ઉત્સવ

સુપ્રીમ કોર્ટે ગેમિંગ કંપનીઓની જીએસટી નોટિસ પર પ્રતિબંધ મૂક્યો


નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે આજે (10 જાન્યુઆરી) રૂ. 1.12 લાખ કરોડના ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (ૠજઝ) વસૂલવા માટે ઓનલાઈન ગેમિંગ કંપનીઓ સામે કારણદર્શક નોટિસો પર રોક લગાવી દીધી છે. કોર્ટે આદેશ આપ્યો છે કે, જ્યાં સુધી કોઈ ચોક્કસ ઉકેલ ન આવે ત્યાં સુધી ૠજઝ નોટિસ પર આગળની કાર્યવાહી સ્થગિત કરવામાં આવશે.

આ બાબત નાણાકીય વર્ષ 2022-23ના પ્રથમ સાત મહિના અને નાણાકીય વર્ષ 2023-24 સાથે સંબંધિત છે. ઓનલાઈન ગેમિંગ કંપનીઓનું કહેવું છે કે 1 ઓક્ટોબર, 2023 સુધીમાં 28%ના બદલે 18%ના દરે ૠજઝ લાદવો જોઈએ કારણ કે 28%ના દરે ટેક્સ નિયમ 1 ઓક્ટોબરથી લાગુ થવાનો હતો. જ્યારે, સરકારનું કહેવું છે કે 1 ઓક્ટોબરે કરવામાં આવેલો સુધારો પહેલાથી જ અમલમાં છે તે કાયદાની સ્પષ્ટતા હતી.સુપ્રીમ કોર્ટમાં ગેમિંગ કંપનીઓનું પ્રતિનિધિત્વ કરી રહેલા એડવોકેટ અભિષેક એ રસ્તોગીએ કહ્યું- આ પ્રતિબંધ ગેમિંગ કંપનીઓ પર ટેક્સ ઓથોરિટી દ્વારા સંભવિત કાર્યવાહીનું દબાણ ઘટાડે છે. સુપ્રીમ કોર્ટે સુનિશ્ચિત કર્યું છે કે, આ કેસમાં માંગણીઓ સમય મર્યાદાથી વધુ ન થાય, જેથી કાયદાકીય પ્રક્રિયા કોઈપણ અવરોધ વિના ચાલુ રહી શકે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button