ઝબાન સંભાલ કે : રે આજ અષાઢ આયો, મેં નેણના નીરમાં મનનો તે માઢ ગાયો!

- હેન્રી શાસ્ત્રી
અષાઢ મહિનાનો પ્રારંભ ગુરુવારથી થઈ ગયો છે અને આજે અષાઢ સુદ ચોથ છે. તહેવારોના મહિના તરીકે પ્રખ્યાત એવા શ્રાવણ પહેલા આવતો અષાઢ કચ્છ નવ વર્ષ, રથયાત્રા, દેવશય ની એકાદશી, ગુરુપૂર્ણિમા માટે જાણીતો હોવા સાથે અનરાધાર-મૂશળધાર વરસાદ માટે પણ પ્રખ્યાત છે.
કવિ કાલિદાસની જાણીતી કૃતિ મેઘદૂતનો પ્રારંભ પણ અષાઢસ્ય પ્રથમ દિવસે થાય છે. વર્ષા ઋતુની બુલંદ ઘોષણા કરતા અષાઢના પ્રથમ દિવસે કોઈને પ્રિયતમા યાદ આવે તો કોઈને વાદળોમાં સંતાઈ ડમરુ વગાડતા ભગવાન શિવજીનું સ્મરણ થાય. વરસાદની સચોટ આગાહી માટેના ભડલી વાક્યોમાં અષાઢ માસનો વિશેષ ઉલ્લેખ છે.
અષાઢી સુદ છઠ કસુંબા છઠ તરીકે ઓળખાય છે. મથુરા ગયેલા શ્રી પ્રભુની રાહ જોતી વ્રજ કન્યાઓ આ દિવસે લાલ રંગનાં વસ્ત્રો ધારણ કરીને પનઘટ પર શ્રી ઠાકુરજીની રાહ જોતી હતી. દેશના કેટલાક વિસ્તારમાં અષાઢ મહિનાની સુદ પક્ષની નોમને વણજોયું મુહૂર્ત માનીને આ તિથિમાં લગ્ન કરવામાં આવે છે જેને ભડલી નોમ કહેવામાં આવે છે.
ટૂંકમાં અષાઢ મહિનાને સ્નેહ સાથે અનેરો સંબંધ છે. નિરંજન ભગતે ‘અષાઢ આયો’ કવિતામાં રે આજ અષાઢ આયો, મેં નેણના નીરમાં મનનો તે માઢ ગાયો! દૂરને દખ્ખણ મીટ માંડીને મોરલે નાખી ટહેલ, વાદળી સાગરસેજ છાંડીને વરસી હેતની હેલ; એમાં મનભરીને મતવાલો મોર ન્હાયો!
માઢ એટલે સંગીતનો એક રાગ જે કોઈ પણ સમયે ગાઈ શકાય છે. આ પંક્તિઓમાં સ્નેહની એવી સરવાણી ફૂટી છે જેમાં હરકોઈને તરબોળ થવાનું મન થાય.
બાર પ્રકારના વરસાદનું જે વર્ણન વડવાઓ કરી ગયા છે એમાં એક વરસાદ પછેડીવા તરીકે ઓળખાય છે. પછેડીવા એટલે પછેડીથી રક્ષણ થાય તેવો કે પછેડી પલળે એટલા છાંટા અથવા વરસાદ. પછેડી એટલે ચાદર કે ઓછાડ કદનું કપડું. અનરાધાર વરસાદ એટલે એક છાંટો, બીજા છાંટાને સ્પર્શી જાય અને ધાર પડે તેવો અસ્ખલિત વરસાદ. અલબત્ત અષાઢ અને વરસાદ વિશેની કોઈ પણ ભાષા-સાહિત્યની વાત એક દુહાના ઉલ્લેખ વગર અધૂરી લાગે: અષાઢ ઉચ્ચારમ્, મેઘ મલ્હારમ્, બની બહારમ્, જલધારમ્, દાદુર ડક્કારમ્, મયુર પુકારમ્, તડિતા તારમ્, વિસ્તારમ્, ના લહી સંભારમ્, પ્યારો અપારમ્, નંદકુમારમ્ નિરખ્યારી, કહે રાધે પ્યારી, હું બલિહારી, ગોકુળ આવો ગિરધારી.
RAIN IDIOMS
તમારું પ્રાથમિક કે સમગ્ર શાળા શિક્ષણ ગુજરાતી માધ્યમમાં થયું હશે કે તમારા બાળકો કે પૌત્ર – પૌત્રી અંગ્રેજી માધ્યમમાં ભણ્યા હશે તો પણ કેટલીક અંગ્રેજી કવિતા તમે ચોક્કસ સાંભળી હશે અને એમાંની કેટલીક યાદ પણ હશે. Rain Rain go away, come again for some another day એવી જ એક કવિતા છે. અલબત્ત આ કવિતામાં વિદેશી વાતાવરણનું પ્રતિબિં જોવા મળે છે.
આપણે રેઈન-વરસાદ સંબંધિત વિશેષ મહત્ત્વ ધરાવતી કહેવતો જાણીએ. Be as right as rain.This means to feel well. Nothing to do with rain! કહેવતમાં રેઈન એટલે કે વરસાદની હાજરી હોવા છતાં અને વર્ષા સાથે કોઈ નિસ્બત નથી. For example, if I have been sick but am beginning to feel a little better, I might say, ‘I’ll be as right as rain next week’. I am believing that I will feel back to normal next week. And next week I could say ‘I’m feeling as right as rain’ – meaning that I am feeling perfectly fit and well. વરસાદનો સંબંધ ક્ષેમકુશળ સાથે છે.
બીજી એક સમજવા જેવી કહેવત છે Save it for a rainy day. This means to save money or another resource for a future unknown and unexpected need. અહીં પણ રેઈનને વરસાદ સાથે સીધો સંબંધ નથી, પણ ભવિષ્યની અણધારી જરૂરિયાત સાથે એને સાંકળી લેવામાં આવ્યો છે.
આપણ વાંચો ફોકસ : લિવિંગ રૂમને નવા ઓપની સાથે રાખો કૂલ…
Mehul’s son expressed his desire to study in US for 3 years in a reputed university. But Mehul was not tensed as he had saved money for a rainy day. મેહુલના દીકરાએ અમેરિકાની પ્રતિષ્ઠિત યુનિવર્સિટીમાં ત્રણ વર્ષ માટે ભણવા જવાની ઈચ્છા વ્યક્ત કરી. આ જાણી મેહુલને ટેન્શન ન થયું, કારણ કે તેણે આકસ્મિક ખર્ચ માટે પૈસા બચાવી રાખ્યા હતા.
Take a rain check. This is something that you say when you can’t accept someone’s invitation to something. But it also means that you would like to accept that invitation on another occasion. વ્યસ્તતાને કારણે કોઈ આમંત્રણ સ્વીકારી શકાય એમ ન હોય પણ ભવિષ્યમાં મળવાની ઈચ્છા હોય ત્યારે આ કહેવત વપરાય છે.
बारिश की कहावतें
વરસાદ વિશે કહેવતો
વરસાદનું માનવ જીવનમાં વિશેષ મહત્ત્વ છે. વરસાદના પાણીથી માનવ જીવન મહોરી ઊઠે છે. વરસાદ વર્ષા અથવા બારિશ તરીકે પણ ઓળખાય છે.
बारिश से संबंधित कुछ प्रसिद्ध कहावत हैं: जेठ की गर्मी, सावन का पानी, और भादों की छांव.
વરસાદ સંબંધિત કેટલીક પ્રખ્યાત કહેવતો છે: જેઠની ગરમી, સાવનનું પાણી અને ભાદોંનો છાંયો.
આ કહેવતમાં ઋતુના પ્રભાવનું વર્ણન જોવા મળે છે. જેઠ મહિનામાં સારી ગરમી પડે. ત્યારબાદ અષાઢ – શ્રાવણમાં વરસાદી માહોલ હોય અને ભાદરવાના તીવ્ર તડકામાં છાંયડાનું મહત્વ હોય.
વરસાદના અનુમાન વિશે કહેવાય છે કે
जितना जेठ तपेगा, उतना सावन बरसेगा। इसका मतलब है कि जेठ में जितनी अधिक गर्मी होगी, सावन में उतनी ही अधिक वर्षा होगी।
જેઠ મહિનો જેટલો ગરમ હશે, તેટલો જ શ્રાવણમાં વરસાદ વધુ પડશે. મતલબ કે જેઠ મહિનો જેટલો ગરમ હશે, તેટલો જ શ્રાવણમાં વરસાદ વધુ પડશે.
જેઠ મહિનામાં ગરમી જેટલી વધારે પડે, અષાઢમાં એટલો જ જોરદાર વરસાદ પડે. ગરમી અને વરસાદનું અનુસંધાન જોડાયું છે.
આપણ વાંચો ફોકસ : લિવિંગ રૂમને નવા ઓપની સાથે રાખો કૂલ…
સતત વરસતા વરસાદ માટે ગુજરાતીમાં હેલી શબ્દ વપરાય છે. એ દર્શાવતી કહેવત છે કે
शनिचर की बदली, रही इतवार छाई, बिन बरसे न जाय। इसका मतलब है कि यदि शनिवार को बादल छाए रहें और रविवार को भी छाए रहें तो वर्षा अवश्य होगी।
રવિવારે શનિવારના વાદળો છવાયેલા રહ્યા, પણ વરસાદ નહીં પડે. આનો અર્થ એ થયો કે જો શનિવાર અને રવિવારે પણ વાદળો રહેશે, તો ચોક્કસ વરસાદ પડશે.
શનિવારે જો આકાશ વાદળછાયું રહ્યું તો રવિવારે પણ આકાશમાં વાદળ છવાયેલા રહેશે અને પછી વરસાદ ચોક્કસ પડશે અને અઠવાડિયું લંબાય એવી પૂરેપૂરી સંભાવના છે.