ઉત્સવ

ડેટા એક્યુરેસી: સોશ્યલ મીડિયા પર ફરતું બધુંય સાચું નથી હોતું…

સરળતાથી જાણી લો કે કયો ડેટા સાચો છે કે ખોટો…

ટૅક વ્યૂહ – વિરલ રાઠોડ

ઈન્ટરનેટની વિશાળ દુનિયામાં અનેક પ્રકારના ડેટા છે. સર્ચ એન્જિન કંપની ગૂગલે તેના સર્વરમાં અનેક કેટેગરીમાં આ ડેટાને વર્ગીકૃત કરી રાખ્યા છે. જ્યારે કોઈ સર્ચ કરવામાં આવે ત્યારે એ ચોક્કસ રીક્વેસ્ટથી જે તે ડેટા આપણા સુધી પહોંચે છે. સર્ચ એન્જિન સાથે AI એ હાથ મિલાવતા ઘણી રાહત થઈ છે. AIનો ડેટાબેઝ અને સર્વર્સમાં રહેલો ડેટા ઘણા ખરા અંશે જુદો પડે છે, જે કેટેગરી ફોર્મેટમાં સર્ચ કરીને આપે છે. સોશ્યલ મીડિયા પર દરરોજ એવી માહિતીનો ઢગલો થાય છે કે, એમાંથી સાચું શું એ શોધવું મુશ્કેલ થઈ પડે છે. માહિતીના ધોધમાં ગંગાજળ કયું અને ક્યું ગટરનું પાણી એવી સ્થિતિ વચ્ચે ડેટા એક્યુરેસીનો મુદ્દો ચર્ચામાં છે.

ગૂગલ અને એમેઝોન જેવી કંપની દર વર્ષે આવા સેંકડો ફેક ડેટા ડિલિટ કરે છે. જેથી સાચી માહિતી લોકો સુધી પહોંચતી રહે.. ઘણાય એવાં પ્લેટફોર્મ છે જેમાં હકીકત શું એ સરળતાથી જાણી શકાય છે.

ડેટાની તપાસ આવી રીતે પણ કરી શકાય…

સૌ પ્રથમ તો એ તપાસો કે ડેટા રો છે કે કોઈ લીંકમાં આવેલો છે. લીંકમાં આવેલો હોય તો એ લીંક ફેક નથી ને? આ ચેક કરો. લીંક કોપી કરીને ગૂગલ સર્ચ કરો. સાચી હશે તો એની ઓફિશિયલ વેબસાઈટ ખૂલી જશે, નકલી હશે તો અંગ્રેજી સિવાયની કોઈ વિચિત્ર ભાષામાં તે ખૂલશે. આના પર ક્લિક ન કરશો આનો અર્થ એ થયો કે, ડેટામાં નક્કી કંઈક ખોટું છે. રો ડેટામાંથી કોઈ એક લાઈન કે શબ્દને કોપી કરવાના બદલે ટાઈપ કરીને ગૂગલ સર્ચ કરો, જો ડેટા સાચો હશે તો એ સંબંધિત બીજા કેટલાક વિષયોની પણ લીંક બતાવશે, જે ઓફિશિયલ હશે. મીડિયાનાં માધ્યમોની વેબસાઈટ સિવાય પણ વાયરલ વીડિયો કે ફોટોના ફેક્ટ ચેક થાય છે. આવું થાય ત્યારે ડાયરેક્ટ કંઈક પગલાં લેવાના બદલે ગૂગલમાં જ પ્રશ્ન કરો. દાખલા તરીકે : છેલ્લા 24 કલાકમાં સૌથી વધારે વાયરલ ક્યો ડેટા થયો, ક્યો ફોટો કે વીડિયો થયો? વિરાટ કોહલીએ પોતાનું ઈન્સ્ટાગ્રામ સસ્પેન્ડ કરી નાખ્યું એ સમાચારા પણ સાચા અને ડેટા પણ સાચો હતો.

વાયરલ મેસેજ…

ચૂંટણીના સમયમાં પ્રચાર પૉલિસી ચાલે છે. ખાસ કરીને ચૂંટણીકાર્ડના અપડેશનને લઈને. આવા સમયે મિત્ર વર્તુળ કે આસપાસના લોકોને પણ એ મેસેજ વિશે પૂછી શકાય. એ મેસેજ બતાવીને ખરાઈ પણ કરી શકાય , કારણ કે, ભૂલથી પણ ફેક ડેટા કે લીંક પર ક્લિક વાગી જાય તો સાયબર ફ્રોડના શિકાર થતાં કોઈ રોકી ન શકે. એક ઉદાહરણ જોઈએ…

‘ટેસ્લા’ ઈ-કાર જ્યારે ભારતમાં આવવાની હતી એ સમયે સોશ્યલ મીડિયા પર એક મેસેજ વાયરલ થયો હતો કે, ટેસ્લા રાજસ્થાનમાં પોતાનો પ્લાન્ટ શરૂ કરી શકે છે. આ મેસેજ વેલ ડ્રાફ્ટ હતો. વાયરલ પણ ખૂબ થયેલો હતો. હકીકત એવી હતી કે, આ મેસેજ જ ખોટો હતો. માત્ર વાયરલ કરવાના વિષયથી તૈયાર કરાયો હતો. મેસેજની શૈલી એવી હતી કે, ભલભલા વ્યક્તિ કે નિષ્ણાંત તો એકવાર વાંચીને ભેખડે ભરાઈ જાય. માહિતીનો વિસ્ફોટ થયો હોય એવા યુગમાં સારી માહિતી કરતા સાચી માહિતીનું મહત્ત્વ સૌથી વધારે છે.

ક્યા વિષયોમાં ડેટા સૌથી વધુ મૂંઝવણ સર્જે છે…

મલ્ટિમીડિયાનો યુગ છે અને દરેક વિષય ફોટો-વીડિયો રૂપે પ્રાપ્ય છે. આવા સમયે સવાલ એ પણ થાય કે ડેટાના ઢગલા વચ્ચે સાચા ડેટામાં કેવી ક્ધફ્યુઝન થતી હશે? જવાબ ઘણા બધા છે. ઈતિહાસ એમાં પહેલા ક્રમે આવે છે. વિકિપીડિયાને સૌથી સરળ સોર્સ માનવામાં આવે છે. આમાં માહિતી સરળ અને સ્પષ્ટ છે, પરંતુ ઘણીવાર આમાં પણ ગફલા થઈ જાય છે. ખાસ કરીને જ્યારે વિષય ઈતિહાસ સંબંધિત હોય. અમેરિકાની રિસર્ચ કંપનીએ દાવો કર્યો હતો કે, સૌથી વધારે ગફલા ઈતિહાસના ડેટા સાથે થાય છે. જુદા-જુદા મ્યુઝિયમની મુલાકાત કરીને પછી આ ડેટા તૈયાર કર્યો અને ઈતિહાસ સંબંધિત ચોક્કસ વેબસાઈટ પર મૂક્યો. ભારતીય સ્વતંત્રતા સંગ્રામના કેટલાક કિસ્સાઓ પણ ઈન્ટરનેટ પર વગર ઓથેન્ટિકેટ સરનામે ફરે છે. ઘણીવાર મીડિયાના અહેવાલમાંથી પણ ખ્યાલ આવે છે કે, જે તે વેબસાઈટ ઉપર પણ ડેટા તદ્દન ખોટો મૂકી દીધો છે.

દસ હજાર વધુ લિસ્ટેડ ડેટાને ફૂંકી માર્યો…

એક વર્ષમાં ગૂગલે 10 હજારથી વધારે લીંકને ડિએક્ટિવ કરી દીધી, કારણ કે, મેપ્સ પરના લોકેશનથી લઈને વેબસાઈટ સુધી બધુ જ ફેક હતું. ગૂગલ પર ડમી એકાઉન્ટથી ફેક બિસનેસ લિંક તૈયાર કરી હતી અને મેપ્સ પર એની ચોક્કસ યાદી પણ હતી. ગત વર્ષે જુલાઈ 2025માં મોટી સંખ્યામાં આઈટી કંપનીઓએ કર્મચારીની છટણી કરી હતી. આ ડેટા પ્રાયવેટ હતો, જેનો ઉપયોગ કરીને કેટલીક ફેક લીંક તૈયાર કરાઈ હતી. હકીકતમાં જ્યારે એ કર્મચારીને આની ખબર પડી ત્યારે કંપની સામે ઘણા પ્રશ્નો ઊભા થયા..

આઉટ ઓફ ધ બોક્સ

વર્ષ 2023માં 10 લાખથી વધારે લીંક અને ફોટો ગૂગલે ડિલિટ કર્યા, કારણ હતું એક વિષયના ડેટાની લાખોવાર થયેલું કોપી-પેસ્ટ!

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button