. મેપ્સમાં સેટેલાઈટ ડિવાઈસથી જે તે શહેર પહેલાથી લોકેટ હોય છે. યુઝર જ્યારે આ શહેરની મુલાકાત કરે છે ત્યારે એના જુદા જુદા વિસ્તારો મેપ થાય છે પછી એ ટાઈમલાઈન સુધી પહોંચે છે. એક જ શહેરથી એકથી વધારે વખત મુલાકાત લીધી હશે તો પણ એ લોકેશન સાથે સેવ થશે. આ જ ચિત્રને બીજીવાર જ્યારે જોવામાં આવે ત્યારે એ વધુ સ્પષ્ટ અને સમયસારણી સાથે દેખાય છે.

આ જ રીતે દુનિયાના કોઈ દેશની મુલાકાત લીધી હશે તો એ પણ બતાવશે. હા, થોડી અલગ પડે એવી વાત એ છે કે, વિદેશમાં કોઈ રીસન્ટ મુવમેન્ટ થઈ હશે તો એની અપડેટ પણ આવશે. જેમ કે, લંડનમાં ઓલિમ્પિક વખતે અમુક રસ્તા બંધ કરી દેવાયા હતા જે પછીથી ગૂગલ મેપ્સ પર લોકેટ થયા. આ તમામ બેકઅપ ડીફોલ્ટ ક્લાઉડ સર્વર હોય છે જે પછીથી ડિવાઈસમાં લઈ શકાય છે. ટાઈમલાઈનની વાત છે ત્યાં સુધી ગૂગલ સર્ચમાં પણ એક નવું ફીચર એડ થયું છે જેને ટુલ્સમાંથી જોઈ શકાય છે. ફોટો સર્ચ કરતી વખતે લાસ્ટ 24 અવર્સ પસંદ કરવાથી જે તે લેન્ડમાર્ક પર જે થયું હશે એનો તસવીર રિપોર્ટ મળી રહેશે, જેમ કે, દિલ્હી એક્યૂઆઈ સર્ચ કરીને લાસ્ટ 24 અવર્સ પસંદ કરવામાં આવે તો દિલ્હીના જુદા જુદા વિસ્તારના લેન્ડમાર્ક પર શું થયું એની તમામ વિગત ફોટો રૂપે મળી રહેશે.

ટેક કંપનીઓ જે તે શેર એપ્લિકેશન ડિવાઈસ કે યુઝરને શેર કરીને આ ટાઈમલાઈનને મેનેજ કરે છે. આઈફોન, આઈપેડ કે સ્માર્ટફોનમાં એક અજાણી એપ્લિકેશન જે ગૂગલની ફેમિલીમાં નથી એમાં તે મેપ્સ સર્વિસ ઝડપથી મળતી નથી. આ માટે ટેક કંપનીઓ મેપ્સ ઓન કરો તો જ એપ્સ ચાલે એ પ્રકારે સેટિંગ રાખે છે. જેમ કે, કેબ એપ્લિકેશન, ફૂડ ડિલેવરી એપ્લિકેશન. આમા પણ કંપની જે તે રાઈડર્સનો રેકોર્ડ રાખે છે. રાઈડર જ્યારે પણ એ સર્વિસ ઓફ કરે કે ઓફલાઈન થાય ત્યારે આ એપ્સ પરથી ટ્રેક થયેલો ડેટા સરળતાથી ટ્રેક થાય છે. એનેલાઈઝ થાય છે.

આઉટ ઓફ ધ બોક્સ

ટાઈમલાઈન કે ડેટાનો બેકઅપ રાખવો એ વ્યક્તિની પોતાની પસંદ છે પણ જ્યારે મોબાઈલ ખોવાય ત્યારે પણ ફોન ચાલું હોય તો આવો ડેટા સરળતાથી મોબાઈલ નંબર કે બેકઅપ પર એને ટ્રેકિંગ માટે સાયબર એક્સપર્ટને આપી શકાય છે.

આ પણ વાંચો…ટૅક વ્યૂહ: ડિજિટલ લિટરસી: સમજ-સુરક્ષા ને સ્વીકૃતિ

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button