દેવ આનંદ વધારે ગમી ગયા…

આજે આટલું જ – શોભિત દેસાઈ
જોયું! આનું નામ ધારદાર, તેજતર્રાર, અણિયાળી યાદશક્તિ… અરે ભૈ મારી નહીં, તમારી… તરત તમને `મરીઝ’નો એ આયાત-શ્લોકની કક્ષાનો શેર યાદ આવી જ ગયો!
હા, સૌને પ્રેમ કરવાને લીધો’તો મેં જનમ
વચમાં તમે જરાક વધારે ગમી ગયા
જેણે કાયા આપી એનો કેવડો રે ઉપકાર કે એમાં એણે બે આંખો ય આપી ને કેવા કેવા ભવ્ય Performances screen પર જોવાનું નયનસુખ પ્રાપ્ત થયું. વહિદા રહેમાનને પ્યાસા'માં કેગાઇડ’માં કે ઓડ્રી હેપબર્નને રોમન હોલીડેઝ' કેવેઇટ અનટીલ ડાર્ક’માં કે શહેનશાહ દિલીપકુમારને શક્તિ' કેરામ ઔર શ્યામ’માં કે અમિતાભ બચ્ચનને પિંક' કેઝંજીર’માં કે જવા દો… કોલમ આકાશ નથી કે બધા તારા સમાઇ જાય. પણ આ બધામાં સૌથી વધુ ગમી જાય દેખતાવેંત એ તો દેવ આનંદ જ. એ એની મર્યાદિત અભિનય ક્ષમતા સાથે જે કંઇ કરે એ અદ્ભુત જ હોય.
આ વાતનો સમયગાળો 1975 સુધીનો જ સમજવો. આવ્યું ને! પછી ય એક સારું Movie આવ્યું દેસ પરદેસ' પણછૂપે રુસ્તમ’ સુધી તો દેવ અને વિજય આનંદ જયારે સાથે થયા, ધમાલ જ કરી છે. અમારા એક મિત્ર સ્વ. દુષ્યંત પોપટાણી તો દેવસા’બના એવા આશિક કે શુક્રવારે 12-3-, 3-6 અને 9-12 ત્રણેય શોની ત્રણ ત્રણ ટિકિટ બુક કરાવે અને આજુબાજુની બન્ને સીટ ખાલી, કોઇ ડિસ્ટર્બ ન કરે એટલે… એમની બાજુમાં બેસવાનો એકમાત્ર અધિકાર અને એ ય એક જ શો પૂરતો કોને ખબર છે? મને!!! હવે આ મારે માટે સાહિત્યના Noble Prizeથી ઓછું કઇ રીતે હોઇ શકે?
તને પીતાં નથી આવડતું મુર્ખ મન મારા !
પદાર્થ એવો કયો છે કે જે શરાબ નથી?!
- અમૃત ઘાયલ
દેવ આનંદની એ મર્યાદિત અભિનય ક્ષમતાનો કેટલો સુંદર ઉપયોગ વિજય આનંદ જેવા કોહીનૂર પારખુએ `જોની મેરા નામ’માં કર્યો હતો કે જયારે ખુરશી પર બેસીને પહેલવાન રંધાવા દ્વારા માર ખાઇ લીધા બાદનો જોની આટલી લાંબી એકોક્તિ કોઇ નોંધપાત્ર આરોહ અવરોહ વગર રજુ કરે અને એમાં તમે ક્ષતિનો ક્ષ કાઢી શકો…તો તમે કહો એટલા રૂપિયા હારી જવા તૈયાર છું…
મૈને સોચા થા કીસી બદસુરત લફંગી શકલ સે મેરી મારામારી હોંગી લેકિન જબ કમરે કા દરવાઝા ખૂલા તો મૈ દંગ રહ ગયા. દો હસીન આંખે મેરી તરફ દેખ રહીં થીં ઔર દિલ ધડક ધડક કર કહ રહા થા કી જોની બેટેએ એએએ…તેરી મંઝિલ યહીં પર હૈ… લેકિન ઇતના યાદ રખ અગર ઇન્હે પતા ચલ જાય કે તુ ચોર હૈ, ઉચક્કા હૈ, છોટી મોટી ચોરીયોં કે ઇલ્ઝામ મેં કંઇ બાર જેલ ભી જા ચૂકા હૈ ઔર અભી એક જેલ તોડ કર ભાગા હૈ તો ઇન હસીન આંખોમેં તેંરે લીયે સિવા નફરત ઔર કુછ નહીં રહેગા. બસ ફિર કયા થા… મૈ ઝુઠ પર ઝુઠ ઝૂઠ પર ઝુઠ બોલતા જા રહા થા ઔર દિલ દુઆયેં માંગતા થા કી હૈ ઉપરવાલે એએએએ… ઇસ હુસ્ન કી પરી કે દિલ મેં ઇસ ગરીબ કે લીયે ભી થોડી સી જગહ રખના…
આવતા રવિવારે ગાઇડ'ની વાત કરવી છે. પણ ગઇ કાલે મારી પત્નીદિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’ જોતી’તી એટલે મારે ય જોવી પડી. તમે કોઇએ આ વાત નોંધી જ નહી? કે switzerland ના આખા portion દરમ્યાન શાહરુખ ખાન એક જ actor ને imitate કરે છે-દેવ આનંદને.
બનાવટ રૂપની પણ રૂપનો આધાર માંગે છે
સુઘડ ને સ્વચ્છ કાગળ જોઇએ નકલી ગુલાબોને
`મરીઝ’
આજે આટલું જ
આ પણ વાંચો…આજે આટલું જ : નવરાત્રિ અને આ નવ દિવસ



