ઉત્સવ

ટૅક વ્યૂહ : આટલું કરો તો તમારો મોબાઈલ પર્ફોમ કરશે રોકેટ સ્પીડથી!

  • વિરલ રાઠોડ

રોટી-કપડાં-મકાન બાદ જે જીવન જરૂરી ચીજવસ્તુઓ છે એમાં હવે મોબાઈલે સ્થાન લઈ લીધું છે. મોબાઈલના ઉપયોગ સામે ઘણા એવા મુદ્દાસર વાત કરી શકાય. તેનો ચિક્કાર ઉપયોગ આપણા સમયને બરબાદ કરી નાખે એ વાતમાં પણ કોઈ બેમત નથી. મોબાઈલ ફોનની વર્ચ્યુઅલ દુનિયામાં હકીકતમાં શું જરૂરી છે એ ઘણીવાર ભૂલાઈ જાય છે. સતત એનો ઉપયોગ આંખને તો નુકસાન કરે જ છે, પણ ઘણીવાર એ જોઈતી સ્પીડથી કામ ન કરે વ્યક્તિ ખુદ હેંગ થઈને હેરાન પરેશાન થઈ જાય છે… સ્લો સ્પીડનો પ્રોબ્લેમ હવે સમયાંતરે દરેક મોબાઈલ યુઝર્સને સતાવે છે.

મોબાઈલ કેટલો ફાસ્ટ કે સ્લો છે એ જાણવા માટે દરેકે અઠવાડિયામાં એકવાર મોબાઈલ સ્વિચઓફ કરી ઓન કરવો જોઈએ. ફોન શરૂ થવામાં વધારે પડતો સમય લાગે ત્યારે સમજવું કે ફોનની સિસ્ટમ સ્લો ચાલી રહી છે. હવે મોબાઈલમાં સામાન્ય ફેરફાર કરીને ફોનની પ્રોસેસ સ્પીડ વધારી શકાય છે.

સૌ પ્રથમ સેટિંગમાં જઈ ડેવલપર્સ ઓપ્શનમાં જાવ. પછી એમાં વિન્ડોઝ એનિમેશન સ્કેલ પર જાવ. પછી એનિમેશન સ્કેલને પોઈન્ટ ફાઈવ કરી દો. પછી ટ્રાઝેક્શન એનિમેશન સ્કેલ એને પણ પોઈન્ટ ફાઈવ કરી દો. આનો ફાયદો એ થશે કે, સ્ક્રીન પર ગમે ત્યાં ટચ કરશો તો એપ્લિકેશન કે મેનુ ઘડીના છઠ્ઠાભાગમાં રીએક્ટ કરશે- પ્રતિસાદ આપશે.

બીજી એક ટ્રિક એવી છે કે, દિવસમાં ઘણી એવી એપ્લિકેશનમાંથી નોટિફિકેશન આવતા હોય છે, જેને જોયા વગર જ આપણે સ્કિપ કરી દઈએ છીએ. આવી એપ્લિકેશનની લાઈવ નોટિફિકેશન બંધ કરી દો. સેટિંગ્સમાં જઈ નોટિફિકેશનમાં જઈ જે તે એપ્લિકેશન સામે નોટિફિકેશનનો વિકલ્પ બંધ કરી દેવાથી એ એપ્લિકેશનની નોટિફિકેશન નહીં આવે. એના કારણે બીજા કામમાં એ સ્પીડ આવશે.

સામાન્ય રીતે કોઈ પણ મોબાઈલમાં ત્રણથી ચાર વખત સિસ્ટમ અપડેટના એલર્ટ આવે છે. એ જો ન કરવામાં આવે તો ફોનમાં કેટલાક ફીચર વ્યવસ્થિત રીતે કામ કરતા નથી. આવા સમયે આખી સિસ્ટમ અપડેટ ન કરવી હોય તો જે તે એપ્લિકેશનને જ અપડેટ કરી શકાય છે. આખી સિસ્ટમ અપડેટ થતાં સમય જાય છે અને ઘણીવાર ફોન રીસ્ટાર્ટ થતા પણ ઘણો સમય લાગે છે.

મોબાઈલમાંથી ફોટો કે વીડિયો અપલોડ કરવાનો હોય એ સમયે પણ ઘણીવાર સ્પીડ ન આવતા કંટાળો આવે છે. આવા સમયે ફિલ્ટર ટિપ્સ કામ આવે છે. જે ફોટો કે વીડિયો અપલોડ કરવાના છે તેને અલગ કરી અથવા અલગથી સેવ કરી દો પછી એ બધા જ એક સાથે જે તે પ્લેટફોર્મ પર શેર કરવાના બદલે એક એક ફાઈલ્સ અપલોડ કરો.

આનાથી ફોટો ઝડપથી અપલોડ થશે અને વીડિયોમાં 30 સેક્ધડથી ઓછો સમય હશે તો પ્લે થવામાં પણ મુશ્કેલી નહીં પડે. આમ કરવાથી મલ્ટીમીડિયામાં પણ ફોન સારી રીતે કામ આપશે. એક દિવસમાં વારંવાર ફોન સ્વિચઓફ કે સ્વિચઓન કરવાથી સ્પીડમાં ઘણો ફેર પડે છે. એપ્લિકેશનનો લોડ ઓછો હશે એટલો ફોન સારો, સ્પીડમાં અને લાંબા સમય સુધી ચાલશે. વધારે પડતું સર્ફિંગ ફોનમાંથી થતું હોય તો જે તે બ્રાઉઝરની હિસ્ટ્રી ફાઈલ્સ ડિલિટ કરી દો, જેથી ઈન્ટરનેટ એક્સેસ કરતી વખતે પણ સ્પીડ આવશે.

આ ઉપરાંત નક્કામી ડાઉનલોડ સામગ્રી પણ કાઢી નાખવાથી ફાઈલ ટ્રાંસફર સ્પીડમાં વધારો થાય છે. જ્યારે ઈન્ટરનેટ વ્યવસ્થિત ન આવતું હોય કે સ્લો હોય એ સમયે વારંવાર કોઈ એપ્લિકેશનમાં એક્સેસ કરવાથી ફોનની સ્પીડને માઠી અસર થાય છે.

હવે ધારો કે સોશિયલ મીડિયામાં ફોટો કે વીડિયો શેર કરવાના છે એ સમયે બાકીની એપ્લિકેશન રીસેન્ટ એપ્લિકેશન વ્યૂમાંથી કાઢી નાખો. જેટલી એપ્સ ખુલ્લી હશે એટલો સ્પીડ રેટ ઘટશે. રેમ મેમરી પર લોડ વધશે. માત્ર એ જ એપ્લિકેશન ખુલ્લી રાખો જેમાં સતત કંઈક કરવાનું હોય છે.

ફોનને લોક કરીને મૂકવાની ટેવ હોય તો રીસેન્ટ એપ્લિકેશનનું મેનું ક્લિયર કરવાથી ફાયદો થાય છે. આઈફોન હોય કે એન્ડ્રોઈડ રેમ મેમરી પર લોડ જેટલો ઓછો એટલી સ્પીડ વધારે. અંગ્રેજી સિવાયની કોઈ ભાષામાં વાર્તાલાપ કરવાનો હોય એ સમયે ઘણીવાર અક્ષરો ટાઈપ કર્યાના થોડા સમય બાદ દેખાય છે. આવું થાય ત્યારે જે તે એપ્લિકેશન બંધ કરીને ફરી શરૂ કરવાથી ફાયદો થાય છે.

મુવી કે ઓનલાઈન સ્ટ્રિમિંગ એપ્લિકેશનને લાંબા સમય સુધી જોવા ચાલુ રાખવાની હોય ત્યારે બાકીની એપ્લિકેશન રીસેન્ટ એપમાંથી ડિલિટ કરી દો. ફોનને લોડ ઓછો લાગશે અને સ્પીડમાં પણ ફાયદો થશે. ઘણા ફોનમાં હવે સ્પીલ્ટ વિકલ્પ આવે છે. એટલે કે, કોઈ પણ એપ્લિકેશન ચાલું હોય ત્યારે અડધી સ્ક્રિન પર એ બીજી એપ્લિકેશન દેખાઈ. આમ કરવાથી પછી એપ્લિકેશન ખુલ્લી રહી જાય છે, જેને બંધ કરતા સ્પીડ વધે છે.

આપણ વાંચો:  આજે આટલું જ : ક્રિકેટ: રમત કે અબજોનો જુગાર?!

આઉટ ઓફ બોક્સ
સ્કાયમેટ એ પ્રથમ ખાનગી વેધર વેબસાઈટ છે. દેશની પ્રથમ વેધર એપ્લિકેશન ભારત સરકારના ઈંખઉ વિભાગે તૈયાર કરી હતી, જે સંપૂર્ણપણે સેટેલાઈટ કંટ્રોલિંગ ધરાવે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button