વિશેષ: હજુ પણ જીવિત અભંગ કવિતાઓ… | મુંબઈ સમાચાર
ઉત્સવ

વિશેષ: હજુ પણ જીવિત અભંગ કવિતાઓ…

-લોકમિત્ર ગૌતમ

અભંગ કવિતા એક વિશેષ પ્રકારની ભક્તિ રચના હોય છે. ભૂતકાળમાં અભંગ કવિતાઓ ખૂબ લખાણી છે અને આજે પણ એનુ એટલું જ ચલણ છે. ખાસ કરીને મહારાષ્ટ્રમાં આવેલા પંઢરપૂરના મુખ્ય દેવતા વિઠ્ઠલ કે જેને ભગવાન વિષ્ણુ અને કૃષ્ણના રૂપ માનવામાં આવે છે. એમની ભક્તિ માટે અભંગ કવિતાઓ રચવામાં આવતી હતી. અભંગ એટલે, જે તૂટે નહીં એટલે કે, અભંગ રચનાઓ એક શાશ્વત અને અમર રચના હોય છે. આ નાના નાના પદોમાં લખવામાં આવે છે અને હંમેશાં આવી કવિતા ચાર ચરણવાળી હોય છે. અભંગ કવિતાઓ ખૂબ જ સરળ અને સુબોધ ભાષામાં હોય છે જેથી કરી લોકો તેને સહજતાથી સમજી શકે.

અભંગ કવિતામાં મુખ્ય સ્વર, ઈશ્વર ભક્તિ, સંત મહિમા અને જીવનની સચ્ચાઈ હોય છે. આ એવી રીતે લખવામાં આવે છે કે આને આપણે સંગીતબદ્ધ કરી શકીયે અને કીર્તન અને ભજનના રૂપમાં પણ ગાઈ શકાય. આ રચનાઓ એટલી હૃદયને સ્પર્શી જાય છે કે તેને લોકપ્રિયતાના શીખર સુધી પહોંચતા વાર નથી લાગતી. ભૂતકાળમાં અભંગ રચનાઓ ખાસ કરીને સંત કવિઓ અને ખાસ કરીને સંત તુકારામ, સંત નામદેવ, સંત જ્ઞાનેશ્વર અને સંત એકનાથે બનાવી છે.

લોકપ્રિય અભંગ કવિતા મહારાષ્ટ્રમાં ફરીથી લોકપ્રિય થઈ રહી છે. આની લોકપ્રિયતાના વ્યાજબી કારણ હોય છે. આજના સાહિત્યિક અને સંસ્કૃતિક પરિદૃશ્યમાં અભંગ કવિતાઓ પર વિચાર કરવું ખરેખર જરૂરી છે કારણકે, ભલે આ પહેલાની જેમ પારંપરિક ભક્તિ રચના ન હોય પરંતુ વર્તમાનમાં આની લોકપ્રિયતાના ઘણા કારણો છે.

આજના યુવાનો ભાષાની સહજતા પસંદ કરે છે. હવેના દાયકામાં કવિતા અને ગદ્ય એમ બન્નેમાં સામાન્ય ભાષા, પ્રાદેશિક ઉચ્ચાર અને બોલચાલ ની શૈલીનો પ્રયોગ વધી રહ્યો છે તેથી જ નવી રીતે લખાયેલી અભંગ રચનાઓ ખૂબ જ લોકપ્રિય થઈ રહી છે. અભંગ રચનાઓ ગાયન પ્રધાન હોય છે તેથી જ આને ફ્યૂઝનના રૂપે ભજન અને સૂફી લોકગાયનમાં ખૂબ વાપરવામાં આવે છે.

આ પણ વાંચો…વિશેષ પ્લસ : મરુનગરી જોધપુર છે પર્યટન માટે બેસ્ટ!

આજની અભંગ કવિતાઓ લોકરાગમાં રૂપાંતર થઈને યુવાનોને ખૂબ જ આકર્ષિત કરી રહી છે. કારણકે આજના યુવાનો ધાર્મિકતાની બદલે આધ્યાત્મિકતાની તરફ ખૂબ જ આકર્ષિત થઈ રહ્યા છે. તેથી જ ક્યારેક ભક્તિરસમાં બનેલી અભંગ રચનાઓ આજે આધ્યાત્મિકતાનો સાર બનીને સામે આવી છે. આજની અભંગ રચનાઓ સામાજિક ચેતનાથી સજ્જ છે જે આજની કવિતાનું મૂળ રૂપ છે. કારણકે અભંગ રચનાઓ સમતાવાદી અને જાતિ વિરોધી હોય છે. તેથી જ મહારાષ્ટ્રમાં થયેલ દલિત આંદોલનમાં મુખ્ય ભૂમિકામાં હતી અને આજે પણ આ દલિત સાહિત્યનો મહત્ત્વનો ભાગ છે.

સંત તુકારામ અને નામદેવની પરંપરા આજની નવી અભંગ કવિતાઓમાં બખૂબી જોવા મળે છે. કારણકે, વચ્ચે ઘણા લાંબા સમય સુધી કવિતાઓમાંથી સંગીત ગાયબ થઈ ગયું હતું, પરંતુ અભંગ રચનાઓ કયારે પણ સંગીતની બહાર નથી ગઈ. તેથી જ આજે કીર્તનશૈલીનું સંગીત ગાયબ થઈ ગયું છે, પરંતુ અભંગ રચનાઓ ક્યારે પણ સંગીતથી બહાર નથી ગઈ. તેથી જ આમાં કીર્તનશૈલીનું જે સમગીત મોજુદ હોય છે તે યુવાનોને ખાસ આકર્ષિત કરે છે કારણકે આ સંગીતમાં ઉચ્ચ કોટીની સાર્વજનિક અભિવ્યક્તિ હોય છે. તેથી જ આજની પબ્લિક પ્રોયટ્રી રીડિંગ્સ, સ્લેમ પોયટ્રી અને સ્ટ્રીટ થિયેટરમાં અભંગ કવિતાઓને ખૂબ પસંદગી અપાય છે.

સાચી વાત તો એ છે કે, મરાઠી અને મહારાષ્ટ્રમાં મરાઠી મિશ્રિત હિંદીમાં અભંગ ક્વિતાનો દાયકો કયારેય ગયો જ નથી. દલિત સાહિત્યમાં તો ખાસ કરીને નામદેવ ઢસાલ અને કુમુદ પવાર જેવા લેખકોની કવિતાઓએ સંત નામદેવ અને તુકારામની પરંપરાનો ખૂબ જ વિસ્તાર કર્યો છે, જો આજે પણ નવા સંદર્ભો અને નવા રૂઢિપ્રયોગમાં જ મરાઠીની અભંગ રચનાઓમાં મોજૂદ છે.

કારણકે મરાઠી રંગમંચ અને લોકનાટ્યમાં આજે પણ અભંગવાણી કાર્યક્રમ થાય છે જે ખરેખર તો લોકનાટકના લાંબી પરંપરા અને વિરાસતનો ભાગ છે. તેથી જ મરાઠી લોકનાટક અને રંગમંચથી જોડાયેલા લોકો ક્યારે પણ અભંગથી દૂર થયા નથી.
સૌથા મોટી વાત તો એ છે કે, એક જમાનામાં મરાઠીની અભંગ રચનાઓ માત્ર મરાઠી બોલનાર લોકોને જ આકર્ષિત કરતી રહી હોય, પરંતુ આજે જ્યારે કૈલાશ ખેર, અવધૂત ગુપ્તે તેમ જ મહેશ કાલેના મ્યુઝિક બેંડમાં મોર્ડનિટીનો રંગ ભર્યો છે, તો તેની લોકપ્રિયતામાં મરાઠી અને બિન મરાઠીનો ભેદ ઘણી હદ સુધી નથી રહ્યો.

આ સેલિબ્રિટી ગાયકોએ પોતાના મ્યૂઝિક બેંડ સાથે અભંગને કવિતાની સાથે લોકપ્રિય સંગીત રચનાઓના રૂપમાં નવું જીવનદાન આપ્યું છે. ખાસ કરીને કૈલાશ ખેર અને અવઘૂત ગુપ્તેએ અભંગને આધુનિક ધુનમાં આપી યુવા પેઢીનું ચહેતું બનાવ્યું છે.

કોરોના કાળમાં જ્યારે સૌથી વધારે લોકો પોતાના ઘરોમાં બેઠા હતા અને સોશિયલ મીડિયા દ્વારા કવિતાઓનો નવો જમાનો પાછો આવી રહ્યો હતો, તેમાં પણ અભંગ કવિતાઓને ખૂબ જ વખાણી હતી. કવિતા વિદ્યાના રૂપમાં અભંગ કવિતાઓનો નવેસરથી વિકાસ થયો છે, જે ભક્તિની પારંપારિક વિદ્યાથી હટીને સૂફી, લોકચિંતન અને આત્મચિંતનના સામૂહિક રૂપમાં ચેતનાના એક નવા રૂપમાં અભંગ કવિતાએ નવા અનુભવ આપ્યા છે.

સોશિયલ મીડિયા, યુ-ટ્યુબ, સ્ટૂડિયો,સ્ફોટીફાઈ અને યુવો બેંડના ગિટારની ધુનોમાં પણ અભંગ કવિતાઓ નવા જોશ સાથે ગૂંજી રહી છે જેનો અર્થ એ થાય કે, કવિતાની અભંગ વિદ્યા ન માત્ર જીવિત છે, પરંતુ જબરદસ્ત ઊર્જા સાથે આગળ વધી રહી છે.

આ પણ વાંચો…વિશેષઃ ટેટૂ ને પિયર્સિંગ છે ટ્રેન્ડમાં

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button